ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Doha Diamond league: 'ફેક જહાં તક ભલા જાય',Neeraj Chopra એ રચ્યો ઇતિહાસ

નીરજ ચોપરાએ ડાયમંડ લીગ રચ્યો ઇતિહાસ આખરે પાર કર્યો 90 મીટરનો બેરિયર વિશ્વ ચેમ્પિયનશિપ પર  નીરજની નજર  Doha Diamond League: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ દોહા ડાયમંડ (Doha Diamond League) લીગ 2025માં નિરજ ચોપરાએ (Neeraj Chopra ) વધુ...
11:53 PM May 16, 2025 IST | Hiren Dave
નીરજ ચોપરાએ ડાયમંડ લીગ રચ્યો ઇતિહાસ આખરે પાર કર્યો 90 મીટરનો બેરિયર વિશ્વ ચેમ્પિયનશિપ પર  નીરજની નજર  Doha Diamond League: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ દોહા ડાયમંડ (Doha Diamond League) લીગ 2025માં નિરજ ચોપરાએ (Neeraj Chopra ) વધુ...
Neeraj Chopra New Record

Doha Diamond League: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ દોહા ડાયમંડ (Doha Diamond League) લીગ 2025માં નિરજ ચોપરાએ (Neeraj Chopra ) વધુ એક રેકોર્ડ સર્જ્યો છે. આ સ્પર્ધામાં નીરજ ઉપરાંત તેના વતનનો જ કિશોર જૈના પણ પુરૂષોની જેવલિન થ્રો (Javelin Throw) સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. વર્તમાન વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાની નજર આ વર્ષના અંતમાં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ પર છે. જેના માટે તૈયારીની દ્રષ્ટિએ આ ઇવેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. #Neeraj Chopra

હાલમાં નીરજ નંબર વન પર છે

નીરજ ચોપરાનો પહેલો પ્રયાસ ઉત્તમ હતો અને તેણે 88.44 મીટરનો થ્રો કર્યો હતો. જ્યારે નીરજનો બીજો પ્રયાસ ફાઉલ હતો. નીરજનો ત્રીજો પ્રયાસ 90.23 મીટરનો હતો.નીરજે પોતાની કારકિર્દીમાં પહેલી વાર 90 મીટરનો અવરોધ પાર કર્યો છે.પહેલી વાર કોઈ ભારતીય ખેલાડીએ 90 મીટરની ઈનિંગ ક્રોસ કરી છે. એટલે કે નીરજે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં નીરજ નંબર વન પર છે.જ્યારે જુલિયન વેબર 89.6 મીટરના થ્રો સાથે બીજા સ્થાને છે.નીરજ ચોપરાને એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા), જેકબ વાડલેચ (ચેક રિપબ્લિક), જુલિયન વેબર અને મેક્સ ડેહનિંગ (બંને જર્મની), જુલિયસ યેગો (કેન્યા), રોડરિક ડીન (જાપાન) જેવા ખેલાડીઓ તરફથી પડકારોનો સામનો કરવો પડશે.

આ પણ  વાંચો -Rohit Sharma Stand: વાનખેડેમાં હિટમેનનું સ્ટેન્ડ, માતા-પિતાના હસ્તે થયું ઉદ્ઘાટન!

2023માં અહીં પ્રથમ સ્થાન મેળવ્યું હતું

પેરિસ ઓલિમ્પિક 2024 સુવર્ણ ચંદ્રક વિજેતા પાકિસ્તાનનો અરશદ નદીમ દોહા ડાયમંડ લીગમાં ભાગ લઈ રહ્યો નથી. અગાઉ નીરજ ચોપરાનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન 89.94 મીટર હતું. તેણે આ થ્રો વર્ષ 2022 માં સ્ટોકહોમ ડાયમંડ લીગમાં કર્યો હતો.નીરજ ચોપરાએ પહેલી વાર 2018માં દોહા ડાયમંડ લીગમાં ભાગ લીધો હતો અને ચોથા સ્થાને રહ્યો હતો. તેણે 2023માં અહીં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે 2024 માં તે બીજા સ્થાને રહ્યો હતો.

Tags :
content="Neeraj Chopradiamond-leagueDoha Diamond League 2025Doha Diamond League liveKishore Jenaneeraj chopra at doha diamond LeagueNeeraj Chopra Doha Diamond LeagueNeeraj Chopra in Doha Diamond leagueNeeraj Chopra Match Highlights
Next Article