Harbhajan Sreesanth slap Video : IPL ની સૌથી શરમજનક ઘટનાનો આજે થયો પર્દાફાશ
- Harbhajan Sreesanth વિવાદનો વીડિયો વાયરલ
- IPL 2008 નો સ્લેપગેટ વીડિયો જાહેર
- 18 વર્ષ પછી સામે આવ્યો સ્લેપગેટનો વીડિયો
- લલિત મોદીએ જાહેર કર્યો ગુપ્ત વીડિયો
- સ્લેપગેટ કૌભાંડનો વીડિયો જોઈને ચોંક્યા ચાહકો
Harbhajan Sreesanth slap Video : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાંથી એક બની ગઈ છે. જ્યારે 2008માં આ લીગની શરૂઆત થઈ, ત્યારે તેણે તરત જ દુનિયાભરના ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું. પરંતુ, આ પહેલી સિઝન માત્ર શાનદાર ક્રિકેટ માટે જ નહીં, પરંતુ એક મોટા વિવાદ માટે પણ યાદગાર બની હતી. આ ઘટનાને 'સ્લેપગેટ' (Slapgate) તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ભારતના 2 મોટા ખેલાડીઓ, હરભજન સિંહ અને એસ. શ્રીસંત (Harbhajan Singh and S. Sreesanth), મેદાન પર જ એકબીજા સાથે ભીડાઈ પડ્યા હતા. ઘણા વર્ષો સુધી આ ઘટનાનો કોઈ Video ફૂટેજ ઉપલબ્ધ નહોતો, પરંતુ હવે IPLના ભૂતપૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ તેનો વીડિયો જાહેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
શું હતી 'સ્લેપગેટ'ની ઘટના?
આ ઘટના 25 એપ્રિલ, 2008ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) વચ્ચેની મેચ દરમિયાન બની હતી. મેચ પૂરી થયા બાદ, પંજાબના બોલર એસ. શ્રીસંત મેદાન પર જ રડી પડ્યા હતા. થોડી જ વારમાં સમગ્ર ક્રિકેટ જગતમાં આ વાત ફેલાઈ ગઈ કે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી હરભજન સિંહે શ્રીસંત (Sreesanth) ને થપ્પડ માર્યો હતો. આ ઘટનાએ ક્રિકેટ જગતમાં ભારે હોબાળો મચાવ્યો હતો. મેચ પછી તરત જ, હરભજન સિંહ પર કડક કાર્યવાહી કરવામાં આવી અને તેમને 11 મેચો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. શ્રીસંતે તે સમયે કહ્યું હતું કે હરભજન સિંહે અચાનક આવીને તેમને થપ્પડ માર્યો હતો. જોકે, હરભજન સિંહે બાદમાં આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે તે તેમની જીવનની સૌથી મોટી ભૂલ હતી.
લલિત મોદીએ જાહેર કર્યો વીડિયો
IPLના ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદી, જે હાલમાં ભારત સરકાર દ્વારા ભાગેડુ જાહેર કરાયેલો છે અને વિદેશમાં રહે છે, તેણે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક સાથેના પોડકાસ્ટમાં આ વીડિયો જાહેર કર્યો છે. આ પોડકાસ્ટનું નામ 'Beyond 23 Cricket Podcast' છે. આ ચર્ચા દરમિયાન, લલિત મોદીએ ખુલાસો કર્યો કે આ ઘટનાનો વીડિયો માત્ર તેમની પાસે જ હતો. તેમણે જણાવ્યું કે મેચ પૂરી થઈ ગયા બાદ જ્યારે બ્રોડકાસ્ટ કેમેરા બંધ થઈ ગયા, ત્યારે તેમનો સુરક્ષા કેમેરા ચાલુ હતો અને તેમાં આ સમગ્ર ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી.
One of the wildest moments in IPL history, Unseen footage of the Bhajji–Sreesanth slapgate that never been aired#IPL pic.twitter.com/E9Ux8bodOW
— Vishal (@Fanpointofviews) August 29, 2025
લલિત મોદીએ કહ્યું કે મેચના આયોજન સમયે તેમની સુરક્ષા માટે જે CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા, તેમાંથી એક કેમેરાએ હરભજન અને શ્રીસંત વચ્ચેના તણાવનો આખેઆખો વીડિયો કેદ કરી લીધો હતો. આ વીડિયો અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, અને લગભગ 18 વર્ષ પછી તે પહેલીવાર જાહેર થયો છે.
કેમ આ વીડિયો આટલો મહત્વપૂર્ણ છે?
આ વીડિયો એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે વર્ષો જૂના વિવાદ પર પ્રકાશ પાડે છે. અત્યાર સુધી, આ ઘટના માત્ર સાંભળેલી વાતો અને અટકળો પર આધારિત હતી. હવે આ વીડિયોથી સ્પષ્ટ થાય છે કે મેદાન પર ખરેખર શું થયું હતું. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે કેવી રીતે ગરમાગરમી થઈ અને હરભજન સિંહે આવેશમાં આવીને શ્રીસંતને થપ્પડ માર્યો. આ ઘટનાથી તે સમયના ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો અને હરભજન સિંહને પોતાની આ ભૂલ માટે લાંબા સમય સુધી પસ્તાવો થયો હતો.
હરભજન સિંહનો પસ્તાવો
આ ઘટના બન્યાના ઘણા વર્ષો પછી, હરભજન સિંહે એક ઈન્ટરવ્યુમાં આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે શ્રીસંતને થપ્પડ મારવાનો તેમનો નિર્ણય આવેશમાં લેવાયેલો હતો અને તે તેમના જીવનનો એક એવો પ્રસંગ છે જેને તેઓ ભૂંસી નાખવા માંગે છે. આ ઘટનાએ તેમની છબીને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. હરભજને કહ્યું કે, તેમને શ્રીસંતને સમજાવવું જોઈતું હતું, પરંતુ તેઓ આવેશમાં આવી ગયા અને ભૂલ કરી બેઠા. હવે આ વીડિયો બહાર આવ્યા બાદ, આ ઘટના ફરી એકવાર ચર્ચામાં આવી છે અને ક્રિકેટ ચાહકોને ભૂતકાળની તે ક્ષણ યાદ કરાવી રહી છે.
આ પણ વાંચો : Diamond League Final જીતવાથી ચૂક્યા Neeraj Chopra, જુલિયન વેબર બન્યા વિજેતા


