Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ENG vs IND : ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું, ડકેટની શાનદાર સદી

ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું ડકેટ અને ક્રાઉલી બાદ રૂટની શાનદાર ઇનિંગ સીરિઝમાં યજમાન ટીમ હવે 1-0થી આગળ ENG vs IND : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝના પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 5...
eng vs ind   ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું  ડકેટની શાનદાર સદી
Advertisement
  • ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું
  • ડકેટ અને ક્રાઉલી બાદ રૂટની શાનદાર ઇનિંગ
  • સીરિઝમાં યજમાન ટીમ હવે 1-0થી આગળ

ENG vs IND : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝના પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 5 વિકેટથી હરાવ્યું છે. ભારતના 371 રનના ટાર્ગેટને (Team India)ઇંગ્લેન્ડે બેન ડકેટ અને ક્રાઉલી બાદ રૂટની શાનદાર ઇનિંગના દમ પર સરળતાથી ચેજ કરી લીધો. બુમરાહ, સિરાજ અને જાડેજા જેવા દિગ્ગજોથી સજેલી બોલિંગ સંપૂર્ણ મુકાબલામાં વિકેટ માટે તરસતી રહી. અંતે 5 મેચોની સીરિઝમાં યજમાન ટીમ હવે 1-0થી આગળ છે.

પહેલી ઈનિંગ ભારતીય ખેલાડીઓએ ફટકારી 3 સદી

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ભારતે પહેલી ઈનિંગમાં 471 રન બનાવ્યા. આ દરમિયાન ભારત તરફથી ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી. યશસ્વી જયસ્વાલે 101, શુભમન ગિલે 147 અને રિષભ પંતે 134 રન બનાવ્યા. તેમના સિવાય કેએલ રાહુલે 42 અને રવિન્દ્ર જાડેજાએ 11 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ તરફથી જોશ ટોંગે 4 વિકેટ, સ્ટોક્સે 4 વિકેટ, બ્રાઈડન કાર્સે 1 વિકેટ અને શોએબ બશીરે 1 વિકેટ લીધી.

Advertisement

Advertisement

ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 465 રન બનાવ્યા

ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં ઓલ આઉટ થયા બાદ 465 રન બનાવ્યા હતા. ભારતને પહેલી ઈનિંગના આધારે 6 રનની લીડ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી ઓલી પોપે સદી ફટકારી હતી. ઓલી પોપે 106, હેરી બ્રુકે 99, બેન ડકેટે 62, જેમી સ્મિથે 40, ક્રિસ વોક્સે 38 અને જો રૂટે 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહએ 5 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી.

આ પણ  વાંચો -Ben Duckettએ મચાવી ધૂમ, હેડિંગ્લીમાં ઈંગ્લિશ ઓપનરે હાંસલ કરી આ સિદ્ધિ

ભારતે બીજી ઈનિંગમાં 364 રન બનાવ્યા

ભારતે બીજી ઈનિંગમાં 364 રન બનાવ્યા. આ દરમિયાન કેએલ રાહુલ અને રિષભ પંતે સદી ફટકારી. કેએલ રાહુલે 137 અને પંતે 118 રન બનાવ્યા. રિષભ પંતે બંને ઈનિંગમાં સદી ફટકારી. તેના સિવાય સાઈ સુદર્શને 30, કરુણ નાયરે 20 અને રવિન્દ્ર જાડેજાએ 25 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ તરફથી બ્રાઈડન કાર્સે 3 વિકેટ, જોશ ટંગે 3, શોએબ બશીરે 2, ક્રિસ વોક્સે 1 અને સ્ટોક્સે 1 વિકેટ લીધી.

આ પણ  વાંચો -KL Rahulએ હેડિંગ્લેમાં મચાવી ધૂમ, સદી ફટકારીને તોડ્યા અનેક રેકોર્ડ

ઈંગ્લેન્ડે 5 વિકેટથી જીતી મેચ

371 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. આ જીત સાથે ઈંગ્લેન્ડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે 149 રન બનાવીને મેચને પોતાના પક્ષમાં કરી દીધી હતી. જેક ક્રાઉલીએ 65 અને બેન સ્ટોક્સે 33 રન બનાવ્યા. જો રૂટે એક છેડો પકડી રાખ્યો હતો અને અડધી સદી ફટકારી હતી. રૂટે અણનમ 53 અને જેમી સ્મિથે અણનમ 44 રન બનાવ્યા.

Tags :
Advertisement

.

×