Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Cricketer Birthday : ટીમ ઈન્ડિયાના 5 સ્ટાર ખેલાડીઓનો આજે છે જન્મદિવસ, જાણો તેમના વિશે

ટીમ ઇન્ડિયા માટે આજનો દિવસ ખાસ છે, કારણ કે એક જ દિવસે 5 સ્ટાર ક્રિકેટરો પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, શ્રેયસ ઐયર, કરુણ નાયર અને આરપી સિંહ જેવા ખેલાડીઓએ ભારતીય ક્રિકેટમાં પોતાની અનોખી છાપ છોડી છે. તેમની સિદ્ધિઓ અને યોગદાન તેમને ખાસ બનાવે છે.
cricketer birthday   ટીમ ઈન્ડિયાના 5 સ્ટાર ખેલાડીઓનો આજે છે જન્મદિવસ  જાણો તેમના વિશે
Advertisement
  • એક જ દિવસે 5 ભારતીય ક્રિકેટરોનો જન્મદિવસ (Birthday)
  • જાડેજાથી બુમરાહ સુધી, આજે 5 સ્ટાર્સનો જન્મદિવસ
  • ટીમ ઇન્ડિયાના 5 હીરોને આજે જન્મદિવસની શુભેચ્છા
  • જસપ્રીત, જાડેજા, ઐયર, નાયર અને આરપી સિંહનો આજે જન્મદિવસ

Cricketer Birthday : ભારતીય ક્રિકેટ ટીમ માટે આજની તારીખ કોઈ તહેવારથી ઓછી નથી. આ એક અનોખો સંયોગ છે, જ્યારે ટીમ ઇન્ડિયાના 5 અસાધારણ ખેલાડીઓ એક જ દિવસે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ 5 સ્ટાર્સમાં વર્તમાન સમયના મહાન ઓલરાઉન્ડર, વિશ્વના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર, મિડલ ઓર્ડરના ભરોસાપાત્ર બેટ્સમેન, ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર હીરો અને એક ભૂતપૂર્વ પસંદગીકારનો સમાવેશ થાય છે.

આ 5 ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, શ્રેયસ ઐયર, કરુણ નાયર અને આરપી સિંહ નો સમાવેશ થાય છે. ચાલો, આ પાંચેય ખેલાડીઓના જીવન અને તેમની કારકિર્દીની સિદ્ધિઓ પર એક વિસ્તૃત નજર કરીએ.

Advertisement

Advertisement

રવિન્દ્ર જાડેજા : 'સર' જાડેજાનો અનોખો રેકોર્ડ (37મો જન્મદિવસ)

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો આજે (6 ડિસેમ્બર) 37મો જન્મદિવસ છે. 1988 માં સૌરાષ્ટ્રમાં જન્મેલા જાડેજાએ 2009 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેઓ આજે પણ ટીમ ઇન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં અભિન્ન અંગ રહ્યા છે. જણાવી દઇએ કે, જાડેજાએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે 4,000+ ટેસ્ટ રન અને 300+ વિકેટ નો ડબલ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ સિદ્ધિ માત્ર ઇયાન બોથમ, કપિલ દેવ અને ડેનિયલ વેટોરી જેવા મહાન ખેલાડીઓએ જ મેળવી હતી. તેમણે 206 વનડેમાં 2,862 રન અને 231 વિકેટ ઝડપી છે (શ્રેષ્ઠ 5/33). ટેસ્ટમાં 89 મેચમાં 4,095 રન અને 348 વિકેટ (શ્રેષ્ઠ 7/42) તેમના નામે છે. ભલે તેમણે 2024 T20 વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લીધી હોય, પરંતુ તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

જસપ્રીત બુમરાહ : યોર્કર કિંગ અને હેટ્રિક હીરો (32મો Birthday)

જમણા હાથના આ ઝડપી બોલરનો જન્મ અમદાવાદમાં 1993 માં થયો અને આજે તેઓ 32 વર્ષનો થયો છે. જસપ્રીત બુમરાહ આજે માત્ર ભારતીય ટીમનો જ નહીં, પરંતુ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર ગણાય છે. જણાવી દઇએ કે, બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે 89 ODI માં 149, 80 T20 માં 99 અને 52 ટેસ્ટ મેચમાં 19.79 ની પ્રભાવશાળી સરેરાશથી 149 વિકેટ લીધી છે. વળી સપ્ટેમ્બર 2019 માં, વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં તેમણે હેટ્રિક લીધી હતી. તેઓ હરભજન સિંહ અને ઇરફાન પઠાણ પછી ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં હેટ્રિક લેનાર ત્રીજા ભારતીય બોલર બન્યા હતા. તેઓ હાલમાં દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં રમવા જઈ રહ્યા છે.

