ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત અંગે મોટી અપડેટ, બરાબર બોલી પણ નથી શકતા..!
- ભૂતપૂર્વ ક્રિકેટર Vinod Kambli ની તબિયત અંગે મોટી અપડેટ
- વિનોદ કાંબલીની તબિયતમાં સુધારો, ભાઈએ આપ્યા સમાચાર
- ચાહકોને વિનોદ કાંબલીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ
Vinod Kambli Health Update : ક્રિકેટથી દૂર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીના સ્વાસ્થ્ય વિશે એક મહત્વની માહિતી સામે આવી છે. તેમના નાના ભાઈ વીરેન્દ્ર કાંબલીએ જાણકારી આપી છે કે વિનોદ હાલમાં ઘરે છે અને તબિયત ધીમે ધીમે સારી થઇ રહી છે. ગયા વર્ષે તબિયત અચાનક બગડતાં તેમને થાણેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં પેશાબમાં ચેપ તથા સ્નાયુઓમાં ખેંચાણ જેવી ફરિયાદો સામે આવી હતી. તે સમયથી તેમની સારવાર સતત ચાલતી રહી છે અને હવે સ્થિતિમાં સુધારો નોંધાઈ રહ્યો છે.
“હાલત સ્થિર છે, પણ સારવાર ચાલુ છે” — વીરેન્દ્ર કાંબલી
વીરેન્દ્રએ વિકી લાલવાણીની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે વિનોદની સ્થિતિ સ્થિર છે, તેમ છતાં થેરાપી અને મેડિકલ કાળજી ચાલુ રાખવામાં આવી છે. તેઓએ કહ્યું કે કાંબલીને વાતચીત કરવામાં થોડી તકલીફો થઇ રહી છે, જેના કારણે સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડો સમય લાગી શકે છે. તેમ છતાં તેઓ વિનોદને “ચેમ્પિયન” ગણાવી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે તે જલ્દી ચાલવાની અને દોડવાની સ્થિતિ સુધી પહોંચશે. તેમણે વધુમાં કહ્યું કે, “મને વિશ્વાસ છે કે તમે તેમને ફરી એકવાર મેદાન પર જોઈ શકશો.”
10 દિવસનું રિહેબિલિટેશન સત્ર Vinod Kambli એ કર્યું પૂર્ણ
વિનોદ કાંબલીએ તાજેતરમાં 10 દિવસનું રિહેબિલિટેશન સત્ર પૂરું કર્યું. આ દરમિયાન તેમનું સંપૂર્ણ શારીરિક ચેકઅપ કરવામાં આવ્યું, જેમાં મગજનું સ્કેન, પેશાબની તપાસ તથા અન્ય જરૂરી ટેસ્ટનો સમાવેશ હતો. વીરેન્દ્ર કાંબલી મુજબ બધા રિપોર્ટ અનુકૂળ રહ્યા. મુશ્કેલી મુખ્યત્વે ચાલવામાં આવી રહી હતી, જેના કારણે તબીબોએ ફિઝિયોથેરાપી કરવાની સલાહ આપી. હાલ તેઓ વાત કરતી વખતે થોડી તકલીફનો અનુભવ કરી રહ્યા છે પણ, સ્થિતિ દિવસેને દિવસે સુધરી રહી છે.
ચાહકો માટે ખાસ અપીલ
વીરેન્દ્ર કાંબલીએ ચાહકોને વિનંતી કરી છે કે તેઓ વિનોદના ઝડપી સાજા થવાની પ્રાર્થના કરે અને મોરલ સપોર્ટ આપતા રહે. “હાલ તેઓ ઘરે છે, હેલ્થ ટીમની દેખરેખમાં છે અને રિકવરી સ્ટેજ પર છે. તમારો પ્રેમ અને વિશ્વાસ તેમને વધુ મજબૂત બનાવે છે.”
આ પણ વાંચો : Virat Kohli એ ભારત છોડીને વિદેશમાં રહેવાનું કેમ નક્કી કર્યું?


