પૂર્વ ક્રિકેટર Sachin Tendulkar ને આ એવોર્ડથી કરાશે સન્માનિત
- પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને મોટું સન્માન
- સચિનને BCCIનો લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ
- BCCIના વાર્ષિક સમારોહમાં કરાશે સન્માનિત
- 2024નો સી કે નાયડૂ લાઈફટાઈમ એચિવમેન્ટ પુરસ્કાર
- સચિનના નામે 200 ટેસ્ટ, 463 વન-ડે મેચનો રેકોર્ડ
- ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રનનો છે રેકોર્ડ
Sachin Tendulkar : ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને લઇને તાજેતરમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, સચિન તેંડુલકરને BCCI નો લાઈફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. BCCI ના વાર્ષિક સમારોહમાં તેમને સન્માનિત કરવામાં આવશે.
તેંડુલકરને BCCI લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ
ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરને BCCI લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. શનિવારે મુંબઈમાં બોર્ડના વાર્ષિક સમારંભમાં તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવશે. ભારત માટે 664 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર 51 વર્ષીય તેંડુલકર ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ અને વનડે રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. બોર્ડના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, "હા, તેમને વર્ષ 2024 માટે સીકે નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળશે." ઉલ્લેખનીય છે કે, તેંડુલકરની 200 ટેસ્ટ અને 463 વનડે મેચ ક્રિકેટ ઇતિહાસમાં કોઈપણ ખેલાડી દ્વારા રમાયેલી સૌથી વધુ છે. તેમણે 15,921 ટેસ્ટ રન બનાવ્યા અને વનડેમાં 18,426 રન બનાવ્યા. તેણે પોતાની શાનદાર કારકિર્દીમાં ફક્ત એક જ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 2023 માં, આ એવોર્ડ ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ભૂતપૂર્વ દિગ્ગજ વિકેટકીપર ફારૂક એન્જિનિયરને આપવામાં આવ્યો હતો.
પૂર્વ ક્રિકેટર Sachin Tendulkar ને મોટું સન્માન @sachin_rt @BCCI #SachinTendulkar #BCCI #LifetimeAchievementAward #Cricket #Sports #GujaratFirst pic.twitter.com/FcBVEFW0YT
— Gujarat First (@GujaratFirst) January 31, 2025
16 વર્ષની ઉંમરે કર્યુ હતું ટેસ્ટ ડેબ્યૂ
પોતાના યુગના મહાન બેટ્સમેન ગણાતા, તેંડુલકર બધી જ પરિસ્થિતિઓમાં સરળતાથી રન બનાવવા માટે જાણીતા હતા. તેમણે 1989માં 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેઓ બે દાયકા (24 વર્ષ) થી વધુ સમય સુધી ચર્ચામાં રહ્યા. તેના નામે ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં 100 સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે. તેંડુલકર, જેમના નામે અનેક બેટિંગ રેકોર્ડ છે, તે ભારતની 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમનો મુખ્ય સભ્ય પણ હતો. આ તેમનો રેકોર્ડ છઠ્ઠો અને છેલ્લો વર્લ્ડ કપ હતો.
આ પણ વાંચો : 2024ના શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર તરીકે ICC એ કરી Jasprit Bumrah ની પસંદગી


