Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

England ને હારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં લાગ્યો મોટો ઝટકો!

ભારત સામે મેચ હારતાં જ ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના (world test championship)ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઈ છે
england ને હારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં લાગ્યો મોટો ઝટકો
Advertisement
  • ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટમાં શરમજનક હાર
  • ઈંગ્લેન્ડની ટીમ 271 રન પર ઓલઆઉટ
  • ઈંગ્લેન્ડની ટીમે શરમજનક રેકોર્ડ બનાવ્યો
  • WTCમાં ઈંગ્લેન્ડની ટીમ હારી સૌથી વધુ મેચ

England Cricket Team : ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં (England Cricket Team)ભારત માટે બીજી (ind vs eng)ટેસ્ટ મેચમાં 336 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ઈંગ્લેન્ડને જીત માટે 608 રનનો ટાર્ગેટ આપ્યો, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 271 રન પર ઓલઆઉટ થઈ ગઈ.ઈંગ્લેન્ડના બોલર મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા અને સારું પ્રદર્શન કરી શક્યા નહીં. હાર બાદ ઈંગ્લેન્ડની ટીમે શરમજનક રેકોર્ડ બનાવ્યો અને બેન સ્ટોક્સની કેપ્ટનશીપમાં ટીમને મોટો કલંક લાગ્યો છે.

WTCમાં ઈંગ્લેન્ડની ટીમ હારી સૌથી વધુ મેચ

ભારત સામે મેચ હારતાં જ ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના (world test championship)ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડે WTCમાં કુલ 26 મેચ હારી છે. બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ સંયુક્ત રીતે બીજા નંબર પર છે. આ બંને ટીમે WTCમાં કુલ 25-25 મેચ હારી છે.

Advertisement

આ પણ  વાંચો -Happy Birthday MS Dhoni : BCCI ધોનીને દર મહિને આપે છે પેન્શન, જાણો કેટલું અને કેમ

Advertisement

ઈંગ્લેન્ડે અત્યાર સુધી નથી જીત્યો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ટાઈટલ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું આ ચોથું ચક્ર રમાઈ રહ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ ટાઈટલ જીતવું તો દૂર, WTCની ફાઈનલમાં પણ પહોંચી નથી. ટીમે અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં કુલ 67 મેચ રમી છે. જેમાં 33માં જીત મેળવી છે અને 26 મેચ હારી છે.

આ પણ  વાંચો -Shubman Gill : પ્રિન્સ બન્યો ટેસ્ટ ક્રિકેટનો કિંગ! શુભમન ગિલે સદી ફટકારી 54 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

શુભમન ગિલે બંને ઈનિંગમાં રમી સદી

ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચમાં ભારત સામે પહેલી ઈનિંગમાં 587 રન બનાવ્યા હતા. ત્યારે શુભમન ગિલે બેવડી સદી ફટકારીને 269 રનની ઈનિંગ રમી. ત્યારબાદ જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગમાં બેટિંગ કરવા આવી ત્યારે મોહમ્મદ સિરાજે સારી બોલિંગ કરી અને 6 વિકેટ મેળવી.આ કારણે ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગમાં 407 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે પહેલી ઈનિંગના આધારે ભારતે 180 રનની લીડ હાંસલ કરી જે જીતમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ. બીજી ઈનિંગમાં શુભમન ગિલે ફરી સદી ફટકારી અને 161 રનની ઈનિંગ રમી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો.

Tags :
Advertisement

.

×