Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવશે ફૂટબોલ સ્ટાર Lionel Messi, જાણી લો શિડ્યૂલ

ફૂટબોલના સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી 13 ડિસેમ્બરના રોજ તેમની ત્રણ દિવસની યાત્રામાં ભારત આવી પહોંચશે. વર્ષ 2011 બાદ તેઓ પ્રથમ વખત ભારતમાં આવી રહ્યા છે. ત્રણેય દિવસો તેઓ વિવિધ શહેરોમાં આયોજિત પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપશે. તે પૈકીના કેટલાક કાર્યક્રમોમાં સામેલ થવા માટે ઓનલાઇન ટિકિટોનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મેસ્સીના ફેન્સ તેમની ઝલક પામવા આતુર જોવા મળી રહ્યા છે.
ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવશે ફૂટબોલ સ્ટાર lionel messi  જાણી લો શિડ્યૂલ
Advertisement
  • ફૂટબોલ સ્ટારનો લિયોનેલ મેસ્સી જબરદસ્ત ક્રેઝ છે
  • ભારતના ત્રણ દિવસના પ્રવાસે 13 ડિસે.ના રોજ આવી પહોંચશે મેસ્સી
  • દેશના અનેક જાણીતા ચહેરા જોડે મુલાકાત કરશે સ્ટાર
  • હૈદરાબાદમાં એક ફ્રેન્ડલી મેટ પણ રમશે

Lionel Messi On GOAT India Tour : આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. ભારતીય ફૂટબોલ ચાહકો તેમની એક ઝલક પામવા માટે ઉત્સાહિત છે. મેસ્સી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવનાર છે. તેમના પ્રવાસને 'GOAT India Tour' નામ આપવામાં આવ્યું છે. મેસ્સી 13 થી 15 ડિસેમ્બર સુધી ભારતમાં રહેશે, અને ચાર અલગ અલગ શહેરો કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીની મુલાકાત લેશે.

વડાપ્રધાનથી લઇને અનેક દિગ્ગજોને મળશે

આ પ્રવાસ દરમિયાન, મેસ્સી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, અને અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ સહિતના અગ્રણીઓને મળશે. વધુમાં, તેમના ભૂતપૂર્વ સાથી અને સુપરસ્ટાર ફૂટબોલર લુઈસ સુઆરેઝ અને વર્લ્ડ કપ વિજેતા રોડ્રિગો ડી પોલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

Advertisement

13 ડિસેમ્બરે ભારતમાં આગમન

લિયોનેલ મેસ્સી 2011 પછી પહેલી વાર ભારતની મુલાકાતે આવશે. મેસ્સી, જેટ લેગનું નિયમન કરવા માટે દુબઈમાં ટૂંકું રોકાણ કરશે, અને પછી 13 ડિસેમ્બર, શનિવારના રોજ સવારે 1:30 વાગ્યે કોલકાતા પહોંચશે. ત્યાંથી, તે જ દિવસે તે હૈદરાબાદ જશે. બાદમાં 14 ડિસેમ્બરે તેઓ મુંબઈમાં રહેશે અને 15 ડિસેમ્બરે દિલ્હીમાં તેમનો પ્રવાસ પૂર્ણ કરશે.

Advertisement

એક ફ્રેન્ડલી મેચ પણ રમશે

મેસ્સી હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એક ફ્રેન્ડલી મેચ પણ રમશે, જેમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ ભાગ લેશે. સાંજે મેસ્સી સાથે એક મ્યુઝિકલ કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અહિંયાથી મેળવો ટિકિટ

મેસ્સીની ઇન્ડિયા ટૂર માટેની ટિકિટ ડિસ્ટ્રિક્ટ એપ પર ઉપલબ્ધ છે, જ્યાં તમે તમારા શહેરમાં યોજાનારી ઇવેન્ટ્સ માટે ટિકિટ ખરીદી શકો છો. મોટાભાગના શહેરોમાં ટિકિટની કિંમત રૂ. 4,500 ની આસપાસ છે, જ્યારે મુંબઈમાં રૂ. 8,250 થી શરૂ થાય છે.

આ પણ વાંચો -------  Vinesh Phogat એ બદલ્યો વિચાર, કુસ્તીના અખાડામાં પાછા ફરવાની જાહેરાત, ઓલિમ્પિક મેડલ પર નજર

Tags :
Advertisement

.

×