Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Australian Open : ટેનિસનો બાદશાહ!નોવાક જોકોવિચની સેમી ફાઈનલમાં એન્ટ્રી

નોવાક જોકોવિચની સેમી ફાઈનલમાં એન્ટ્રી સ્પેનના કાર્લોસ અલ્કારાજને હરાવ્યો સેમી ફાઈનલ 24મી જાન્યુઆરીએ યોજાશે Australian Open:દસ વખતનો ચેમ્પિયન નોવાક જોકોવિચ (Novak Djokovic)ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ઓપન(Australian Open)માં ખિતાબની નજીક પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં નોવાક...
australian open   ટેનિસનો બાદશાહ નોવાક જોકોવિચની સેમી ફાઈનલમાં એન્ટ્રી
Advertisement
  • નોવાક જોકોવિચની સેમી ફાઈનલમાં એન્ટ્રી
  • સ્પેનના કાર્લોસ અલ્કારાજને હરાવ્યો
  • સેમી ફાઈનલ 24મી જાન્યુઆરીએ યોજાશે

Australian Open:દસ વખતનો ચેમ્પિયન નોવાક જોકોવિચ (Novak Djokovic)ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ઓપન(Australian Open)માં ખિતાબની નજીક પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં નોવાક જોકોવિચે (Novak Djokovic)સ્પેનના કાર્લોસ અલ્કારાજને હરાવીને સેમી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. સેમી ફાઈનલ 24મી જાન્યુઆરીએ યોજાશે જેમાં તેનો સામનો જર્મનીના લેક્ઝાન્ડર ઝવેરેવ સાથે થશે.

કેવી રીતે મેળવી જીત

આ મેચનો પહેલો સેટ કાર્લોસ અલ્કારાજના નામે હતો. તેણે આ સેટ 6-4થી જીત્યો હતો. આ સેટમાં એક સમયે નોવાક જોકોવિચ 4-3થી આગળ હતો, પરંતુ આ પછી કાર્લોસ અલ્કારાઝે જોરદાર રમત બતાવી અને સેટ જીતી લીધો. આ પછી મેચમાં નોવાક જોકોવિચનું જોરદાર કમબેક જોવા મળ્યું હતું. નોવાક જોકોવિચે બીજો સેટ 6-4થી જીત્યો હતો. આ સાથે જ નોવાક જોકોવિચે ત્રીજો સેટ 6-3થી જીતીને મેચમાં 2-1ની લીડ મેળવી હતી. આ પછી તેણે ચોથા સેટમાં કાર્લોસ અલ્કારાઝને 6-4થી હરાવ્યો અને મેચ 3-1થી જીતી લીધી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં જ 19 વર્ષની ખેલાડીએ લીધી હેટ્રિક, વિરોધી ટીમ 31 રનમાં ઑલઆઉટ

આ મેચ ૩ કલાક ૩૭ મિનિટ સુધી ચાલી હતી.

૩૭ વર્ષીય જોકોવિચને ૨૧ વર્ષીય યુવાન અલ્કારાઝે સખત ટક્કર આપી હતી. જોકોવિચ માટે યુવા ખેલાડીને હરાવવાનું સરળ નહોતું. તેણે પહેલો સેટ 4-6થી ગુમાવ્યો. બાદમાં, જોકોવિચે શાનદાર વાપસી કરી અને છેલ્લા 3 સેટ જીતીને મેચ જીતી લીધી. જોકોવિચે ક્વાર્ટર ફાઇનલ મેચ શાનદાર રીતે જીતી લીધી. આ મેચ ૩ કલાક અને ૩૭ મિનિટ સુધી ચાલી હતી. જે દર્શાવે છે કે જોકોવિચ માટે આ મેચ જીતવી સરળ નહોતી.

આ પણ  વાંચો -Champions Trophy 2025 : ટુર્નામેન્ટ પહેલા PCB અને BCCI વચ્ચે શરૂ થયો જર્સી વિવાદ

નોવાક જોકોવિચ ઇતિહાસ રચવાની નજીક

નોવાક જોકોવિચે અત્યાર સુધીમાં 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે અને ફાઈનલ જીતવાની સાથે જ તે 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી લેશે. નોવાક જોકોવિચ અને કાર્લોસ અલ્કારાઝ વચ્ચે આ 8મી ટક્કર હતી. જોકોવિચ 5મી વખત કાર્લોસ અલ્કારાઝને હરાવવામાં સફળ રહ્યો હતો. તે જ સમયે, કાર્લોસ અલ્કારાઝે નોવાક જોકોવિચને અત્યાર સુધી માત્ર 3 વખત હરાવ્યો છે. એટલે કે નોવાક જોકોવિચે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

Tags :
Advertisement

.

×