Champions Trophy:ઓસ્ટ્રેલિયા ટીમ જાહેર, આ ખેલાડીને મળી કેપ્ટનશીપ
- ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા ટીમ જાહેર
- ટીમમાં આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓની એન્ટ્રી
- જેક ફ્રેઝર-મેકગર્કને સ્થાન મળ્યું નહીં
Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025)માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઈનિસ જેવા દિગ્ગજ ખેલાડીઓનો(Australia announce squad) સમાવેશ થાય છે. એવું લાગતું હતું કે ટીમના કેપ્ટન પેટ કમિન્સની ઈજા ગંભીર હતી, પરંતુ આ ટીમની જાહેરાત સાથે, આ અંગેની શંકાનો અંત આવ્યો છે. જોકે, ટીમ તરફથી તેમની ઈજા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
જેક ફ્રેઝર-મેકગર્કને સ્થાન મળ્યું નહીં
ઉલ્લેખનીય છે કે, ઓપનર જેક ફ્રેઝર-મેકગર્કને ઓસ્ટ્રેલિયા ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ ઓપનિંગ બેટ્સમેનએ 2024 માં ODI ડેબ્યૂ કર્યું હતું પરંતુ તે અત્યાર સુધી આ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી. તેણે પાંચ વનડેમાં17.40 ની સરેરાશથી માત્ર 87 રન બનાવ્યા છે. આ જ કારણ છે કે પસંદગીકારોએ તેને ટીમમાંથી બહાર કરી દીધો છે. આ ટુર્નામેન્ટ માટે, મેટ શોર્ટ અને એરોન હાર્ડીને પહેલીવાર સિનિયર ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. નાથન એલિસનો પણ ODI ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 2023 માં ODI વર્લ્ડ કપ જીતનાર ટીમમાં આ ફક્ત ત્રણ ફેરફારો કરવામાં આવ્યા છે.
AUSTRALIA SQUAD FOR CHAMPIONS TROPHY 2025 🏆
Cummins (C), Carey, Ellis, Hardie, Hazlewood, Head, Inglis, Labuschagne, Marsh, Maxwell, Short, Smith, Starc, Stoinis, Zampa. pic.twitter.com/OPgYBA7qtY
— Johns. (@CricCrazyJohns) January 13, 2025
આ પણ વાંચો - IPL 2025: પંજાબ કિંગ્સના નવા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરને સોંપાઈ કમાન
પસંદગી પર જ્યોર્જ બેઇલીએ શું કહ્યું?
આ ટીમની પસંદગી અંગે મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ કહ્યું, 'આ એક સંતુલિત અને અનુભવી ટીમ છે, જેના મુખ્ય ખેલાડીઓ અગાઉના ODI વર્લ્ડ કપ, વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી, ગયા વર્ષના યુકે પ્રવાસ અને તાજેતરની પાકિસ્તાન હોમ શ્રેણીમાં સામેલ રહ્યા છે.
View this post on Instagram
આ પણ વાંચો - IPL 2025 Date Announced: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન અંગે મોટો ખુલાસો થયો
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ , આદમ ઝામ્પા.
ઓસ્ટ્રેલિયાનો ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ
- 25 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી.
- 28 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર.
- 4 માર્ચ: સેમિફાઇનલ 1 , દુબઈ.
- 5 માર્ચ: સેમિફાઇનલ 2 , લાહોર.
- 9 માર્ચ: ફાઇનલ, લાહોર અથવા દુબઈ.


