જયસ્વાલની તોફાની બેટિંગ સામે ઈંગ્લેન્ડ કેપ્ટન ઓલી પોપ ડરી ગયો! ભય છુપાવવા અમ્પાયરને કહ્યું જૂઠું
- ઓવલના મેદાન પર રોમાંચક ટેસ્ટ
- ઓવલ ટેસ્ટમાં ભારતે મેળવી લીડ
- જયસ્વાલની ધમાકેદાર બેટિંગ
- ઓલી પોપનો વિવાદાસ્પદ મજાક
- નબળા પ્રકાશે અટકાવી રમત
Yashasvi Jaiswal Batting : લંડનના પ્રખ્યાત ‘ધ ઓવલ’ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી Tendulkar-Anderson Trophy ની પાંચમી ટેસ્ટ મેચ રોમાંચક બની ગઈ છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 224 રન બનાવ્યા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 247 રનની સાથે 23 રનની નાનકડી લીડ મેળવીને ઓલઆઉટ થઈ ગઈ. બીજા દિવસની રમતના અંતે ભારતે બીજી ઇનિંગમાં 2 વિકેટે 75 રન બનાવી લીધા, જેનાથી તેઓ 52 રનની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે.
નબળા પ્રકાશને કારણે રમત અટકી
શુક્રવારે, 1 ઓગસ્ટના રોજ, બીજા દિવસની રમત નબળા પ્રકાશને કારણે રોકવામાં આવી. રમતના અંતની 15 મિનિટ પહેલાં ઈંગ્લિશ કેપ્ટન ઓલી પોપ અને અમ્પાયર કુમાર ધર્મસેના વચ્ચે ચર્ચા થઈ. નબળા પ્રકાશને ધ્યાનમાં રાખીને અમ્પાયર્સે લાઇટ મીટરનો ઉપયોગ કર્યો અને ઈંગ્લેન્ડને ફક્ત સ્પિન બોલિંગનો વિકલ્પ આપ્યો. જોકે, ઓલી પોપે સ્પિનરોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. સમય ઓવરટાઇમનો હોવાથી, અમ્પાયર્સે રમતને અટકાવી દીધી અને સ્ટમ્પ જાહેર કરી દીધા.
ઓલી પોપનું વિવાદાસ્પદ નિવેદન
ઓલી પોપે અમ્પાયર્સ સાથેની ચર્ચા દરમિયાન મજાકમાં કહ્યું, “અમારી પાસે સ્પિનરો નથી,” જોકે ઈંગ્લેન્ડની ટીમમાં જો રૂટ, હેરી બ્રુક અને જેકબ બેથેલ જેવા સ્પિન બોલિંગના વિકલ્પો હતા. પોપે પાછળથી સ્પષ્ટ કર્યું કે, તે મજાક કરી રહ્યો હતો. ખરેખર, તે યશસ્વી જયસ્વાલની આક્રમક બેટિંગથી ચિંતિત હતો અને સ્પિનરોના બદલે પેસ બોલરોનો ઉપયોગ કરવા માંગતો હતો. પોપને ડર હતો કે જયસ્વાલ સ્પિન બોલિંગનો ફાયદો ઉઠાવી શકે છે.
All that happened in the lead-up to stumps... 🗣 #SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/rfbwSORq6g
— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2025
યશસ્વી જયસ્વાલની આક્રમક બેટિંગ
ભારતનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં નિર્ભય અંદાજમાં બેટિંગ કરી. તેણે 51 રનની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા, જેનાથી ભારતે મજબૂત સ્થિતિ મેળવી. બીજી તરફ, સાઈ સુદર્શન 11 રન બનાવીને આઉટ થયો, જેમાં પિચનું વિચિત્ર વર્તન જવાબદાર હતું, કારણ કે બોલ અચાનક નીચો રહ્યો હતો. કેએલ રાહુલે 28 બોલમાં 7 રન બનાવ્યા, પરંતુ તેની ટકી રહેવાની ક્ષમતા મહત્વપૂર્ણ રહી. નાઇટ વોચમેન આકાશ દીપ 4 રન સાથે જયસ્વાલની સાથે અણનમ રહ્યો.
ભારતની મજબૂત સ્થિતિ
બીજા દિવસના અંતે ભારતે 52 રનની લીડ મેળવી લીધી છે, જેમાં યશસ્વી જયસ્વાલની આક્રમક બેટિંગ અને કેએલ રાહુલની સંયમી રમતનો મોટો ફાળો રહ્યો. ઈંગ્લેન્ડની ટીમ પિચના વર્તન અને ભારતની બેટિંગને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડવાનો પ્રયાસ કરી રહી છે. આ મેચનો આજનો દિવસ નિર્ણાયક રહેશે, કારણ કે ભારત પાસે હજુ 8 વિકેટ બાકી છે અને તેઓ લીડને વધુ મજબૂત કરવા માગશે.
આ પણ વાંચો : ક્રિકેટમાં Lionel Messi ની એન્ટ્રી? વિરાટ અને ધોની સામે રમશે મેચ! જાણો ક્યાં અને ક્યારે રમાશે મેચ


