Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AUS vs PAK: ODI સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત...આ ખેલાડીનું પત્તુ કપાયું

ODI સિરીઝને લઇ ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત પાકિસ્તાનની ધરતી પર 3 ODI મેચ રમાશે ટ્રેવિસ હેડને વનડે ટીમમાં સ્થાન ન મળ્યું AUS vs PAK:ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ પાકિસ્તાન (AUS vs PAK)ની ધરતી પર 3 મેચની ODI અને 3 મેચની T-20 સિરીઝ...
aus vs pak  odi સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત   આ ખેલાડીનું પત્તુ કપાયું
Advertisement
  • ODI સિરીઝને લઇ ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત
  • પાકિસ્તાનની ધરતી પર 3 ODI મેચ રમાશે
  • ટ્રેવિસ હેડને વનડે ટીમમાં સ્થાન ન મળ્યું

AUS vs PAK:ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ પાકિસ્તાન (AUS vs PAK)ની ધરતી પર 3 મેચની ODI અને 3 મેચની T-20 સિરીઝ રમશે. ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પેટ કમિન્સને (pat cummins)વનડે શ્રેણી માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે એક વર્ષ બાદ કેપ્ટન તરીકે ODI ફોર્મેટમાં પરત ફર્યો છે. જ્યારે ટ્રેવિસ હેડને વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી.

4 નવેમ્બરથી શરૂ થશે

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે 3 મેચની વનડે સિરીઝ 4 નવેમ્બરથી શરૂ થશે. શ્રેણીની બીજી મેચ 8 નવેમ્બરે રમાશે જ્યારે ત્રીજી મેચ 10 નવેમ્બરે રમાશે. આ પછી 3 મેચની T-20 શ્રેણી શરૂ થશે. T-20 શ્રેણીની પ્રથમ મેચ 14 નવેમ્બરે રમાશે, જ્યારે બીજી મેચ 16 અને છેલ્લી મેચ 18 નવેમ્બરે રમાશે.

Advertisement

ઓસ્ટ્રેલિયાની નજર ચેમ્પિયન્સ ટ્રોફી પર છે

આ વખતે ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીની જવાબદારી પાકિસ્તાનને આપી છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની નજર આગામી ચેમ્પિયન્સ ટ્રોફી પર ટકેલી છે. હાલમાં ઓસ્ટ્રેલિયા પણ મેગા ઈવેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.

Advertisement

આ પણ  વાંચો -શું સેમિફાઇનલમાંથી ટીમ ઈન્ડિયા થઈ બહાર?,જાણો પોઈન્ટ ટેબલ

કમિન્સ 1 વર્ષ પછી પરત ફર્યા

વર્લ્ડ કપ 2023નું ફાઇનલ ટાઇટલ પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ જીત્યું હતું. આ ટૂર્નામેન્ટ બાદ કમિન્સ ODI ટીમમાંથી સતત આરામ પર હતો. આવી સ્થિતિમાં હવે બોર્ડે તેને પાકિસ્તાન સામે કેપ્ટન તરીકે વાપસી કરી છે. આ સિવાય ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શને આરામ આપવામાં આવ્યો છે. તે આ સિરીઝમાં જોવા નહીં મળે. ભારત સામે હેડનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત સામે સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને ટાઇટલ જીતવામાં મદદ કરી હતી.

આ પણ  વાંચો -AUS vs IND:ભારત સામેની આ 2 મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત

ઓસ્ટ્રેલિયન ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, કૂપર કોનોલી, જેક ફ્રેઝર મેકગર્ક, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ અને એડમ ઝમ્પા.

Tags :
Advertisement

.

×