Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gautam Gambhir એ હાર બાદ ટીમ ઈન્ડિયાને આપ્યો મોટો ઝટકો, ગિલની વધી ચિંતા!

Gautam Gambhir: ગૌતમ ગંભીર 2024 માં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા. તે પછી, જાણો ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાનું પરિણામ કેવું રહ્યું?
gautam gambhir એ હાર બાદ ટીમ ઈન્ડિયાને આપ્યો મોટો ઝટકો  ગિલની વધી ચિંતા
Advertisement
  • ભારતીય ફેન્સને વધુ એક મોટો ઝટકો લાગ્યો
  • હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ યોજી
  • કેપ્ટન શુભમન ગિલની પણ ચિંતા વધી

Gautam Gambhir : હેડિંગ્લીમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાના (Indian team)હેડ કોચ ગૌતમ ગંભીરે (Gautam Gambhir)ભારતીય ફેન્સને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં જસપ્રીત બુમરાહ વિશે આપવામાં આવેલા અપડેટથી દરેક ક્રિકેટ ફેન્સ નિરાશ છે.

Advertisement

પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન

આ સાથે નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલની પણ ચિંતા વધી છે. પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન જોરદાર રહ્યું. ઈંગ્લેન્ડની ટીમે ભારત દ્વારા આપવામાં આવેલા 371 રનના ટાર્ગેટને માત્ર 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. ચોથી ઈનિંગમાં ભારતીય બોલરો વિકેટ માટે તરસ્તા જોવા મળ્યા.

Advertisement

બુમરાહને લઈને ગંભીરનું મોટું અપડેટ

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં જસપ્રીત બુમરાહના વર્કલોડ વિશે મોટી અપડેટ આપી હતી. ગંભીરે કહ્યું હતું કે બુમરાહ ઈંગ્લેન્ડ સામેની પાંચેય ટેસ્ટ મેચ નહીં રમે. કોચે કહ્યું હતું કે જસ્સી ફક્ત 3 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ભાગ રહેશે, જ્યારે ભારતીય ટીમ તેના વિના 2 મેચ રમશે.

બુમરાહે પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી

પહેલી ટેસ્ટ મેચમાં બુમરાહ એકમાત્ર બોલર હતો જે કેટલીક હદ સુધી ફોર્મમાં જોવા મળ્યો હતો. બુમરાહે પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. બુમરાહ સિવાય બાકીના બોલરો માટે વિકેટ લેવી તો દૂરની વાત છે પરંતુ રનને નિયંત્રિત કરવામાં પણ નિષ્ફળ રહ્યા. પરંતુ ગંભીરે સ્પષ્ટતા કરી નથી કે બાકીના 4 ટેસ્ટ મેચમાંથી કઈ બે ટેસ્ટમાં બુમરાહ ટીમનો ભાગ હશે.

વિકેટ માટે હેરાન થતાં જોવા મળ્યા ભારતીય બોલર

ભારતીય બોલરો ચોથી ઈનિંગમાં વિકેટ માટે ખૂબ જ હેરાન થતાં જોવા મળ્યા. ટીમ ઈન્ડિયાને પહેલી વિકેટ 42 ઓવર પછી મળી. જેક ક્રોલી અને બેન ડકેટે પહેલી વિકેટ માટે 188 રનની પાર્ટનરશિપ કરી. ક્રોલી-ડકેટની પાર્ટનરશિપે ટીમ ઈન્ડિયાને મેચમાંથી સંપૂર્ણપણે બહાર કરી દીધી. 19 ઓવર ફેંકવા છતાં બુમરાહ એક પણ વિકેટ લઈ શક્યો નહીં. સિરાજ પણ એક વિકેટ ન લઈ શક્યો. ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઈતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે બેટ્સમેનોએ પાંચ સદી ફટકારી હોવા છતાં કોઈ ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય. આ શરમજનક રેકોર્ડ હવે ટીમ ઈન્ડિયાના નામે નોંધાઈ ગયો છે.

Tags :
Advertisement

.

×