Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BBL 2024-25 : Glenn Maxwell એ બાઉન્ડ્રી પર પકડ્યો અદભુત કેચ, Video જોઈ સ્તબ્ધ થઈ જશો!

લીગની આ 19 મી મેચમાં ઓસ્ટ્રેલિયાનાં ઓલરાઉન્ડ ખેલાડી ગ્લેન મેક્સવેલે બ્રાઉન્ડ્રી પર અદભુત કેચ પડક્યો હતો
bbl 2024 25   glenn maxwell એ બાઉન્ડ્રી પર પકડ્યો અદભુત કેચ  video જોઈ સ્તબ્ધ થઈ જશો
Advertisement
  1. BBL માં બ્રિસ્બેન હીટ અને મેલબર્ન સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત મુકાબલો (Glenn Maxwell) 
  2. ગ્લેન મેક્સવેલે બ્રાઉન્ડ્રી પર પકડ્યો અદભુત કેચ
  3. મેલબોર્ન સ્ટાર્સની ટીમ 5 વિકેટે મેચ જીતી હતી.

બિગ બેશ લીગમાં (BBL) બ્રિસ્બેન હીટ અને મેલબર્ન સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો હતો. લીગની આ 19 મી મેચમાં ઓસ્ટ્રેલિયાનાં ઓલરાઉન્ડ ખેલાડી ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) બ્રાઉન્ડ્રી પર અદભુત કેચ પડક્યો હતો, જેની દરેક ક્રિકેટ ફેન અને એક્સપર્ટ પ્રશંસા કરી રહ્યા છે. આ કેચ જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા.

જણાવી દઈએ કે, બ્રિસ્બેન હીટની ઈનિંગની 17 મી ઓવરનાં પહેલા બોલ પર આ અદભૂત નજારો દર્શકોને જોવા મળ્યો હતો. વિલ પ્રેસ્ટવીજે બાઉન્ડ્રી તરફ હવાઈ શોટ રમ્યો હતો. ત્યારે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા મેક્સવેલે પહેલા તેની જમણી તરફ દોડ્યો, હવામાં છલાંગ લગાવી અને એક હાથથી બોલ પકડ્યો અને જ્યારે તે બાઉન્ડ્રીની બહાર પડવાનો હતો ત્યારે તેણે (Glenn Maxwell) બાઉન્ડ્રીની અંદર બૉલ ફેંક્યો. થોડી જ સેકન્ડોમાં તેણે પોતાની જાતને સંતુલિત કરી અને બાઉન્ડ્રીની અંદર આવીને શાનદાર કેચ પકડ્યો.

Advertisement

આ પણ વાંચો - IND vs AUS: ગૌતમ ગંભીરે તમામ સ્ટાર્સનો લીધો ક્લાસ, ડ્રેસિંગ રૂમમાં ભડક્યો

Advertisement

મેક્સ બ્રાયન્ટે અડધી સદી ફટકારી

મેચની વાત કરીએ તો પ્રેસ્ટવીજનાં આઉટ થયા બાદ મેક્સ બ્રાયન્ટે 48 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગને કારણે બ્રિસ્બેન હીટે (Brisbane Heat) નિર્ધારિત 20 ઓવરમાં 149/7નો સારો સ્કોર ઊભો કર્યો હતો. મેલબોર્ન સ્ટાર્સ તરફથી માર્ક સ્ટેકેટીએ 2 વિકેટ ઝડપી હતી. જવાબમાં મેલબોર્નએ ઓપનર બેન ડકેટને પહેલા જ બોલ પર ઝેવિયર બાર્ટલેટનો શિકાર બનાવ્યો હતો. સેમ હાર્પરને પણ બાર્ટલેટ દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો, જ્યારે થોમસ રોજર્સ (7 બોલમાં 6 રન) સસ્તામાં આઉટ થયો હતો. આમ, મેલબોર્નનાં 14 રને 3 વિકેટ પડી ગઈ હતી.

આ પણ વાંચો - IND vs AUS: સિડનીમાં રમાશે પિંક ટેસ્ટ, જાણો તેની પાછળનું કારણ

સ્ટોઇનિસે પાણી ફેરવ્યું

3 વિકેટો પછી, ડેન લોરેન્સ અને કેપ્ટન માર્કસ સ્ટોઈનિસે ચોથી વિકેટ માટે 84 બોલમાં 132 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી અને ટીમને જીતની નજીક લઈ જવામાં મદદ કરી હતી. જો કે, ઝેવિયર બાર્ટલેટ (4/10, 4 ઓવર) ફરી એકવાર તેની ટીમનાં બચાવમાં આવ્યો હતો અને સતત 2 બોલમાં સ્ટોઈનિસ (48 બોલમાં 62 રન) અને મેક્સવેલને (0) આઉટ કર્યા હતા. જો કે, બ્રિસ્બેન હીટ માટે ઘણું મોડું થઈ ગયું હતું કારણ કે, લોરેન્સે (38 બોલમાં 64*) 18.1 ઓવરમાં પોતાની ટીમને જીત અપાવી હતી અને મેલબોર્ન સ્ટાર્સની (Melbourne Stars) ટીમ 5 વિકેટે મેચ જીતી હતી.

આ પણ વાંચો - IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની પાંચમી મેચ સિડનીમાં, આ ખેલાડીને ડ્રોપ કરી શકે છે ભારત

Tags :
Advertisement

.

×