ગંભીરનો ધમાકો: 80 વાનગીઓના ડિનરનું આયોજન, જાણો કોચ તરીકે કેટલી સેલેરી?
- ગૌતમ ગંભીરના ઘરે ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન (Gautam Gambhir Coach Salary)
- ભવ્ય ડિનરમાં 80 વાનગી પીરસવામાં આવી
- શાહી ખર્ચાને કારણે લોકોને પગાર જાણવાની ઉત્સુક્તા
Gautam Gambhir Coach Salary : વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારતની બીજી ટેસ્ટ મેચ પહેલાં, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે દિલ્હીમાં પોતાના ઘરે એક ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં લગભગ 60 થી 70 મહેમાનોને આમંત્રિત કરાયા હતા, જેમાં બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ સામેલ હતા.
આ પાર્ટીની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મહેમાનો માટે કુલ 80 જેટલી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. ગંભીરની આ શાહી ખર્ચાને કારણે લોકોમાં તેમના પગાર વિશે જાણવાની ઉત્સુકતા વધી છે.
ગૌતમ ગંભીરને વિશ્વના સૌથી મોંઘા ક્રિકેટ કોચ કહેવામાં આવે તો નવાઈ નહીં, કારણ કે બીસીસીઆઈ તરફથી તેમને મળતું વાર્ષિક પેકેજ ઘણું ઊંચું છે. અગાઉના કોચ રાહુલ દ્રવિડને પણ મોટી રકમ મળતી હતી, પરંતુ અહેવાલો મુજબ, ગંભીર તેમને પણ પાછળ છોડી દીધા છે.
#WATCH | Indian Men's Cricket team and support staff arrive at the residence of team India head coach Gautam Gambhir, in Delhi
He has hosted a special dinner for them ahead of the second and final Test against the West Indies, which begins on October 10 at the Arun Jaitley… pic.twitter.com/QFhSGRoQDo
— ANI (@ANI) October 8, 2025
ગૌતમ ગંભીરની વાર્ષિક આવક અને લાભો (Gautam Gambhir Coach Salary)
વાર્ષિક પગાર: ગૌતમ ગંભીરનો વાર્ષિક પગાર રૂ.12 કરોડથી રૂ.14 કરોડની રેન્જમાં હોવાનું માનવામાં આવે છે.
દૈનિક ભથ્થું (Daily Allowance): વાર્ષિક પગાર ઉપરાંત, તેમને આંતરરાષ્ટ્રીય પ્રવાસો પર દરરોજના રૂ.21,000નું ભથ્થું આપવામાં આવે છે. જો તેઓ એક મહિનાના પ્રવાસ પર હોય, તો માત્ર ભથ્થામાંથી જ તેમને રૂ.6 લાખથી વધુની રકમ મળી જાય છે.
યાત્રા અને આવાસ: ટીમના પ્રવાસ દરમિયાન તેમને બિઝનેસ ક્લાસની મુસાફરી અને રહેવા માટે ઉચ્ચ સ્તરીય (ફાઈવ-સ્ટાર) આવાસની સુવિધા પણ બીસીસીઆઈ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
પ્રદર્શન બોનસ: ટીમના દેખાવ અને આઈસીસી ટુર્નામેન્ટમાં જીતને આધારે પ્રદર્શન-આધારિત બોનસ પણ તેમના કરારનો એક ભાગ છે. તાજેતરમાં એશિયા કપ જીતવા બદલ બોર્ડે ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે રૂ.21 કરોડનું જે બોનસ જાહેર કર્યું છે, તેમાં ગૌતમ ગંભીરનો પણ હિસ્સો છે.
ગંભીરનો કુલ કોન્ટ્રાક્ટ અને રકમ
- ગૌતમ ગંભીરનો બીસીસીઆઈ સાથેનો કરાર ત્રણ વર્ષ માટે એટલે કે 2027ના વર્લ્ડ કપ સુધીનો છે.
- જો તેમનો વાર્ષિક પગાર રૂ.12 કરોડ ગણવામાં આવે, તો ત્રણ વર્ષમાં તેમની કુલ સેલેરી રૂ.36 કરોડ થશે.
- જો રૂ.14 કરોડના ઊંચા સ્લેબને ધ્યાનમાં લઈએ, તો ત્રણ વર્ષમાં આ રકમ રૂ.42 કરોડ સુધી પહોંચી શકે છે.
- આ ભારે-ભરખમ રકમ અને મળેલી સુવિધાઓ જ ગૌતમ ગંભીરને ક્રિકેટ જગતના સૌથી મોંઘા કોચ બનાવે છે.
આ પણ વાંચો : રિંકુ સિંહ પાસેથી 5 કરોડની ખંડણી માંગનારની વેસ્ટ ઈન્ડિઝથી ધરપકડ, જાણો સમગ્ર મામલો


