Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Axar patel: સાવ ઈઝી કેચ છોડી મૂકતાં રોહિત ખૂબ દુખી થયો,મેદાનમાં હાથ પછાડ્યો

મેચમાં કેપ્ટન રોહિત શર્માએએક મોટો છબરડો સાવ ઈઝી કેચ છોડી મૂકતાં રોહિત ખૂબ દુખી થયો છોડી મૂકતાં અક્ષર પટેલ હેટ્રિક લેતાં ચૂક્યો Axar patel: દુબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની લીગ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનો એક મોટો...
axar patel  સાવ ઈઝી કેચ છોડી મૂકતાં રોહિત ખૂબ દુખી થયો મેદાનમાં હાથ પછાડ્યો
Advertisement
  • મેચમાં કેપ્ટન રોહિત શર્માએએક મોટો છબરડો
  • સાવ ઈઝી કેચ છોડી મૂકતાં રોહિત ખૂબ દુખી થયો
  • છોડી મૂકતાં અક્ષર પટેલ હેટ્રિક લેતાં ચૂક્યો

Axar patel: દુબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની લીગ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનો એક મોટો છબરડો સામે આવ્યો હતો.બાંગ્લાદેશી બેટર જેકર અલીનો સાવ ઈઝી કેચ છોડી મૂકતાં રોહિત શર્મા ખૂબ દુખી થયો હતો અને તેણે બોલર અક્ષર પટેલની માફી માગી હતી. રોહિતે સાવ ઈઝી કેચ છોડી મૂકતાં અક્ષર પટેલ હેટ્રિક લેતાં ચૂક્યો હતો. અક્ષર બે વિકેટ લઈ ચૂક્યો હતો પરંતુ રોહિતના છબરડાને કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટો ઈતિહાસ રચવામાંથી ચૂક્યો હતો.

મેદાનમાં હાથ પટક્યો

કેચ સાવ ઈઝી હતો પરંતુ રોહિતથી તે ન થયો અને નીચે પડી જતાં, રોહિતને ખૂબ દુખ થયું અને તેણે મેદાનમાં 3-4 વાર હાથ પટક્યો હતો. રોહિતને કેચ છોડ્યાનું ખુબ દુખ થયું હતું અને તેણે અક્ષર પટેલની માફી માગી હતી.

Advertisement

Advertisement

39 રનમાં બાંગ્લાદેશની અડધી ટીમ આઉટ

બાંગ્લાદેશની અડધી ટીમ 39 રનના સ્કોર પર પેવેલિયન ગઈ હતી. દરમિયાન, અક્ષર પટેલ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી હેટ્રિક લેવાનું ચૂકી ગયો. રોહિત શર્માની ભૂલને કારણે અક્ષર હેટ્રિક લઈ શક્યો નહીં.

આ પણ  વાંચો-IND vs BAN: ભારતીય બોલરો સામે બાંગ્લાદેશનો ધબડકો!

બાંગ્લાદેશ ટીમ

તંજીદ હસન, સૌમ્ય સરકાર, નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ, ઝાકર અલી, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, તંજીમ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન

આ પણ  વાંચો-IND vs BAN Match Preview: ભારતીય ટીમની આજથી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત, બાંગ્લાદેશ સાથે થશે ટક્કર

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ

Tags :
Advertisement

.

×