DPL 2025: ચાલુ મેચમાં નીતિશ રાણા અને દિગ્વેશ રાઠી વચ્ચે ભારે બબાલ,જુઓ વીડિયો
DPL 2025 મેચમાં ખેલાડીઓ વચ્ચે થઇ ભારે બબાલ
ચાલુ મેચમાં ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી
પાંચ ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો
દિલ્હી પ્રીમિયર લીગ 2025 ના નોકઆઉટ મેચમાં શુક્રવારે વેસ્ટ દિલ્હી લાયન્સ અને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો થયો હતો. નીતિશ રાણાના નેતૃત્વ હેઠળની વેસ્ટ દિલ્હી લાયન્સે 7 વિકેટથી મેચ જીતી લીધી હતી. આ સાથે, DPLની બીજી સીઝનમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ હતી. ચાલુ મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ભારે બબાલ જોવા મળી હતી.
DPL 2025 મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે થઇ ભારે બબાલ
આ એલિમિનેટર મેચમાં ભારે હોબાળો થયો હતો, ચાલુ મેચ દરમિયાન નીતિશ રાણા અને દિગ્વેશ રાઠી મેદાનની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ, મામલો એટલો વધી ગયો કે અમ્પાયરે દખલગીરી કરવી પડી.આ હાઇ-સ્કોરિંગ મેચમાં એક નહીં પરંતુ બે વાર ઉગ્ર દલીલ થઈ હતી, ક્રિશ યાદવ, અમન ભારતી અને સુમિત માથુર વચ્ચે ઝઘડો થયો હતો. ખેલાડીઓને આ વર્તન માટે કડક સજા ફટકારવામાં આવી છે.
It’s all happening here! 🔥🏏
Nitish Rana | Digvesh Singh Rathi | West Delhi Lions | South Delhi Superstarz | #DPL #DPL2025 #AdaniDPL2025 #Delhi pic.twitter.com/OfDZQGhOlr
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 29, 2025
DPL 2025 મેચમાં બબાલ કરતા પાંચ ખેલાડીઓ સામે દંડની કાર્યવાહી કરાઇ
નોંધનીય છે કે દિગ્વેશ રાઠીને રમતના નિયમ વિરુદ્ધ વર્તન કરવા બદસ કલમ 2.2 (લેવલ 2) હેઠળ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના 80 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નીતિશ રાણાને કલમ 2.6 (લેવલ 1) હેઠળ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચ દરમિયાન અશ્લીલ, અપમાનજનક શબ્દોનો પ્રયોજન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મેચ દરમિયાન અશ્લીલતાનો ઉપયોગ કરવા બદલ અમન ભારતીને મેચ ફીના 30% દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે સુમિત માથુરને કલમ 2.5 (લેવલ 1) હેઠળ મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત મ ક્રિશ યાદવને કલમ 2.3 (લેવલ 2) હેઠળ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 14 વર્ષીય ક્રિકેટર Vaibhav Suryavanshi PKL 2025 ના ઉદ્ઘાટનમાં છવાઈ ગયો