શ્રેયસ ઐયર : મિડલ-ઓર્ડરના આધારસ્તંભ (31મો જન્મદિવસ)

મુંબઈનો આ બેટ્સમેન આજે 31 વર્ષના થયા છે. શ્રેયસ ઐયર તેની આક્રમક બેટિંગ અને ભરોસાપાત્ર મિડલ-ઓર્ડર પ્રદર્શન માટે જાણીતા છે. તેમણે 73 ODI માં 47.81 ની ઉત્તમ એવરેજથી 2,917 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે. T20 માં પણ તેમની એવરેજ 30.66 ની રહી છે. બીજી તરફ ટેસ્ટમાં તેમણે 14 ટેસ્ટ મેચમાં 36.86 ની એવરેજથી 811 રન બનાવ્યા છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ODI શ્રેણી દરમિયાન સિડનીમાં કેચ લેતી વખતે તે ઘાયલ થયા હતા અને હાલમાં રિહેબ હેઠળ છે, જે ટીમ ઇન્ડિયામાં તેમના કમબેક માટે મહત્વપૂર્ણ છે.

કરુણ નાયર : એક જાદુઈ ઇનિંગ્સનો ખેલાડી (34મો જન્મદિવસ)

જોધપુરમાં જન્મેલા અને કર્ણાટકના આ બેટ્સમેનને ભારતીય ક્રિકેટમાં બહુ ઓછી તક મળી છે, પરંતુ તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક યાદગાર સિદ્ધિ સાથે કરી હતી. તેઓ વીરેન્દ્ર સેહવાગ પછી ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી (300+ રન) ફટકારનાર માત્ર બીજા ભારતીય ક્રિકેટર છે. તેમણે પોતાની કારકિર્દીની માત્ર ત્રીજી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. જો તેમની કારકિર્દીની વાત કરીએ તો તેમણે 10 ટેસ્ટમાં 43.15 ની એવરેજથી 579 રન નોંધાવ્યા છે. જોકે, તાજેતરના ઇંગ્લેન્ડ પ્રવાસમાં તે અસરકારક સાબિત થઈ શક્યા ન હોતા, જે તેમની કારકિર્દી માટે નિરાશાજનક રહ્યું હતું.

આરપી સિંહ : ભૂતપૂર્વ સ્ટાર અને વર્તમાન પસંદગીકાર (40મો જન્મદિવસ)

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં જન્મેલા આ ઝડપી બોલર આજે 40 વર્ષના થયા છે. આરપી સિંહ તેમની કારકિર્દીની શરૂઆતમાં ધમાકેદાર પ્રદર્શન માટે જાણીતા છે. તેમણે 2006 માં પાકિસ્તાન સામે ફૈસલાબાદ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને તેમને પહેલી જ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. 2007 માં પ્રથમ T20 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે 14 ટેસ્ટમાં 40 વિકેટ (શ્રેષ્ઠ 5/59), 58 ODI માં 69 વિકેટ અને 10 T20 માં 15 વિકેટ લીધી હતી. તેમણે સપ્ટેમ્બર 2018 માં નિવૃત્તિ જાહેર કરી હતી. હવે તેઓ કોમેન્ટેટર તરીકે જાણીતા છે અને તાજેતરમાં તેઓ ભારતીય ટીમ માટે પસંદગીકાર તરીકેની ભૂમિકા પણ ભજવી રહ્યા છે.

આ પણ વાંચો :   મેદાનમાં પગ છૂનાર ફેન માટે વિરાટ કોહલીનો મોટો નિર્ણય, પોલીસને કોલ કરીને શું કહ્યું?

Tags :
Advertisement

.

×