Boxing Day Test : પહેલા જ દિવસે વિવાદ! કોહલીએ ઓસ્ટ્રેલિયન બેટરને મારી ટક્કર, Video
- કોહલી અને કોન્સ્ટાસ વચ્ચે ટક્કર
- Boxing Day Test: કોહલી-કોન્સ્ટાસ વચ્ચે વિવાદ
- સેમ કોન્સ્ટાસે અડધી સદી પૂરી કરી, કોહલી સાથે અથડાયા
- કોહલી-કોન્સ્ટાસ ટક્કર: મેદાન પર શાંતિ લાવવાનો પ્રયાસ
- MCG પર ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં કોહલી અને કોન્સ્ટાસ વચ્ચે heated વાતચીત
- વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટાસ વચ્ચે ટક્કર
- બોક્સિંગ ડે ટેસ્ટ: કોહલી અને કોન્સ્ટાસ વચ્ચે વિવાદ
Boxing Day Test : ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ આજે 26 ડિસેમ્બરે ગુરુવારથી મેલબોર્નના ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર શરૂ થઈ છે. આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સેમ કોન્સ્ટાસ અને ઉસ્માન ખ્વાજાએ ટીમને મજબૂત શરૂઆત અપવી હતી. કોન્સ્ટાસે 60 રનની ઇનિંગ રમી, જ્યારે ખ્વાજા 57 રનમાં આઉટ થયો. 3 મેચ બાદ શ્રેણી 1-1થી બરાબર છે, જેમાં ભારતે પહેલી મેચ જીતી હતી, બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી, અને ત્રીજી મેચ ગાબામાં ડ્રો રહી હતી. જોકે ચોથી મેચની શરૂઆત રોમાંચથી ભરપૂર જોવા મળી રહી છે.
કોહલી અને કોન્સ્ટાસ વચ્ચે ટક્કર
બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રોમાંચક હોવાની અપેક્ષા હતી અને તાજેતરમાં આ જોવા પણ મળી રહ્યું છે. મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસના પહેલા સત્રમાં તેનો અંદાજો સૌ કોઇને આવી ગયો જ્યારે વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટર કોન્સ્ટાસ વચ્ચે ટક્કર થઇ હતી. જીહા, 19 વર્ષના સેમ કોન્સ્ટાસે તોફાની બેટિંગ કરીને પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. તે જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. વાસ્તવમાં 10મી ઓવર પછી ભારતીય ક્રિકેટના કિંગ કોહલી એક છેડેથી બીજા છેડે જઇ રહ્યા હતા ત્યારે સેમ કોન્સ્ટાસ પણ પોતાની ક્રિઝ બદલી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ટક્કર થઇ હતી. જેના કારણે વિવાદ ઉભો થયો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, કોહલીનો ખભો સેમ કોન્સ્ટાસ સાથે અથડાઈ રહ્યો છે. જે પછી બંને એકબીજાની સામે ગુસ્સેથી જુએ છે.
ખ્વાઝા અને એમ્પાયરે બંનેને કર્યા શાંત
મેદાનમાં જ્યારે સેમ કોન્સ્ટેસે વિરાટના ખભાને સ્પર્શ કર્યો ત્યારે કોન્સ્ટસે વિરાટને કંઇક કહ્યું. જોકે, બંને પિચની વચ્ચે હતા અને સ્ટમ્પ માઇક ઘણું દૂર હતું, જેના કારણે તેમા કશું જ સંભળાયું નહોતુ. રિપ્લેમાં વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટાસ વચ્ચેની ટક્કર થઇ ત્યાર પછી ગુસ્સેમાં જોવા મળતા બંને ખેલાડીઓને એમ્પાયરે આવીને શાંત કરાવ્યા હતા. દરમિયાન નોન-સ્ટાઇકર એન્ડ પર ઉભા રહેલા ઉસ્માન ખ્વાઝા પણ વચ્ચે પડ્યો હતો. ખ્વાઝા અને એમ્પાયરના બંનેને શાંત કરાવ્યા બાદ મેચ એકવાર ફરી શરૂ થઇ. જણાવી દઇએ કે, આ મેચમાં સેમ કોન્સ્ટાસે 52 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે 65 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો.
આ પણ વાંચો: ICC Ranking માં બુમરાહે રચ્યો ઈતિહાસ,અશ્વિનના 8 વર્ષ જૂના રેકોર્ડની કરી બરાબરી