Steve Waugh-Warne-McGrath ના માર્ગદર્શક Bob Simpson નું 89 વર્ષની વયે નિધન
- પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર Bob Simpson નું અવસાન
- 89 વર્ષની વયે Bob Simpson નું નિધન
- ઓસ્ટ્રેલિયન ક્રિકેટને નવી દિશા આપનાર કોચનું અવસાન
- ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગત શોકમાં, બોબ સિમ્પસનનું અવસાન
- સિમ્પસનની યાદગાર કારકિર્દી: 4869 રન અને 71 વિકેટ
- સ્ટીવ વો, વોર્ન અને મેકગ્રાના માર્ગદર્શક સિમ્પસનનું નિધન
Bob Simpson : ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને જાણીતા કોચ બોબ સિમ્પસનનું આજે 16 ઓગસ્ટે સિડનીમાં અવસાન થયું છે. તેઓ 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ – ત્રણેય ભૂમિકામાં સિમ્પસને ઓસ્ટ્રેલિયન ક્રિકેટને નવી ઓળખ આપી હતી. તેઓ એવા ખેલાડીઓમાં જાણીતા હતા જેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં કાંગારૂ ટીમને સંભાળી અને વિશ્વ કક્ષાની ટીમમાં ફેરવી.
ખેલાડી તરીકેની સિદ્ધિઓ
બોબ સિમ્પસન એક ઉત્તમ બેટ્સમેન હતા. તેમણે 62 ટેસ્ટ મેચોમાં 4869 રન બનાવ્યા, જેમાં તેમની એવરેજ 46.81 રહી હતી. તેમની કારકિર્દીમાં 10 સદી અને 27 અડધી સદીનો સમાવેશ થાય છે. 1964માં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં રમાયેલી એશિઝ ટેસ્ટમાં તેમણે 311 રનની ભવ્ય ઇનિંગ રમી હતી, જેને એશિઝ ઇતિહાસની શ્રેષ્ઠ ઇનિંગમાંની એક ગણવામાં આવે છે. બીજી તરફ તેમની વનડે કારકિર્દી ખૂબ નાની રહી, પણ તેમણે 2 ODI મેચોમાં 36 રન બનાવ્યા હતા. તેઓ માત્ર બેટ્સમેન જ નહોતા, પરંતુ એક શાનદાર સ્લિપ ફિલ્ડર અને ઉપયોગી લેગ સ્પિનર પણ હતા. તેમના નામે ટેસ્ટમાં 71 વિકેટ અને વનડેમાં 2 વિકેટ નોંધાયેલી છે.
Former Australian captain and coach Bob Simpson passes away at 89
Read @ANI Story |https://t.co/QAwnuKmiN0#BobSimpson #Australia #cricket pic.twitter.com/VCaXnJZnWo
— ANI Digital (@ani_digital) August 16, 2025
નિવૃત્તિ બાદ પણ ટીમ માટે યોગદાન
સિમ્પસન પ્રથમ વખત 1968માં નિવૃત્ત થયા, પરંતુ કેરી પેકરની વર્લ્ડ સિરીઝ દરમિયાન ફરીથી મેદાનમાં પરત ફર્યા અને ટીમને સંભાળવાની જવાબદારીભર્યું કામ કર્યું. તેમનો ડેબ્યૂ ડિસેમ્બર 1957માં દક્ષિણ આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં થયો હતો. જ્યારે તેમની છેલ્લી ટેસ્ટ એપ્રિલ 1978માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગ્સ્ટનમાં રહી, જે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ મેચ હતી.
કેપ્ટન તરીકેનું પ્રદર્શન
સિમ્પસને પોતાની કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયન ટીમનું 39 ટેસ્ટમાં નેતૃત્વ કર્યું. આમાંથી 12 જીત, 12 હાર અને 15 ડ્રોનો સમાવેશ થાય છે. તેમની કમાનમાં ઓસ્ટ્રેલિયાએ 2 વનડે મેચો પણ રમી, જેમાંથી એક જીત અને એક હાર મળી.
કોચિંગ કારકિર્દી અને સફળતા
ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી સિમ્પસને કોચિંગમાં કારકિર્દી બનાવી. 1986માં તેમને ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમની કોચિંગ હેઠળ યુવા ખેલાડીઓમાં નવી ઉર્જા આવી. કેપ્ટન એલન બોર્ડર સાથે તેમની જોડી અદભુત સાબિત થઈ. તેમના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાએ 1987માં ODI વર્લ્ડ કપ જીત, 1989માં ઇંગ્લેન્ડ સામે એશિઝ શ્રેણી જીત, 1995માં વેસ્ટ ઈન્ડિઝને તેમની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું. વળી તેમની કોચિંગ હેઠળ જ સ્ટીવ વો, શેન વોર્ન અને ગ્લેન મેકગ્રા જેવા મહાન ખેલાડીઓ ઉભરી આવ્યા.
બોબ સિમ્પસનની મહાન કારકિર્દીને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવી.
- 1965માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદગી
- ICC હોલ ઓફ ફેમમાં સ્થાન
- ઓસ્ટ્રેલિયન ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સમાવેશ
આ પણ વાંચો : 'ધોનીએ બહાર કર્યા પછી નિવૃત્તિનો હતો વિચાર પણ..!' Virender Sehwag નું ચોંકાવનારું નિવેદન


