Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બુમરાહનો સામનો કરવો બેટ્સમેન માટે એક ખરાબ સપના સમાન : જસ્ટિન લેંગર

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન અને કોચ જસ્ટિન લેંગરે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની સરખામણી પાકિસ્તાનના લેજન્ડ્રી બોલર વસીમ અકરમ સાથે કરી છે. આ તુલના કરતા લેંગરે જણાવ્યું હતું કે, બુમરાહની બોલિંગ સ્ટાઈલ અને શાનદાર પ્રદર્શન બેટ્સમેન માટે એક ખરાબ સપના સમાન છે.
બુમરાહનો સામનો કરવો બેટ્સમેન માટે એક ખરાબ સપના સમાન   જસ્ટિન લેંગર
Advertisement
  • બુમરાહના પ્રદર્શનની જસ્ટિન લેંગરે કરી પ્રશંસા
  • બુમરાહ બેટ્સમેન માટે ભયાનક સપના સમાન : જસ્ટિન લેંગર
  • લેંગરે વસીમ અકરમ સાથે બુમરાહની કરી તુલના
  • લેંગરનું નિવેદન: બુમરાહની બોલિંગમાં વસીમ અકરમની ઝલક
  • શ્રેણીના હીરો: બુમરાહનો શ્રેષ્ઠ બોલિંગ ફોર્મ
  • જસ્ટિન લેંગરનું મૂલ્યાંકન: બુમરાહ સમાન કોઈ બોલર નથી
  • બુમરાહના શાનદાર ફોર્મથી ઓસ્ટ્રેલિયા હેરાન

Jasprit Bumrah : ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન અને કોચ જસ્ટિન લેંગરે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની સરખામણી પાકિસ્તાનના લેજન્ડ્રી બોલર વસીમ અકરમ સાથે કરી છે. આ તુલના કરતા લેંગરે જણાવ્યું હતું કે, બુમરાહની બોલિંગ સ્ટાઈલ અને શાનદાર પ્રદર્શન બેટ્સમેન માટે એક ખરાબ સપના સમાન છે. બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા લેંગરે બુમરાહના શાનદાર ફોર્મ અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન પર વિશેષ ચર્ચા કરી હતી.

બુમરાહના પ્રદર્શનની પ્રશંસા

બુમરાહના વખાણ કરતા જસ્ટિન લેંગરે કહ્યું કે, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં જસપ્રીત બુમરાહના દમદાર પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન મુશ્કેલીમાં મુકાયા હતા. બુમરાહ 21 વિકેટ સાથે શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક કરતાં તેણે 7 વિકેટ વધુ લીધી છે. તેના શાનદાર પ્રદર્શનની પાછળનું કારણ તેનો 25.14નો સ્ટ્રાઈક રેટ છે, જે શ્રેણીમાં અન્ય કોઈ પણ બોલર કરતાં શ્રેષ્ઠ છે. તેની સ્વિંગ બોલિંગ, પરફેક્ટ લાઈન-લેન્થ અને અદભૂત બાઉન્સર તેની બોલિંગને વધુ ઘાતક બનાવે છે.

Advertisement

'વસીમ અકરમ જેવો જમણા હાથનો બોલર'

જસ્ટિન લેંગરે બુમરાહની સરખામણી વસીમ અકરમ સાથે કરતા કહ્યું, "બુમરાહ જમણા હાથના વસીમ અકરમ જેવો છે. એક ક્રિકેટર તરીકે હું જ્યારે શ્રેષ્ઠ બોલરો વિશે ચર્ચા કરું છું ત્યારે અસહાય થવા જેવી વાત મને વસીમ અકરમ સામે થતી હતી, અને હવે બુમરાહમાં પણ આ તકલીફ બેટ્સમેનને થાય છે. તેણે વધુમાં ઉમેર્યું, "તેની પાસે સારી ગતિ છે અને મહાન બોલરો દર વખતે એક જ જગ્યાએ બોલ ફેંકે છે, અને તેની પાસે સારો બાઉન્સર છે, તેથી તે તેને એક ભયંકર સ્વપ્ન બનાવે છે. તે બોલને બંને રીતે સ્વિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જીહા, તેની સીમ ખરેખર પરફેક્ટ છે જો તમે પરફેક્ટ સીમ બોલ કરો છો અને તે આંગળીઓથી બરાબર ઉતરે છે, જેમ કે તેની સાથે થાય છે, તો તમને ડબલ હિટ મળે છે, યોગ્ય સ્થિતિમાં સ્વિંગ થાય છે અને જો બોલ સીમ સાથે અથડાય છે તો તે કોઈપણ જગ્યાએ જઈ શકે છે જે અકરમ કરતો હતો અને તેનો સામનો કરવો પણ ખરાબ સપના સમાન હતું."

Advertisement

ઓસ્ટ્રેલિયા માટે બુમરાહ નામની મુસિબત

લેંગરે ભારપૂર્વક કહ્યું કે બુમરાહ ફિટ રહેવા પર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માટે આ શ્રેણી ખૂબ કઠિન રહેશે. લેંગરે જણાવ્યું હતું કે, "જો તે ફિટ રહેશે તો ઓસ્ટ્રેલિયાની આ ટૂર્નામેન્ટ અત્યંત ચિંતાજનક બનશે. જો તે ફિટ નહીં રહે તો ઑસ્ટ્રેલિયા સરળતાથી શ્રેણી જીતી શકે છે."

આ પણ વાંચો:  વિરાટ કોહલીના ગુસ્સાનો શિકાર બન્યો ઓસ્ટ્રેલિયન રિપોર્ટર

Tags :
Advertisement

.

×