IPL Auction માં પોતાની જ ટીમે Faf Du Plessis ને ન આપ્યો સાથ, થયા હાલ બેહાલ
IPL Auction 2025 LIVE Faf Du Plessis Sold : સાઉદી અરેબિયાના જેદ્દાહમાં IPL 2025 સીઝનની બે દિવસીય મેગા હરાજી (IPL Auction 2025 LIVE) ચાલી રહી છે. આજે બીજા એટલે કે છેલ્લા દિવસે (25મી નવેમ્બર) હરાજી (IPL Auction 2025 LIVE) ચાલી રહી છે. બીજા દિવસે, RCB ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plessis) ને દિલ્હી કેપિટલ્સ (DC) એ 2 કરોડ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો. વિરાટ કોહલી પણ ડુ પ્લેસીસ હેઠળ રમી ચૂક્યો છે. RCBએ IPL 2025 માટે ડુ પ્લેસિસને જાળવી રાખ્યો નથી.
IPL 2025 Auction LIVE UPDATE : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plessis) ને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેગા ઓક્શનમાં બદનામ કરવામાં આવ્યો. તેને દિલ્હી કેપિટલ્સ (DC)એ રૂ. 2 કરોડની મૂળ કિંમતે ખરીદ્યો હતો. વિરાટ કોહલી પણ ડુ પ્લેસીસ હેઠળ રમી ચૂક્યો છે. RCBએ IPL 2025 માટે ડુ પ્લેસિસને જાળવી રાખ્યો નથી.
આ સિવાય જ્યારે હરાજી (IPL Auction 2025 LIVE)માં ડુ પ્લેસિસનું નામ સામે આવ્યું ત્યારે RCB એ તેને ખરીદવામાં જરા પણ રસ દેખાડ્યો નહોતો. જેનો અર્થ છે કે RCB ને તેને ખરીદવામાં જરા પણ રસ નહોતો. અત્રે ઉલ્લેખનીય છે કે, IPL 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. આજે બીજા એટલે કે છેલ્લા દિવસે (25મી નવેમ્બર) હરાજી (IPL Auction 2025 LIVE) ચાલી રહી છે.
સારા પ્રદર્શન છતાં RCBમાંથી ડુ પ્લેસિસ બહાર
ફાફ ડુ પ્લેસિસે (Faf Du Plessis) છેલ્લી એટલે કે 2024ની સિઝનમાં RCB માટે 438 રનનો બીજો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. તેણે કેપ્ટનશિપ પણ કરી હતી. જ્યારે ડુ પ્લેસિસે 2023ની IPL સિઝનમાં 730 રન બનાવ્યા હતા. આ શાનદાર પ્રદર્શન છતાં RCBએ ડુ પ્લેસિસને પોતાની ટીમમાં રાખ્યો નહોતો. આ હરાજી (IPL Auction 2025 LIVE)માં તેને ખરીદવામાં જરા પણ રસ દાખવ્યો નહોતો.
દિલ્હીએ પહેલા દિવસે ખૂબ પૈસા ખર્ચ્યા
IPL 2025ની હરાજી (IPL Auction 2025 LIVE)ના પહેલા દિવસે દિલ્હી કેપિટલ્સે ઘણા પૈસા ખર્ચ્યા હતા. આ ફ્રેન્ચાઇઝીએ કેએલ રાહુલ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, હેરી બ્રુક, જેક ફ્રેઝર મેકગર્ક જેવા ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચી છે. દિલ્હીએ મેગા ઓક્શન પહેલા ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે.
જેમાં ચાર ભારતીય અને એક વિદેશીનો સમાવેશ થાય છે. દિલ્હી કેપિટલ્સે સૌથી વધુ 16.50 કરોડ રૂપિયા ચૂકવીને અક્ષર પટેલને પોતાની સાથે રાખ્યો છે. આ સિવાય કુલદીપ યાદવ, ટ્રીસ્ટન સ્ટબ્સ અને અભિષેક પોરેલને પણ જાળવી રાખવામાં આવ્યા છે.


