ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

WPL 2025: ગુજરાત ઝાયન્ટ્સની ટીમ છે ટકરાવા માટે તૈયાર, નવા ટીશર્ટનું અનાવરણ ખેલાડીઓએ શેર કર્યા અનુભવ

14 ફેબ્રુઆરીથી વિમેન્સ પ્રીમિયર લીગ સિઝન-3ની શરૂઆત થવા જઇ રહી છે. તે પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમ અમદાવાદની મહેમાન બની હતી.
09:22 PM Feb 06, 2025 IST | KRUTARTH JOSHI
14 ફેબ્રુઆરીથી વિમેન્સ પ્રીમિયર લીગ સિઝન-3ની શરૂઆત થવા જઇ રહી છે. તે પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમ અમદાવાદની મહેમાન બની હતી.
WPL 2025

અમદાવાદ : 14 ફેબ્રુઆરીથી વિમેન્સ પ્રીમિયર લીગ સિઝન-3ની શરૂઆત થવા જઇ રહી છે. તે પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમ અમદાવાદની મહેમાન બની હતી. અમદાવાદમાં ટીમના ખેલાડીઓ દ્વારા નવા ટીશર્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 14 ફેબ્રુઆરીથી શરૂ થતી WPL-3 વડોદરા, બેંગલુરુ, લખનૌ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ રમાશે.લાખો દર્શકોમાં WPL અંગે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ગુજરાતની ટીમ ગુજરાત જાયન્ટ્સ પણ ઐતિહાસિક શરૂઆત માટે ખુબ જ ઉત્સાહીત છે.

આ પણ વાંચો : શું બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરશે ભારત ? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

પૂર્વ ઓસ્ટ્રેલીયન ક્રિકેટર માઇકલ ક્લિંગર છે કોચ

WPL-3 ના મુખ્ય કોચ અને પૂર્વ ઓસ્ટ્રેલીયન ક્રિકેટર માઈકલ ક્લિંગર પણ આગામી મેચના મહત્વપુર્ણ ખેલાડીઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે પ્રિયામિશ્રાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તે ખુબ જ યુવા અને પ્રતિભાશાળી બોલર છે. તેની બોલને સ્પિન કરવાની ટેકનીક ખુબ જ અનોખી છે. તેમણે આગામી મેચ અંગે પોતાનું મંતવ્ય રજુ કરતા કહ્યું કે, આ વખતે ટીમનું સંયોજન ખુબ જ મજબુત છે. દરેક ખેલાડી ઉત્તમ પ્રદર્શન માટે પ્રતિબદ્ધ છે.

હરલીન દેઓલની શાનદાર વાપસી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકેલી અને ખુબ જ ઉમદા ખેલાડી ગુજરાત જાયન્ટ્સના શાનદાર ખેલાડી હરલીન દેઓલે પગમાં ઇન્જરીના કારણે લાંબા બ્રેક પર હતા. જો કે હવે તેઓ WPL માં વાપસી કરવા જઇ રહ્યા છે. જેના કારણે તેઓ પણ આ મેચ અંગે ખુબ જ ઉત્સાહીત છે. તેમણે કહ્યું કે, ઇન્જરીના કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર હતી પરંતુ આ સમયનો પણ મે સદઉપયોગ કર્યો અને હું ઘણું શીખી છું. તમે નવા માઇન્ડસેટ અને ટેકનીક સાથે આગળ વધી શકો છો. હું હવે ફીટ થઇને પરત ફરી રહી છું. ખેલાડીની વાપસીના કારણે ટીમને મજબુતી મળશે આ ઉપરાંત ફરી એકવાર ચાહકો આ ઉત્તમ ખેલાડીનું પ્રદર્શન નિહાળી શકશે.

આ પણ વાંચો : Sankheda : ઘરવેરો ભરવા માટે મહિલાને બોલાવી સરપંચના પતિએ દુષ્કર્મ આચર્યું

ફાસ્ટ બોલર શબનમ શકીલે અનુભવ કર્યા શેર

ભારતીય ટીમની શાનદાર બોલર શબનમ શકીલે પણ પોતાના અનુભવ શેર કર્યા હતા. આ ઉપરાંત તેણે આગામી મેચ અંગે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે, મારા પપ્પાનું બોલિંગ અને બેટિંગ જોઇને જ હું પ્રાથમિક ક્રિકેટ શીખી. ત્યાર બાદ જુલન ગૌસ્વામી વિશે મે ઘણુ સાંભળ્યું હતું. જેથી મે તેમની ટેકનીક શીખીને હું તેમના જેમ જ ફાસ્ટ બોલર બની હતી. તેણે કહ્યું કે હું સંપુર્ણ રીતે તૈયાર છું અને પોતાની ટીમ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગુ છું.

ગુજરાત જાયન્ટ્સના ફૈંસમાં જબરજસ્ત ઉત્સાહ

ગુજરાત જાયન્ટ્સની નવી ટીશર્ટ લોન્ચ થઇ ચુકી છે. જેના કારણે ફેન્સમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો તેના ખુબ જ વખાણ કરી રહ્યા છે. WPL-3 માં ગુજરાત જાયન્ટ્સ પોતાની શાનદાર શરૂઆત કરવા માટે સંપુર્ણ તૈયાર છે. ક્રિકેટ પ્રેમીઓ ખુબ જ આતુરતા પુર્વક આ સિઝનની રાહ જોઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત જાયન્ટ્સની પહેલી મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાનારી છે. જ્યાં ગુજરાતની સામે રોયલ ચેલેન્જર બેંગ્લુરૂ ટકરાશે.

આ પણ વાંચો : ChhotaUdepur નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચારનો વ્યાપ વધાર્યો

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarat GiantsGujarat Giants reveal official jerseyWomen's Premier League 2025WPL-3
Next Article