Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતના ઈન્કાર બાદ ACC ચીફ મોહસિન નકવી ટ્રોફી લઈ ગયા, હવે પરત કરવાનો આદેશ

ભારતની Asia Cup 2025ની જીત બાદ ACC ચીફ મોહસિન નકવી વિજેતા ટ્રોફી પોતાની સાથે લઈ જતાં વિવાદ. ભારતીય ખેલાડીઓએ ટ્રોફી લેવાનો કર્યો હતો ઈન્કાર. હવે ACCએ ટ્રોફી કાર્યાલયમાં જમા કરાવવા કહ્યું.
ભારતના ઈન્કાર બાદ acc ચીફ મોહસિન નકવી ટ્રોફી લઈ ગયા  હવે પરત કરવાનો આદેશ
Advertisement
  •  ચીફ મોહસિન નકવીને ટ્રોફી પરત આપવાનો આદેશ (Asia Cup Trophy Controversy)
  • એશિયા કપની ટ્રોફી ACCના દુબઈ કાર્યલયમાં મોકલાય
  • એશિયા કપની ટ્રોફી મોહસીન નકવીની ખાનગી માલિકીની નહીં

Asia Cup Trophy Controversy : એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી લીધી, પરંતુ જીત બાદ એક મોટો વિવાદ ઊભો થયો છે. ભારતીય ખેલાડીઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ પાકિસ્તાન સરકારમાં મંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ મોહસિન નકવીના હાથથી ટ્રોફી સ્વીકારશે નહીં. આ પછી, નકવીએ આશ્ચર્યજનક પગલું ભર્યું અને વિજેતા ટ્રોફી પોતાની સાથે લઈ ગયા. પરિણામે, ટ્રોફી હજુ સુધી ટીમ ઇન્ડિયાને મળી નથી, અને આ મામલે હવે ACCએ સખત વલણ અપનાવ્યું છે.

ACCએ ટ્રોફી પરત કરવા કર્યો આદેશ (Asia Cup Trophy Controversy)

અહેવાલ મુજબ, ACC ચીફ મોહસિન નકવી જે હોટેલમાં દુબઈમાં રોકાયા છે, ટ્રોફી હાલમાં ત્યાં જ રાખેલી છે. આ ઘટના બાદ BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) અન્ય ક્રિકેટ બોર્ડ્સ સાથે વાતચીત કરીને ટ્રોફી પાછી ભારત લાવવાના પ્રયાસો કરી રહ્યું છે. સત્તાવાર સૂત્રો દ્વારા મોહસિન નકવીને તાત્કાલિક ટ્રોફી દુબઈની સ્પોર્ટ્સ સિટીમાં આવેલા ACCના કાર્યાલયમાં પહોંચાડવા માટે કડક સૂચના આપવામાં આવી છે, જેથી વિજેતા ટીમને તેમની સંપત્તિ સોંપી શકાય.

Advertisement

Advertisement

ટ્રોફી મોહસિન નકવીની ખાનગી સંપત્તિ નથી (Asia Cup Trophy Controversy)

રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, મોહસિન નકવી ACCના ચીફ હોવા છતાં, ટ્રોફી તેમની ખાનગી સંપત્તિ નથી. આ ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્સિલની છે અને નિયમ મુજબ મોહસિન તેને પોતાની પાસે રાખી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, અગાઉ બાંગ્લાદેશમાં ACCની બેઠક અધૂરી રહી હતી અને મંગળવારે તેને દુબઈમાં યોજાવાની હતી, પરંતુ BCCIએ આ બેઠકને આગળ વધારવા માટે કહ્યું છે.

ACC ચીફનું પદ જતુ રહેશે?

એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા મોહસિન નકવીના આ વર્તન સામે કોઈ મોટી કાર્યવાહી કરવાની અને ફરિયાદ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જે રીતે નકવી વિવાદોમાં ઘેરાયા છે, જો તેમના હાથમાંથી ACC ચીફનું પદ જતું રહે તો તેમાં નવાઈ નહીં હોય.

આ પણ વાંચો :  ઇરફાન પઠાણે 'અફઘાન જલેબી' પર કર્યો ડાન્સ: પાકિસ્તાન પર માર્યો ટોણો

Tags :
Advertisement

.

×