CT2025: સેમીફાઈનલમાં જીત બાદ કેએલ રાહુલ થયો ઈમોશનલ, કહ્યું- ‘હું બીજું શું...'
- કેએલ રાહુલે 42 રનની શાનદાર ઈનિંગ
- કેએલ રાહુલ સતત સારું પ્રદર્શન
- વારંવાર બદલાઈ રહ્યો છે રાહુલનો બેટિંગ ક્રમ
CT2025:ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં કેએલ રાહુલે (KL rahul) 42 રનની શાનદાર ઈનિંગ રમીને મેચનો અંત કર્યો. ટીમ ઈન્ડિયા હવે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ તેમ છતાં પ્લેઈંગ 11માં તેના સ્થાન અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. જેના વિશે રાહુલે હવે ખુલીને વાત કરી છે.
વારંવાર બદલાઈ રહ્યો છે રાહુલનો બેટિંગ ક્રમ
શાનદાર ફોર્મમાં રહેલા કેએલ રાહુલે વનડે ફોર્મેટમાં નંબર 1 થી નંબર 6 સુધી બેટિંગ કરી છે. સેમીફાઈનલ મેચ પછી એક ઈન્ટરવ્યુમાં, કેએલ રાહુલે કહ્યું કે 'ટીમ ઈન્ડિયા માટે હું ખરેખર બીજું શું કરી શકું? હું ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચોમાં ઓપનિંગ કરી રહ્યો હતો અને તમે જાણો છો કે તે બોલનો સામનો કરવો કેટલો મુશ્કેલ છે. ત્યાંથી આવવું અને મધ્યમ ક્રમમાં બેટિંગ કરવી થોડી અલગ છે, પણ મને કોઈ ફરિયાદ નથી.હું છેલ્લા 4-5 વર્ષથી આ રીતે વ્હાઈટ બોલનું ક્રિકેટ રમી રહ્યો છું. મને બેટિંગ ઓર્ડર ઉપર અને નીચે ખસેડવાની આદત છે. મને જ્યાં પણ રમવાનું કહેવામાં આવે છે ત્યાં રમવામાં મને ખુશી થાય છે અને તેનાથી મને મારી રમતને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી છે.
KL Rahul in ICC Tournaments:
In ODI WC - 813 runs, 58.07 average.
In CT - 106 runs, 106 average.
In Asia Cup - 229 runs, 76.3 average.
In T20 WC - 322 runs, 32.3 average.- KL RAHUL, WHAT A PLAYER FOR INDIA. 🫡⭐ pic.twitter.com/dRZC3sdJAt
— Tanuj Singh (@ImTanujSingh) March 5, 2025
આ પણ વાંચો -ICC ODI Rankings: Virat Kohli ને ICC રેન્કિંગમાં થયો મોટો ફાયદો, રોહિત શર્માને થયું નુકસાન
કેએલ રાહુલે ટીમ માટે બધું જ કર્યું
કેએલ રાહુલે ટીમ ઈન્ડિયા માટે બેટ્સમેન તરીકે દરેક ભૂમિકા ભજવી છે. જેના વિશે વાત કરતાં તેને પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું કે 'છેલ્લા એક વર્ષમાં, તેનાથી મને મારી બાઉન્ડ્રી હિટિંગ કુશળતા સુધારવામાં પણ મદદ મળી છે. 2020થી, હું નંબર 5 પર બેટિંગ કરી રહ્યો છું. લોકો ભૂલી જાય છે કે હું અહીં રમી રહ્યો છું. જ્યારે પણ હું કોઈ સિરીઝમાં સારું પ્રદર્શન કરું છું અને ODI ક્રિકેટમાંથી બ્રેક લઉં છું, ત્યારે આગામી સિરીઝ આવે છે, ત્યારે 'તે પ્લેઈંગ ઈલેવનમાં ક્યાં રમશે?' જેવા સવાલો ઉભા થવા લાગે છે. ક્યારેક, હું ડ્રેસિંગ રૂમમાં બેઠો છું અને વિચારું છું, ‘હું બીજું શું કરી શકું?’ મને જ્યાં પણ રમવાનું કહેવામાં આવ્યું છે, મેં રમ્યું છે અને મને લાગે છે કે રોહિતે જે કહ્યું તે મુજબ મેં સારું પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો -ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટને કહ્યું અલવિદા
કેપ્ટન રોહિતે રાહુલને કર્યો સપોર્ટ
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ખરાબ સમયમાં કેએલ રાહુલનો સાથ આપ્યો છે. આ વિશે બોલતા રાહુલે કહ્યું કે 'રોહિતે મને સપોર્ટ કર્યો છે, હંમેશા મને સપોર્ટ કર્યો છે, અને કેપ્ટનનો તે વિશ્વાસ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.' મને બેટિંગ ખૂબ ગમે છે. 30 બોલ સુધી બેટિંગ કરવાની પણ મજા આવે છે. તેમાં પણ દબાણ છે - એક ખોટો શોટ અને તમે ટીમને નિરાશ કરી શકો છો.


