Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!
- યુઝવેન્દ્ર ચહલએ ટીમ ઈન્ડિયાના સ્થાન ન મળતા તોડ્યું મૌન
- ચહલએ કુલદીપને લઈ કહી આ મટી વાત
- કુલદીપ મેદાનની બહાર ખૂબ જ સારા મિત્ર છે
Team india: ટીમ ઈન્ડિયાના (Team india)સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. એક સમય હતો જ્યારે ટીમ ઈન્ડિયામાં ચહલ અને કુલદીપ યાદવની (kuldeep yadav)જોડીનો જાદુ જોવા મળતો હતો. આ જોડી 'કુલ-ચા' તરીકે જાણીતી હતી.
કુલદીપ યાદવ અંગે પોતાનું મૌન તોડ્યું
કુલદીપ યાદવ હજુ પણ ટીમ ઈન્ડિયા માટે રમે છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર બોલિંગ કરતો જોવા મળ્યો હતો, પરંતુ ચહલે ભારતીય ટીમ માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2023 માં રમી હતી. પરંતુ હવે આ બંને ખેલાડીઓ IPL 2025 માં રમતા જોવા મળશે. હવે યુઝવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળવા અને કુલદીપ યાદવ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
Yuzvendra Chahal hails Kuldeep Yadav as the No.1 wrist spinner in the World 🔥
"I have loved bowling with Kuldeep. We enjoy great bonding on and off the field."
The legspinner had more to say ⏬https://t.co/LhiSYAsFhS
— Cricket.com (@weRcricket) March 16, 2025
આ પણ વાંચો-Virat Kohli: વિરાટ કોહલીએ નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો, કહ્યું...
કુલદીપ યાદવ વિશે ચહલે શું કહ્યું?
મીડિયા રિપોર્ટ મુજબ યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે “મને કુલદીપ સાથે બોલિંગ કરવાનું ખૂબ ગમે છે. અમારા બંને વચ્ચે મેદાન પર અને મેદાનની બહાર ખૂબ જ સારી મિત્રતા છે. તે જોઈ પણ શકાય છે. તેની સાથે બોલિંગ કરવાની મજા આવી કારણ કે અમારી બોલિંગ પ્રત્યેની પદ્ધતિ સમાન છે.
Hamesha Khushi, Kabhi Nahi Gham ft. Yuzi bhai!🎨♥️#SherSquad, wishing you a colourful Holi! ✨#YuzendraChahal #HappyHoli #PunjabKings #IPL2025 pic.twitter.com/esdm1qvVJW
— Yuzvendra Chahal (@yuzi_chahal) March 14, 2025
આ પણ વાંચો -Virat Kohli બોર્ડના નિયમથી નથી ખુશ? નામ લીધા વિના કરી મોટી વાત
ટીમમાં વાપસી અંગે ચહલે શું કહ્યું?
ટીમ ઈન્ડિયામાં પોતાની વાપસી અંગે યુઝવેન્દ્ર ચહલે કહ્યું, "હું એવી બાબતો વિશે વિચારતો નથી જે મારા હાથમાં નથી." યુઝવેન્દ્ર ચહલ 2024 ના T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ હતો, પરંતુ તેને ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી.
આ પણ વાંચો -Hockey Players wedding: આ 2 ખેલાડી બની રહ્યા છે લાઈફ પાર્ટનર, આ તારીખે થશે લગ્ન
પંજાબ કિંગ્સ તરફથી રમશે ચહલ
યુઝવેન્દ્ર ચહલ IPL 2025 માં પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. ચહલને IPL 2025 મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ IPL 2024 માં, ચહલ રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો.


