Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રોફી વિવાદ: મોહસિન નકવીએ એશિયા કપની ટ્રોફી રોકી, BCCIએ આપી અંતિમ ચેતવણી!

PCBના વડા મોહસિન નકવીએ ભારતે જીતેલી એશિયા કપની ટ્રોફી પરત કરવાનો ઇનકાર કરતા વિવાદ સર્જાયો છે. ટ્રોફી દુબઈમાં તાળામાં છે. BCCIએ નકવીને અંતિમ ચેતવણી આપી છે. ટ્રોફી પરત નહીં થાય તો BCCI આગામી ICC બેઠકમાં આ મુદ્દો ઉઠાવીને નકવી સામે સખત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
ટ્રોફી વિવાદ  મોહસિન નકવીએ એશિયા કપની ટ્રોફી રોકી  bcciએ આપી અંતિમ ચેતવણી
Advertisement
  • એશિયા કપની ટ્રોફી પરત ન કરવા બદલ BCCIની નકવીને આખરી ચેતવણી (Asia Cup Trophy Dispute)
  • ભારતે જીતેલી એશિયા કપની ટ્રોફી PCB ચીફ નકવીએ રોકી
  • ટ્રોફી દુબઈ સ્થિત ACC ઓફિસમાં તાળામાં છે બંધ
  • BCCI એ નકવીને તાત્કાલિક ટ્રોફી પરત કરવા અંતિમ ઈ-મેલ મોકલ્યો
  • ટ્રોફી વિવાદનો મામલો હવે ICCની વાર્ષિક બેઠકમાં જશે
  • નકવીને ICCમાંથી દૂર કરવાની થઈ શકે છે ભલામણ

Asia Cup Trophy Dispute : ભારતીય ટીમે જીતેલી એશિયા કપની ટ્રોફી હજુ પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસિન નકવીએ રોકી રાખી છે. આ ટ્રોફી દુબઈ સ્થિત એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની ઓફિસમાં પડી છે અને નકવી તેને પાછી આપવા તૈયાર નથી. તેમણે ભારતીય ટીમના કેપ્ટનને કોઈ સમારોહમાં ટ્રોફી આપવાની ઓફર કરી હતી, જે ભારતે સ્વીકારી નહોતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મુદ્દે ફરી એકવાર સખત વલણ અપનાવ્યું છે.

BCCIએ આપી અંતિમ ચેતવણી – BCCI Last Warning Asia Cup

BCCI દ્વારા મોહસિન નકવીને છેલ્લી ચેતવણી આપતો ઈ-મેલ મોકલવામાં આવ્યો છે, જેમાં તાત્કાલિક ટ્રોફી પાછી આપવાની માંગણી કરાઈ છે. જો નકવી ફરીથી પોતાની જીદ પર અડગ રહેશે, તો BCCI કોઈ મોટું પગલું ભરવાની તૈયારીમાં છે, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડાને લાંબા સમય સુધી યાદ રહેશે.

Advertisement

હવે મામલો ICCની વાર્ષિક બેઠકમાં – ICC Annual Meeting Jay Shah

આગામી મહિને આઈસીસીની વાર્ષિક બેઠક યોજાવાની છે અને ભારતીય ક્રિકેટ બોર્ડે આ ટ્રોફીના મુદ્દાને ત્યાં જોરશોરથી ઉઠાવવાની તૈયારી કરી લીધી છે. BCCI ની વાતને આઈસીસીમાં હાજર જય શાહ દ્વારા ચોક્કસપણે સમર્થન મળશે.

Advertisement

નકવીને ICCમાંથી બહાર કરવાની માંગ – Remove Mohsin Naqvi from ICC

બોર્ડના સેક્રેટરી દેવજીત સૈકિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો ટ્રોફી પાછી નહીં મળે તો તેઓ કડક પગલાં લેશે. હવે જોવું એ રહ્યું કે BCCI ની આ આખરી ચેતવણીની નકવી પર કોઈ અસર થાય છે કે નહીં. એક વાત નિશ્ચિત છે કે BCCI એ હવે આ મામલે સ્પષ્ટ મન બનાવી લીધું છે. મોહસિન નકવી પાકિસ્તાનની રાજનીતિ સાથે સીધા જોડાયેલા હોવાથી અને ત્યાંના આંતરિક મંત્રી હોવાથી, તેમને આઈસીસીમાંથી પણ દૂર કરવાની ભલામણ થઈ શકે છે. માનવામાં આવે છે કે આ રાજકીય જોડાણને કારણે જ તેમણે એશિયા કપની ટ્રોફી અંગે આટલો મોટો વિવાદ ઊભો કર્યો છે.

ટ્રોફીને તાળામાં મુકાવવાનો આદેશ – Asia Cup Trophy Locked Up

નકવીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેમની મંજૂરી વગર ટ્રોફી કોઈને આપવામાં ન આવે અને તેને તાળામાં બંધ કરી દેવાઈ છે. અગાઉ એવા અહેવાલો હતા કે ટ્રોફી અમીરાત ક્રિકેટ બોર્ડને સોંપવામાં આવી હતી, પરંતુ નકવીને તેમાં પોતાનું અપમાન દેખાતા તેમણે આ મામલાને લાંબો ખેંચ્યો હોવાનું જણાય છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની ટીમમાં આ શું થઈ રહ્યું છે? કેપ્ટનશીપમાંથી Mohammad Rizwan ને કરાયો બહાર

Tags :
Advertisement

.

×