Happy Birthday Smriti Mandhana : ભારતીય મહિલા ક્રિકેટની રનમશીન 29 વર્ષની થઇ
- ભારતીય મહિલા ક્રિકેટની રનમશીન 29 વર્ષની થઇ
- મંધાનાના જન્મદિવસે જાણો 10 શાનદાર રેકોર્ડ્સ
- T20I માં સૌથી ઝડપી 4000 રન ફટકારનાર ખેલાડી!
- ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારી એકમાત્ર ભારતીય મહિલા બેટર
- 'Queen of Indian Cricket' આજે 29 વર્ષની થઇ
Happy Birthday Smriti Mandhana : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના આજે, 18 જુલાઈ 2025ના રોજ પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલી આ ડાબોડી બેટરની ક્રિકેટની સફર પ્રેરણાદાયી અને અદ્ભુત રહી છે. નાની ઉંમરે ક્રિકેટમાં પ્રવેશથી લઈને વિશ્વની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરોમાં સ્થાન મેળવવા સુધી, મંધાનાએ પોતાની પ્રતિભા અને સમર્પણથી દરેકને પ્રભાવિત કર્યા છે.
પ્રારંભિક સફર અને પ્રેરણા
સ્મૃતિ મંધાનાની ક્રિકેટ પ્રત્યેની રુચિ તેમના મોટા ભાઈ શ્રવણ મંધાનાથી પ્રેરિત હતી, જેઓ પોતે પણ ક્રિકેટર હતા. માત્ર 9 વર્ષની ઉંમરે, સ્મૃતિએ મહારાષ્ટ્રની અંડર-15 ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું. આ નાની ઉંમરે પ્રાપ્ત સફળતાએ તેમના ક્રિકેટ કરિયરનો પાયો મજબૂત કર્યો. 2013માં, મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું અને ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી. આજે તેઓ ભારતીય મહિલા ક્રિકેટનો ચમકતો તારો છે અને વિશ્વની શ્રેષ્ઠ બેટરમાં ગણાય છે.
એવોર્ડ્સ અને સન્માન
સ્મૃતિ મંધાનાની સિદ્ધિઓની યાદી લાંબી અને પ્રભાવશાળી છે. જૂન 2018માં, BCCI એ તેમને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરના એવોર્ડથી સન્માનિત કર્યા. તે જ વર્ષે, ICC એ તેમને 'વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ આપ્યો. ડિસેમ્બર 2021માં, તેમણે T20 પ્લેયર ઓફ ધ યરનું બિરુદ જીત્યું અને એ જ વર્ષે ક્રિકેટર ઓફ ધ યર માટે નામાંકન પણ મેળવ્યું. 2022માં, ICC એ ફરીથી તેમને ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો. 2025માં, મંધાનાએ ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ પણ પોતાના નામે કર્યો.
2⃣6⃣3⃣ intl. matches
9⃣1⃣1⃣2⃣ intl. runs
1⃣4⃣ intl. centuriesMost hundreds by an Indian in Women's ODIs 🫡
Here's wishing #TeamIndia vice-captain and one of the finest modern day batters - Smriti Mandhana, a very Happy Birthday 🎂👏@mandhana_smriti pic.twitter.com/OZqYCFzCmK
— BCCI Women (@BCCIWomen) July 18, 2025
સ્મૃતિ મંધાનાના 10 અદ્ભુત રેકોર્ડ્સ
- ત્રણેય ફોર્મેટમાં સદી : સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય મહિલા બેટર છે, જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (Test, ODI, T20) માં સદી ફટકારી છે.
- ODIમાં સૌથી વધુ સદી : મંધાના 10 ODI સદી સાથે ભારતીય મહિલાઓમાં ટોચ પર છે. વિશ્વમાં તેઓ મેગ લેનિંગ (15), સુઝી બેટ્સ (13) અને ટેમી બ્યુમોન્ટ (11) પછી ચોથા સ્થાને છે.
- T20I માં સૌથી વધુ રન : 153 T20I મેચોમાં, મંધાનાએ 29.93ની સરેરાશથી 3,982 રન બનાવ્યા, જે ભારતીય મહિલાઓમાં સૌથી વધુ છે.
- T20I માં રેકોર્ડબ્રેક ઇનિંગ : જૂન 2025માં ઈંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજ ખાતે 112 રનની ઇનિંગ રમીને તેમણે ભારતીય મહિલાઓમાં T20Iમાં સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો.
- T20I શ્રેણીમાં 200+ રન : તાજેતરની ઈંગ્લેન્ડ સામેની T20I શ્રેણીમાં, મંધાનાએ 5 મેચમાં 44.20ની સરેરાશથી 221 રન બનાવ્યા, જે ભારતીય મહિલાઓમાં એકમાત્ર રેકોર્ડ છે.
- ODI માં 1 વર્ષમાં સૌથી વધુ સદી : 2024માં, મંધાનાએ 4 ODI સદી ફટકારી, જે વિશ્વમાં સૌથી વધુ છે, અને બેલિન્ડા ક્લાર્ક, મેગ લેનિંગ સહિતના ખેલાડીઓને પાછળ છોડ્યા.
- T20I માં 100+ ચોગ્ગા : 2024માં, મંધાનાએ 23 T20I મેચોમાં 104 ચોગ્ગા ફટકાર્યા, અને હેલી મેથ્યુઝના 99 ચોગ્ગાના રેકોર્ડને તોડી નાખ્યો.
- T20I માં સૌથી વધુ 50+ સ્કોર : મંધાના મહિલા T20 મેચમાં સૌથી વધુ 50+ સ્કોરનો રેકોર્ડ ધરાવે છે. તેણીએ ફેમસ સુઝી બેટ્સને પાછળ છોડી દીધી છે, જેમણે T20 મેચમાં 50 કે તેથી વધુના 29 સ્કોર કર્યા છે.
- T20I માં એક વર્ષમાં સૌથી વધુ રન : 2025માં, 23 T20I મેચોમાં 42.38ની સરેરાશથી 763 રન બનાવીને મંધાનાએ રેકોર્ડ સ્થાપિત કર્યો.
સૌથી ઝડપી 4000 T20I રન : મંધાનાએ 112 ઇનિંગ્સમાં 4000 T20I રન પૂરા કરીને મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો.
સ્મૃતિ મંધાનાની શાનદાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
ભારતીય મહિલા ક્રિકેટની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અદ્ભુત પ્રદર્શન કરીને પોતાનું નામ રોશન કર્યું છે. તેમણે અત્યાર સુધી કુલ 263 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, જેમાં 7 ટેસ્ટ, 103 વનડે અને 153 T20I મેચોનો સમાવેશ થાય છે. આ ફોર્મેટ્સમાં તેમનો રનનો ખજાનો પણ પ્રભાવશાળી છે, જેમાં ટેસ્ટમાં 629 રન, વનડેમાં 4,501 રન અને T20I માં 3,982 રનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 14 સદી અને 65 અડધી સદી ફટકારી છે, જે તેમની સતત શાનદાર બેટિંગ અને ટેકનિકની ઝલક આપે છે. આ આંકડાઓ તેમની પ્રતિભા અને ભારતીય ક્રિકેટમાં તેમના અમૂલ્ય યોગદાનની સાક્ષી પૂરે છે.
આ પણ વાંચો : એકવાર ફરી Kohli એ સાબિત કર્યું કેમ તેને કહેવામાં આવે છે King!


