"વોલ" થી "સિકંદર" સુધી : ODI માં શૂન્ય પર આઉટ થયા વિના સૌથી વધુ ઇનિંગ્સ રમનારા બેટ્સમેનો કોણ?
ODI Cricket : ODI ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થવું એ બેટ્સમેન માટે એક ખરાબ વાત ગણવામાં આવે છે. શૂન્ય પર ન આઉટ થવું તે દરેક બેટ્સમેન ઇચ્છે છે. પણ શું આવું થાય છે ખરા? દિગ્ગજ બેટ્સમેનોની યાદી પણ જોઇએ તો તેઓ ક્યારેક શૂન્ય પર આઉટ થયા છે. પરંતુ કેટલાક શ્રેષ્ઠ પ્રદર્શન ધરાવતા ખેલાડીઓએ સતત ઈનિંગ્સ રમીને એકપણ વખત શૂન્ય પર આઉટ ન થઇને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. અહીં એવા 6 બેટ્સમેનની યાદી છે, જેઓએ આ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે.
6. રિચી રિચાર્ડસન (વેસ્ટ ઈન્ડિઝ)
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન રિચી રિચાર્ડસન ODI ક્રિકેટના ઈતિહાસમાં શૂન્ય પર આઉટ થયા વિના સતત 92 ઈનિંગ્સ રમવામાં સફળ રહ્યા હતા. શાનદાર પ્રદર્શન અને સતત દબાણમાં રમવાની તેમની ક્ષમતા તેમને આ યાદીમાં સ્થાન અપાવે છે.
5. જાવેદ મિયાંદાદ (પાકિસ્તાન)
પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદે 96 ઈનિંગ્સ સુધી શૂન્ય પર આઉટ થવાની ભૂલ ન કરી. તે માત્ર એક મજબૂત બેટ્સમેન જ નહોતા, પરંતુ પડકારજનક પરિસ્થિતિઓમાં આક્રમક ઇનિંગ રમીને ટીમને જીત અપાવવાના ખ્યાતનામ ખેલાડી તરીકે તેમણે ઓળખાણ મેળવી હતી.
4. સિકંદર રઝા (ઝિમ્બાબ્વે)
ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝાએ હાલમાં જ ODI ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થયા વિના 98 ઈનિંગ્સ રમી છે. તેમની આ સફળતા તેમના સ્ટેડી પ્રદર્શન અને તમામ પરિસ્થિતિમાં ટીમ માટે યોગદાન આપવાની ક્ષમતા દર્શાવે છે.
3. કેપ્લર વેસલ્સ (દક્ષિણ આફ્રિકા/ઓસ્ટ્રેલિયા)
કેપ્લર વેસલ્સ, જેઓ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બન્ને ટીમ માટે રમ્યો હતો, તેમણે 105 ઈનિંગ્સ સુધી શૂન્ય પર આઉટ થવાથી બચી રહ્યા હતા. તેઓનો મજબૂત રક્ષણાત્મક ખેલ અને શાંતિપૂર્ણ અભિગમ આ સિદ્ધિ પાછળના મુખ્ય કારણો હતા.
2. માર્ટિન ક્રો (ન્યૂઝીલેન્ડ)
ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન માર્ટિન ક્રોએ 119 ઈનિંગ્સ સુધી શૂન્ય પર આઉટ ન થવાનો રેકોર્ડ બનાવ્યો. તેમની આ સિદ્ધિ તેમને ODI ઈતિહાસના શ્રેષ્ઠ બેટ્સમેનમાં સ્થાન અપાવે છે. દરેક મેચમાં થતો દબાણ પણ તેમની રમતમાં ક્યારેય દેખાયો નહીં.
1. રાહુલ દ્રવિડ (ભારત)
ભારતના સુપ્રસિદ્ધ બેટ્સમેન રાહુલ દ્રવિડ ODI ઈતિહાસમાં સૌથી વધુ 120 ઈનિંગ્સ સુધી શૂન્ય પર આઉટ ન થવાનો અનોખો રેકોર્ડ ધરાવે છે. "Wall" તરીકે જાણીતા દ્રવિડના આ સિદ્ધિ તેમના અવિશ્વસનીય ટેકનિક અને મજબૂત મનોબળનો પ્રતાપ છે.
આ પણ વાંચો: Champions Trophy 2025 : ICC ની પાકિસ્તાનને ઝાટકણી!


