IND vs AUS : હવે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની જીત પાક્કી!
- જસપ્રીત બુમરાહ ત્રીજી ટેસ્ટ માટે ફિટ, ભારતીય ટીમ માટે રાહત
- બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 1-1: બ્રિસ્બેન ટેસ્ટ માટે મજબૂત તૈયારી
- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા જીત જરૂરી
- બુમરાહની વાપસી, બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતને મજબૂત બનાવશે
Jasprit Bumrah : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 2 ટેસ્ટ મેચો પૂરી થઈ છે, અને ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાવાની છે. આ શ્રેણી 5 ટેસ્ટ મેચની છે અને હાલ 1-1થી બરાબરી પર છે. પ્રથમ ટેસ્ટમાં ભારતે પર્થ ખાતે 295 રનથી વિજય હાંસલ કર્યો હતો, જ્યારે યજમાન ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટમાં 10 વિકેટથી જીત સાથે શ્રેણીમાં વાપસી કરી હતી.
જસપ્રીત બુમરાહની હાજરી ભારત માટે મહત્વપૂર્ણ
ત્રીજી ટેસ્ટ માટે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની હાજરીને લઈને બધાને ઊત્સુકતા હતી. એડિલેડ ટેસ્ટ દરમિયાન બુમરાહના હેમસ્ટ્રિંગની ઈજાના અહેવાલ હતા, જેના કારણે ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. તાજેતરના સમાચાર અનુસાર, બુમરાહ ત્રીજી ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે ફિટ છે અને તેણે નેટ્સમાં ઘણા ઓવરો બોલિંગ કરીને પોતાની તંદુરસ્તી સાબિત પણ કરી છે. પ્રથમ ટેસ્ટમાં બુમરાહે કૅપ્ટનશીપ પણ કરી હતી, કારણ કે રોહિત શર્મા ઉપલબ્ધ નહોતા. આ મેચમાં બુમરાહને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો હતો. અત્યાર સુધીની 2 ટેસ્ટ મેચોમાં બુમરાહે 12 વિકેટ મેળવી છે અને તેઓ શ્રેણીના ટોચના વિકેટ ટેકર છે. બ્રિસ્બેનની પીચ બોલરો માટે અનુકૂળ હોવાથી, બુમરાહની હાજરી ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
Jasprit Bumrah started off with a couple of leg-breaks alongside R Ashwin but he’s now running in hot & bowling at full tilt, being an absolute handful to KL Rahul & Yashasvi Jaiswal #AusvInd pic.twitter.com/3IRzE0QXbm
— Bharat Sundaresan (@beastieboy07) December 12, 2024
બેટ્સમેનથી સારા પ્રદર્શનની અપેક્ષા
એડિલેડ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું, જેમાં સુધારો લાવવા માટે ટીમને બ્રિસ્બેનમાં શ્રેષ્ઠ રમત દેખાડવી પડશે. ટોચના બેટ્સમેનથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે. આ શ્રેણી ભારતીય ટીમ માટે ખાસ કરીને મહત્વની છે કારણ કે તે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ભારતનો ક્રમ ખસીને ત્રીજો થઇ ગયો છે. વર્તમાન સ્થિતિમાં, જો ભારત ચેમ્પિયનશિપની ફાઇનલમાં સતત ત્રીજીવાર પહોંચવા ઈચ્છે છે, તો બાકીની ત્રણ ટેસ્ટ મેચોમાં વિજય હાંસલ કરવો અનિવાર્ય છે.
બ્રિસ્બેન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની આશાઓ
જસપ્રીત બુમરાહની ફિટનેસ અને બ્રિસ્બેનની પિચની પરિસ્થિતિઓ ભારત માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. ભારતીય બોલિંગ લાઇન-અપથી શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા છે, કારણ કે બ્રિસ્બેનની પિચ પર ઝડપી બોલરો માટે ખાસ મદદ હોય છે. બુમરાહે આ શ્રેણીમાં 11.25ની એવરેજથી 12 વિકેટ લીધી છે, જે તેમના શાનદાર પ્રદર્શનનો દાખલો છે. આ સાથે, બ્રિસ્બેન ટેસ્ટ ભારતીય બેટ્સમેન માટે પણ મોટા પડકાર સમાન છે, જ્યાં તેઓએ પોતાના પ્રદર્શનથી ટીમને મજબૂતી આપવી પડશે. બ્રિસ્બેન ટેસ્ટ માત્ર શ્રેણી માટે જ નહીં, પણ ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આશાઓ માટે પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: ઓલિમ્પિકમાં થશે ક્રિકેટની વાપસી, ICC અધ્યક્ષ જય શાહ એક્શનમાં!


