બજરંગ પુનિયા હવે નહીં લડી શકે કુસ્તી? કોચિંગ પણ આપી નહીં શકે
- કુશ્તીબાજ બજરંગ પુનિયાને મોટો ઝટકો
- બજરંગ પુનિયા હવે કુશ્તી નહીં લડી શકે
- NADA એ 4 વર્ષ વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
- એન્ટિ ડોપિંગ કોડના ઉલ્લંઘન બદલ કાર્યવાહી
- NADAએ 23 જૂને રેસલરને નોટિસ આપી હતી
- 10 માર્ચે ડોપ ટેસ્ટ માટે નમૂના આપવાનો કર્યો હતો ઇન્કાર
- બજરંગ પુનિયા હવે કોચિંગ પણ આપી નહીં શકે
Bajrang Punia : દરેકનો એક દસકો હોય છે આ વાત આપણે સૌ નાનપણથી સાંભળતા આવ્યા છીએ. કોને ખબર હતી કે એક સમયે દેશનું નામ રોશન કરનાર સ્ટાર કુસ્તીબાજ અને ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. જીહા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, પુનિયા પર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
બજરંગ પુનિયાને મોટો ઝટકો
બજરંગે દેશમાં ડોપિંગને રોકવા માટે સ્થાપિત એજન્સીને તેના પેશાબના નમૂના આપવાનો ઇનકાર કર્યો હતો, જે NADA નિયમોની કલમ 10.3.1નું ઉલ્લંઘન છે. અગાઉ, NADA એ 23 એપ્રિલ 2024 ના રોજ આ ખેલાડી પર કામચલાઉ સસ્પેન્શન (અસ્થાયી પ્રતિબંધ) લાદ્યો હતો, જેને વર્લ્ડ રેસલિંગ ગવર્નિંગ બોડી (UWW) દ્વારા પણ સ્વીકારવામાં આવ્યો હતો, જોકે બજરંગે તેની સામે અપીલ દાખલ કરી હતી, જે સાંભળ્યા બાદ NADAએ આ પ્રતિબંધ લગાવ્યો હતો. 31 મેના રોજ ઉપાડવામાં આવ્યો હતો. ત્યારપછી NADA એ 23 જૂન, 2024 ના રોજ બજરંગને નોટિસ પાઠવી, જેમાં 20 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરે બજરંગની લેખિત દલીલો સાંભળ્યા પછી, ADDP એ 23 એપ્રિલ, 2024 થી 4 વર્ષની અયોગ્યતાનો સમયગાળો લાદવાનો ચુકાદો આપ્યો.
NADA પર ભાજપ સાથે મિલીભગતનો આરોપ
ઉલ્લેખનીય છે કે, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ ટોક્યો ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. વાસ્તવમાં, બજરંગ પુનિયાએ માર્ચમાં ડોપ ટેસ્ટ માટે પોતાનો સેમ્પલ આપવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ NADAએ તેમની સામે આ કાર્યવાહી કરી છે. આ મામલે બજરંગ પુનિયાએ NADA પર ભાજપ સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર તેમની પાસેથી બદલો લઈ રહી છે, જો તે અત્યારે ભાજપમાં જોડાઇ જાય છે, તો તેમના પર લાગેલો પ્રતિબંધ તરત જ હટાવી લેવામાં આવશે, આ પહેલા NADA એ ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ પર પ્રતિબંધ લગાવ્યો હતો પહેલા 23 એપ્રિલના રોજ આ ગુના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વિશ્વ સ્તરની કુસ્તી સંસ્થા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ પણ તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે કોચિંગ કરી શકશે નહીં
NADA ના આ નિર્ણય બાદ આ 30 વર્ષીય ખેલાડીની કારકિર્દીનો દુઃખદ અંત આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રતિબંધ પછી, બજરંગ કોઈપણ કુસ્તી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં અને નિયમો અનુસાર, તે પ્રતિબંધના આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે કોચિંગ કરી શકશે નહીં. ADDP એ તેનો નિર્ણય વાંચતી વખતે સ્પષ્ટ કર્યું કે, 'કહેવાની જરૂર નથી કે 31.05.2024 થી 21.06.2024 સુધીના સમયગાળા માટે કામચલાઉ સસ્પેન્શન હટાવવાને કારણે, 4 વર્ષની અયોગ્યતાની કુલ અવધિમાં જમા કરવામાં આવશે નહીં.'
આ પણ વાંચો: 'બ્રિજ ભૂષણને હટાવી કોણ બનવા માંગતું હતું WFI ના અધ્યક્ષ' કુસ્તીબાજોના પ્રદર્શન પર સાક્ષી મલિકનો ખુલાસો