Asia Cup Trophy Controversy : અંતે ટ્રોફી ચોરને જીદ છોડવી પડી!
- Asia Cup Trophy Controversy : PCB અને મોહસીન નકવીએ જીદ છોડવી પડી
- ACC એ ટ્રોફી UAE બોર્ડને સોંપી
- વિજય બાદ ટ્રોફી વિવાદ ઉકેલાયો, BCCIની જીત
Asia Cup Trophy Controversy : Asia Cup ની Trophy પરના વિવાદમાં આખરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને તેના વડા મોહસીન નકવીએ પોતાનું જિદ્દી વલણ છોડવું પડ્યું છે. PCBના ઘમંડને બાજુએ મુકીને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ આખરે એશિયા કપની ટ્રોફી UAE ક્રિકેટ બોર્ડને સોંપી દીધી છે. ટૂંક સમયમાં જ આ ટ્રોફી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને સોંપવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમે 28 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું હતું, પરંતુ ત્યારથી ટ્રોફીની રજૂઆતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.
વિજય બાદ વિવાદ
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં અજેય રહીને એશિયા કપ જીત્યો હતો. જોકે, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ટ્રોફી સોંપવાનો સમય આવ્યો. PCBના વડા મોહસીન નકવી, જેઓ વર્તમાનમાં ACCના પ્રમુખ પણ છે, તેઓ તે હોદ્દા પર ટ્રોફી પ્રસ્તુત કરવા માટે સ્ટેજ પર ઊભા હતા. ભારતીય ટીમે સ્પષ્ટ કર્યું કે તેઓ રાજદ્વારી કારણોસર મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં. તેમ છતાં, મોહસીન નકવી સ્ટેજ પર બેશરમીથી ઊભા રહ્યા અને બાદમાં ટ્રોફી લઈને ચાલ્યા ગયા, જેના કારણે ક્રિકેટ જગતમાં મોટો હોબાળો મચી ગયો.
Trophy ને લઇને BCCI નું આક્રમક વલણ
આ વિવાદને ઉકેલવા માટે મંગળવારે દુબઈમાં ACCની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં BCCIનું પ્રતિનિધિત્વ કરતા રાજીવ શુક્લા અને આશિષ શેલાર હાજર રહ્યા હતા. BCCIના પ્રતિનિધિઓએ મોહસીન નકવીને સ્પષ્ટ શબ્દોમાં સખત ઠપકો આપ્યો અને ભારપૂર્વક જણાવ્યું કે ભારતે ટૂર્નામેન્ટ જીતી છે અને તે ટ્રોફીનો હકદાર છે. BCCIએ ચેતવણી આપી હતી કે જો આ મામલો તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો PCBના આ વલણ સામે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) માં ફરિયાદ નોંધાવવાની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવશે.
આખરે હાર માની યુએઈ બોર્ડને ટ્રોફી સોંપી
ભારતની મજબૂત અને રાજદ્વારી રજૂઆત બાદ ACC એ આખરે ભારતની માંગણી સ્વીકારી લીધી છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે ACC એ વિવાદિત ટ્રોફી UAE ક્રિકેટ બોર્ડને સોંપી દીધી છે. હવે UAE બોર્ડ દ્વારા આ ટ્રોફી ભારતીય ટીમને યોગ્ય રીતે સોંપવામાં આવશે. જો ACC એ 28 સપ્ટેમ્બરના રોજ જ ભારતની ઇચ્છા મુજબ કાર્યવાહી કરી હોત, તો આ મામલો આટલો વધ્યો ન હોત. જોકે, આખરે ભારતને આ વિવાદમાં જીત મળી છે.
આ પણ વાંચો : એશિયા કપ ટ્રોફી વિવાદ: PCB ચીફ મોહસિન નકવીની નવી શરત, BCCIનું વૉકઆઉટ