Arshdeep Singh ની વાઇડ બોલથી Gautam Gambhir ગુસ્સે: વીડિયો થયો વાયરલ
- ગૌતમ ગંભીર લાલઘૂમ: અર્શદીપની 7 વાઇડ બોલથી ગુસ્સો કેમેરામાં કેદ ( Gautam Gambhir Arshdeep Singh)
- ભારત-સાઉથ આફ્રિકા T20માં ભારતીય બોલરોએ 213 રન લૂંટાવ્યા
- 11મી ઓવરમાં અર્શદીપ સિંહે 7 વાઇડ બોલ નાખીને કોચને ગુસ્સે કર્યા
- હેડ કોચ ગૌતમ ગંભીરનો ગુસ્સો કેમેરામાં કેદ થયો, વીડિયો થયો વાયરલ
- અર્શદીપ (54 રન) સહિત બુમરાહ અને પંડ્યા પણ મોંઘા સાબિત થયા
Gautam Gambhir Arshdeep Singh : ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાંપુર (ન્યૂ ચંદીગઢ)માં બીજી T20 મેચ રમાઈ રહી છે. જ્યાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન ભારતીય બોલરોએ ખૂબ જ નિરાશ કરતા હેડ કોચ ગૌતમ ગંભીરનો ગુસ્સો કેમેરામાં કેદ થયો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.ભારતીય બોલરોની નિરાશાજનક શરૂઆતથી હેડ કોચ ગૌતમ ગંભીર ગુસ્સે થયા હતા.
Gautam Gambhir Arshdeep Singh : ગુસ્સો કેમેરામાં કેદ
દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની 11મી ઓવર ફેંકવા માટે અર્શદીપ સિંહ આવ્યા હતા. અગાઉની 2 ઓવરમાં મોંઘા સાબિત થયેલા અર્શદીપ સિંહે આ ઓવરમાં કુલ 13 બોલ ફેંક્યા હતા, જેમાં 7 વાઇડ બોલ હતા.
જ્યારે અર્શદીપ સિંહ (Arshdeep Singh) સતત વાઇડ બોલ નાખી રહ્યા હતા, તે સમયે કેમેરો જ્યારે કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) તરફ ફર્યો, ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા. જોકે, કેમેરા તરફ આવતા જ તેમણે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
No matter the situation, abusing a youngster is never justified. Shame on Gautam Gambhir for his actions towards Arshdeep Singh pic.twitter.com/05Ie1q4auy
— 𝐀𝐚𝐫𝐚𝐯𝐌𝐒𝐃𝐢𝐚𝐧™ (@AaravMsd_07) December 11, 2025
આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક ચાહકો માને છે કે ગંભીરે અર્શદીપ સિંહ પર ગુસ્સો કર્યો હતો અને આ માટે તેઓ ગંભીરની ટીકા કરી રહ્યા છે. જ્યારે અન્ય કેટલાક ચાહકો ગૌતમ ગંભીરનો બચાવ કરતા કહી રહ્યા છે કે તેમણે અમ્પાયર પર ગુસ્સો કર્યો હતો. જોકે, ગંભીર સિવાય કોઈ કહી શકે નહીં કે તેમણે અસલમાં કોના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ટીમ ઇન્ડિયાની બોલિંગ ખરાબ રીતે નિષ્ફળ
આ મેચમાં ભારતીય ઝડપી બોલરોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. અર્શદીપ સિંહે પોતાની 4 ઓવરના સ્પેલમાં 13.50ના ઇકોનોમી રેટથી 54 રન આપી દીધા હતા.
તેવી જ રીતે, જસપ્રીત બુમરાહે પણ 4 ઓવરમાં 11.20ના ઇકોનોમી રેટથી 45 રન લૂંટાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ 3 ઓવરમાં એકપણ વિકેટ લીધા વિના 34 રન આપ્યા હતા. આ ત્રણેય સ્ટાર બોલરો મોંઘા સાબિત થવાને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 213 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
આ પણ વાંચો : કોહલી-રોહિતના પગારમાં રૂ.2 કરોડનો કાપ! BCCI કોન્ટ્રાક્ટમાં કરશે ધડાકો


