Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

T20 ઈન્ટરનેશનલમાં 2024ની સર્વશ્રેષ્ઠ ઈલેવન, ભારતના બે અને પાકિસ્તાનના એક ખેલાડીનો સમાવેશ

આ વર્ષે વિશ્વના ઘણા મહાન ખેલાડીઓએ T20 આંતરરાષ્ટ્રીયમાં શાનદાર પ્રદર્શન કર્યું. અહીં જુઓ 2024ની સર્વશ્રેષ્ઠ T20 ટીમ કેવી હોઈ શકે છે.
t20 ઈન્ટરનેશનલમાં 2024ની સર્વશ્રેષ્ઠ ઈલેવન  ભારતના બે અને પાકિસ્તાનના એક ખેલાડીનો સમાવેશ
Advertisement
  • T20 ઈન્ટરનેશનલમાં 2024ની સર્વશ્રેષ્ઠ ઈલેવન
  • ખેલાડીઓના પ્રદર્શનના આધારે ટીમની પસંદગી
  • સર્વશ્રેષ્ઠ ઈલેવનમાં આ ખેલાડીઓનો સમાવેશ
  • ફાસ્ટ બોલિંગ માટે કોની પસંદગી?

2024 Best T20I Team: આ વર્ષે વિશ્વના ઘણા મહાન ખેલાડીઓએ T20 આંતરરાષ્ટ્રીયમાં શાનદાર પ્રદર્શન કર્યું. અહીં જુઓ 2024ની સર્વશ્રેષ્ઠ T20 ટીમ કેવી હોઈ શકે છે.

ખેલાડીઓના પ્રદર્શનના આધારે ટીમની પસંદગી

2024 Best T20I Team: આ વર્ષે વધુ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાઈ નથી. તેમ છતાં, યોજાયેલી તમામ મેચોમાં, કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ તેમના શાનદાર પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા છે. દર વર્ષે ડિસેમ્બરના અંતમાં દરેક ફોર્મેટમાં શ્રેષ્ઠ ટીમની પસંદગી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, અહીં તમે T20 ઇન્ટરનેશનલની શ્રેષ્ઠ T20 ઈલેવન જોઈ શકો છો. અમે આ વર્ષના ખેલાડીઓના પ્રદર્શનના આધારે આ ટીમની પસંદગી કરી છે.

Advertisement

T20 ઈન્ટરનેશનલની સર્વશ્રેષ્ઠ ઈલેવનમાં આ ખેલાડીઓનો સમાવેશ

વર્ષ 2024ની T20 ઈન્ટરનેશનલની સર્વશ્રેષ્ઠ ઈલેવનમાં ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ, ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ, વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરન, શ્રીલંકાના મથિશા પથિરાના અને વાનિન્દુ હસરંગા, પાકિસ્તાનના શાહીન આફ્રિદી, દક્ષિણ આફ્રિકાના ટ્રસ્ટન સ્ટબ્સ, ભારતના સૂર્યકુમાર યાદવ અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

જાણો કોણે કટલા રન બનાવ્યા?

ટ્રેવિસ હેડે આ વર્ષે 15 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 178.47ના સ્ટ્રાઈક રેટથી 539 રન બનાવ્યા હતા. જ્યારે સોલ્ટએ 17 મેચોમાં 164.43ના સ્ટ્રાઈક રેટથી 467 રન બનાવ્યા હતા. આ વર્ષે સોલ્ટનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 103 રન રહ્યો હતો. નિકોલસ પૂરનએ 2024માં 21 મેચોમાં 142.33ના સ્ટ્રાઈક રેટથી 464 રન બનાવ્યા હતા. જ્યારે 2024માં સૂર્યકુમાર યાદવે 151.59ના સ્ટ્રાઈક રેટથી 429 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના ટ્રુસ્ટન સ્ટબ્સે આ વર્ષે 431 રન બનાવ્યા હતા. આ ખેલાડી ઇનિંગ્સને સંભાળી પણ શકે છે અને પોતાની તોફાની બેટિંગથી વિરોધીઓને માત પણ આપી શકે છે. અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીએ આ વર્ષે શાનદાર મેચ ફિનિશરની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે તેણે 361 રન બનાવ્યા હતા. રાશિદ ખાન અને વાનિન્દુ હસરંગા દમદાર સ્પિન તો કરે જ છે, સાથે સાથે આ બંને ઝડપથી રન પણ બનાવી શકે છે. 2024માં રાશિદે 14 મેચોમાં 31 વિકેટ લીધી હતી. જ્યારે હસરંગાએ 18 મેચોમાં 34 વિકેટ લીધી હતી.

ફાસ્ટ બોલિંગ માટે આ ખેલાડીઓની પસંદગી

ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો અમે અર્શદીપ સિંહની સાથે શાહીન આફ્રિદી અને મતિશા પથિરાનાને પસંદ કર્યા છે. આ વર્ષે શાહીનએ 23 મેચોમાં 36 વિકેટ લીધી છે. પથિરાનાએ 16 મેચોમાં 28 વિકેટ લીધી છે. જ્યારે અર્શદીપ સિંહે 2024માં 18 મેચોમાં 36 વિકેટ લીધી છે.

વર્ષ 2024ની T20 ઈન્ટરનેશનલની શ્રેષ્ઠ ઈલેવનમાં ફિલ સોલ્ટ, ટ્રેવિસ હેડ, નિકોલસ પૂરન, સૂર્યકુમાર યાદવ, ટ્રસ્ટન સ્ટબ્સ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, વાનિન્દુ હસરાંગા, અર્શદીપ સિંહ, શાહીન આફ્રિદી અને મતિશા પથિરાનાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: IND vs AUS 4th Test Ravindra Jadeja: 'સર' જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર સાથે ખરાબ વર્તન

Tags :
Advertisement

.

×