Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુંદરતામાં અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે પાકિસ્તાની મહિલા ક્રિકેટર , જાણો તેની કુલ સંપત્તિ કેટલી છે?

પાકિસ્તાની મહિલા ક્રિકેટર એયમાન ફાતિમાએ તાજેતરમાં વનડે ડેબ્યુ કર્યું. મેદાન પરના પ્રદર્શન ઉપરાંત તેની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે તે છવાઈ ગઈ છે.
સુંદરતામાં અભિનેત્રીઓને  પણ પાછળ છોડી દે છે પાકિસ્તાની મહિલા ક્રિકેટર   જાણો તેની કુલ સંપત્તિ કેટલી છે
Advertisement
  • Ayman Fatima એ પાકિસ્તાન ટીમ માટે કર્યું ડેબ્યૂ
  • ડેબ્યૂના દિવસે જ સુંદરતાને કરાણે ચર્ચામાં આવી ફાતિમા
  • લાહોરના ગદાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કર્યુ ડેબ્યૂ
  • Ayman Fatimaએ 5 મેચમાં 157 રન બનાવ્યા

Ayman Fatima : પાકિસ્તાનની યુવા મહિલા ક્રિકેટર એયમાન ફાતિમાએ તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી વનડેમાં ડેબ્યુ કર્યું છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પહેલીવાર રાષ્ટ્રીય ટીમ માટે મેદાન પર ઉતરતા જ એયમાન ફાતિમાએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

મેદાન પર ભલે એયમાન કોઈ ખાસ પ્રદર્શન ન કરી શકી હોય, પરંતુ તેની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ઘણા લોકો તેની તુલના અભિનેત્રીઓ સાથે પણ કરી રહ્યા છે.

Advertisement

Advertisement

Ayman Fatimaની ક્રિકેટ યાત્રા

12 ઓક્ટોબર 2004ના રોજ પાકિસ્તાનના સરગોધામાં જન્મેલી એયમાન ફાતિમાની સફર કોઈ પ્રેરણાથી ઓછી નથી. તેણે પોતાની સખત મહેનત અને સમર્પણથી ખૂબ જ નાની ઉંમરે પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું. 20 વર્ષની એયમાને 6 ઓગસ્ટ, 2025ના રોજ આયર્લેન્ડ સામે T-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી જ તેને પાકિસ્તાન મહિલા ક્રિકેટના ભાવિ તરીકે જોવામાં આવી રહી છે.

Ayman Fatima ની આક્રમક રમત અને પ્રતિભા

એયમાનની બેટિંગ સ્ટાઈલ આક્રમક છે. તેની ઝડપી બેટિંગ અને મોટા શોટ મારવાની ક્ષમતા તેને તેની સાથી ખેલાડીઓથી અલગ પાડે છે. તે 2023માં ICC અંડર-19 મહિલા T-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાંની એક હતી. આ ટુર્નામેન્ટમાં તેણે 5 મેચમાં 157 રન બનાવ્યા, જેમાં બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે. આ શાનદાર પ્રદર્શનને કારણે જ તેને સિનિયર ટીમમાં સ્થાન મળ્યું.

નેટવર્થ અને ભવિષ્ય

એયમાન ફાતિમાની નેટવર્થ વિશે કોઈ સત્તાવાર આંકડો ઉપલબ્ધ નથી, કારણ કે તે હજુ તેની કારકિર્દીની શરૂઆતમાં છે. જોકે, પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા મળતો પગાર, મેચ ફી, સ્થાનિક ટુર્નામેન્ટમાં મળતા પૈસા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ દ્વારા તે કમાણી કરે છે. તેની વધતી લોકપ્રિયતા જોતા એવું કહી શકાય કે આવનારા સમયમાં તેની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થશે. એયમાનની વાર્તા માત્ર એક ખેલાડીની સફળતાની જ નથી, પરંતુ પાકિસ્તાનમાં મહિલા ક્રિકેટના બદલાતા પરિદ્રશ્યનો પણ પુરાવો છે. તે નવી પેઢી માટે એક આદર્શ છે અને દર્શાવે છે કે યોગ્ય ટેકો અને દ્રઢતા સાથે કોઈપણ પોતાના સપના પૂરા કરી શકે છે.

આ પણ વાંચો :  Imran Khanનો કટાક્ષ: 'નકવી અને મુનીર ઓપનિંગ કરશે તો જ ભારત સામે પાકિસ્તાન જીતશે...'

Tags :
Advertisement

.

×