Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Champions Trophy 2025 : વિવાદો વચ્ચે PCBનો મોટો નિર્ણય!

ચેમ્પિયન્સ ટ્રોફી 2025: વિવાદો વચ્ચે PCBનો મોટો નિર્ણય! પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ શરૂ, ભારતની ગેરહાજરીનો ભારે ખળભળાટ ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ભારતનો ઇનકાર, PCBની ચિંતા વધી Champions Trophy 2025 : 2025 માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) રમાવાની છે જેને...
champions trophy 2025   વિવાદો વચ્ચે pcbનો મોટો નિર્ણય
Advertisement
  • ચેમ્પિયન્સ ટ્રોફી 2025: વિવાદો વચ્ચે PCBનો મોટો નિર્ણય!
  • પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ શરૂ, ભારતની ગેરહાજરીનો ભારે ખળભળાટ
  • ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ભારતનો ઇનકાર, PCBની ચિંતા વધી

Champions Trophy 2025 : 2025 માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) રમાવાની છે જેને લઇને આજે પણ વિવાદ યથાવત છે. વિવાદોના વંટોળ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) ને લઈને મોટી જાહેરાત કરી છે.

ટ્રોફી પ્રવાસનો પ્રારંભ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ના અંતિમ કાર્યક્રમની જાહેરાત હજુ બાકી છે, પરંતુ ટ્રોફી પ્રવાસનો પ્રારંભ કરતા PCBએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. PCBના જણાવ્યા મુજબ, આ ટ્રોફી પ્રવાસ ઉત્તર પાકિસ્તાનના ઈસ્લામાબાદ શહેરથી શરૂ થશે અને દેશના મોટા શહેરોમાંથી પસાર થશે, જ્યાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો યોજાવાની છે.

Advertisement

ભારતનો પાકિસ્તાન પ્રવાસનો ઇનકાર

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા પાકિસ્તાન પ્રવાસનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ભારતના આ નિર્ણયને પગલે ICCએ PCBને ટૂર્નામેન્ટ માટે વૈકલ્પિક વિકલ્પો આપવાના આદેશ આપ્યા હતા, જેમાં 'હાઇબ્રિડ મોડલ'નો વિચાર પણ સામેલ છે. આ મોડલ હેઠળ, કેટલીક મેચો ન્યૂટ્રલ જગ્યાઓ પર રાખીને ટૂર્નામેન્ટ પૂર્ણ કરવાનો વિચાર થયો હતો. PCB અને ICC વચ્ચેની ચર્ચાઓ દરમિયાન, આ મોડલને લઈને PCBએ હજુ સુધી સ્પષ્ટતા આપવાની બાકી છે.

Advertisement

ટ્રોફી પ્રવાસનો હેતુ

ટ્રોફીનો પ્રવાસ અને હેતુ વિશે PCBના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યુ કે, 16 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ટ્રોફી પ્રવાસના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે, જે દેશભરમાં ક્રિકેટના ચાહકોમાં ઉત્સાહ પેદા કરશે. આ પ્રવાસની શરૂઆત ઈસ્લામાબાદથી થઈને અન્ય મોટા શહેરો તરફ આગળ વધશે, જેમાં લાહોર, કરાચી અને અન્ય શહેરો સામેલ છે. ICC અધિકારીઓ દ્વારા ટ્રોફીને દુબઈથી ઈસ્લામાબાદ લાવવામાં આવી છે.

PCB ચિંતામાં

ભારતીય ટીમનો ઇનકાર અને ખળભળાટ ભારે વિવાદને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ચિંતા વધી છે. BCCIએ આ વર્ષે સ્પષ્ટ કર્યું કે તેઓ પાકિસ્તાનમાં રમવા માટે તૈયાર નથી, જેનાથી PCBની તૈયારીઓમાં અડચણ આવી છે. ભારતના આ નિર્ણય પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો.

આ પણ વાંચો:  ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવી ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી!

Tags :
Advertisement

.

×