Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇંગ્લેન્ડ Vs ભારત: ભારતીય ટીમ જીતથી ચાર વિકેટ દૂર તો ઇંગ્લેન્ડને 35 રન

ndia vs England 5th Test Day 4 Score: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડૂલકર ટ્રોફી 2025ની અંતિમ ટેસ્ટ મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે.
ઇંગ્લેન્ડ vs ભારત  ભારતીય ટીમ જીતથી ચાર વિકેટ દૂર તો ઇંગ્લેન્ડને 35 રન
Advertisement
  • ઇંગ્લેન્ડ Vs ભારત: ભારતીય ટીમ જીતથી ચાર વિકેટ દૂર તો ઇંગ્લેન્ડને 35 રન

India vs England 5th Test Day 4 Score: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડૂલકર ટ્રોફી 2025ની અંતિમ ટેસ્ટ મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં ચોથા દિવસ (3 ઓગસ્ટ)ની રમત સમાપ્ત થઈ ગઈ છે. ઇંગ્લેન્ડની ટીમનો સ્કોર 399 રન છે અને તેની 6 વિકેટ પડી ગઈ છે. જેમી ઓવર્ટન 0 અને જેમી સ્મિથ 2 રન બનાવીને રમી રહ્યાં છે. ઈંગ્લેન્ડને જીત માટે 35 રન બનાવવા પડશે. તો બીજી તરફ ભારતને ચાર વિકેટ લેવી પડશે. હવે પાંચમા દિવસે આ મેચનો નિર્ણણ થશે. ચોથા દિવસે વરસાદના કારણે ઇનિંગ ઝડપી સમાપ્ત કરી દેવામાં આવી હતી.

પાંચમી ટેસ્ટમાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડને જીત માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં 224 અને ઇંગ્લેન્ડે પોતાની પ્રથમ ઇનિંગમાં 247 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગના આધાર પર 23 રનની નાની એવી લીડ મળી હતી. તે પછી ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 396 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

Advertisement

આ મેચ શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝને ત્યારે બરાબર કરી શકશે, જ્યારે તે આ મેચમાં પોતાની જીત નોંધાવે. જો ઓવલ ટેસ્ટ ડ્રો થાય અથવા ઈંગ્લેન્ડ જીત મેળવે તો ભારતીય ટીમ સિરીઝ ગુમાવી દેશે.

Advertisement

ઇંગ્લેન્ડનો બીજો દાવ આ રીતે રહ્યો છે

રન ચેઝ દરમિયાન ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં સારી શરૂઆત કરી હતી. જેક ક્રોલી અને બેન ડકેટે મળીને પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે તોડી હતી, જેમણે રમતના ત્રીજા દિવસે છેલ્લા બોલ પર જેક ક્રોલીને બોલ્ડ કર્યો હતો.

રમતના ચોથા દિવસે, બેન ડકેટ અને ઓલી પોપે સાવધાનીપૂર્વક શરૂઆત કરી અને બીજી વિકેટ માટે 32 રન ઉમેર્યા. ડકેટ ફિફ્ટી ફટકાર્યા બાદ પ્રખ્યાત કૃષ્ણાના બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો. ડકેટે 83 બોલમાં 54 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. બકેટ પછી, ઇંગ્લેન્ડે ઓલી પોપની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી, જે મોહમ્મદ સિરાજના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. પોપના આઉટ સમયે સ્કોર 106/3 હતો.

અહીંથી જો રૂટ અને હેરી બ્રુકે સદીની ભાગીદારી કરીને ઇંગ્લેન્ડને મેચમાં પાછું લાવ્યું. બ્રુકે વિસ્ફોટક બેટિંગ કરી અને માત્ર 39 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી. જો રૂટે પણ પોતાની શૈલીમાં બેટિંગ કરી અને 81 બોલમાં 6 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી.

જો જોવામાં આવે તો ચોથા દિવસની રમતના બીજા સત્રમાં હેરી બ્રુક અને જો રૂટે ભારતીય બોલરોને વધુ તક આપી ન હતી. બંનેએ સરળતાથી રન બનાવ્યા. બ્રુકે 91 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી જેમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. બ્રુક 111 રન (98 બોલ, 14 ચોગ્ગા અને 2 છગ્ગા) બનાવીને આકાશ દીપના બોલ પર આઉટ થયો. બ્રુક અને રૂટ વચ્ચે ચોથી વિકેટ માટે 195 રનની ભાગીદારી થઈ.

આ પણ વાંચો-RJ મહવશે ક્રિકેટની આ ધાંસૂ લીગમાં ખરીદી ટીમ, કેપ્ટનનું નામ કરી દેશે હેરાન 

Tags :
Advertisement

.

×