ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL માં તમાકુ-દારૂની જાહેરાતો પર પ્રતિબંધની ઉઠી માગ

IPL 2025 : 22 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા આરોગ્ય સેવા મહાનિર્દેશાલયે IPL અધ્યક્ષને પત્ર લખ્યો છે. જેમા તેમણે IPL દરમિયાન તમાકુ અને દારૂની જાહેરાત અને વેચાણ પર નિયંત્રણ રાખવાની અપીલ કરી છે.
01:43 PM Mar 10, 2025 IST | Hardik Shah
IPL 2025 : 22 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા આરોગ્ય સેવા મહાનિર્દેશાલયે IPL અધ્યક્ષને પત્ર લખ્યો છે. જેમા તેમણે IPL દરમિયાન તમાકુ અને દારૂની જાહેરાત અને વેચાણ પર નિયંત્રણ રાખવાની અપીલ કરી છે.
ban tobacco and alcohol advertisements in IPL

IPL 2025 : 22 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા આરોગ્ય સેવા મહાનિર્દેશાલયે IPL અધ્યક્ષને પત્ર લખ્યો છે. જેમા તેમણે IPL દરમિયાન તમાકુ અને દારૂની જાહેરાત અને વેચાણ પર નિયંત્રણ રાખવાની અપીલ કરી છે. પત્રમાં જાહેર આરોગ્ય પર થતી નકારાત્મક અસરોનો ઉલ્લેખ કરાયો છે. DGHS એ કહ્યું છે આવી જાહેરાતો ખાસ કરીને યુવાનોને આ હાનિકારક ઉત્પાદનો તરફ આકર્ષિત કરી શકે છે. આવી સ્થિતિમાં તેમના પ્રમોશન અને વેચાણને રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે.

સરોગેટ જાહેરાતો પર ખાસ ધ્યાન આપવા અપીલ

પત્રમાં લખવામાં આવ્યું છે કે, તમાકુ સંબંધિત મૃત્યુમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. IPLએ ભારતમાં સૌથી લોકપ્રિય રમતગમત કાર્યક્રમ છે જેથી તમાકુ અને આલ્કોહોલનો પ્રચાર ખોટો સંદેશ મોકલે છે. રમતગમત તંદુરસ્તી અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે પરંતુ તેનું બ્રાન્ડિંગ વ્યસન સાથે જોડાયેલું હોવાથી જાહેર આરોગ્ય પ્રત્યે વિરોધાભાસી સંકેતો મળે છે. IPLના આયોજકોને કેટલાંક પગલા સૂચવવામાં આવ્યા છે. DGHS એ પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, ઘણી કંપનીઓ સરોગેટ જાહેરાતનો આશરો લઈને પ્રતિબંધિત ઉત્પાદનોનો પ્રચાર કરી રહી છે. ઉદાહરણ તરીકે, દારૂ બનાવતી કંપનીઓ પીવાના પાણી, ગિફ્ટ પેક, મ્યુઝિક સીડી, ઇવેન્ટ સ્પોન્સરશિપ વગેરેના નામે જાહેરાતો કરી રહી છે જેનો યુવાનો પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે.

Update...

આ પણ વાંચો :  IPL 2025 ની ટિકિટોનું વેચાણ શરૂ, જાણો ક્યાંથી અને કેવી રીતે ખરીદી શકશો

Tags :
DGHSGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahIPLIPL 2025
Next Article