ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Hardik Pandya Girlfriend : કોણ છે મૉડલ માહિકા શર્મા, જેણે નતાશાની જગ્યા લીધી?

જન્મદિવસના એક દિવસ પહેલાં હાર્દિક પંડ્યાએ મૉડલ માહિકા શર્મા સાથેનો સંબંધ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કર્યો. માહિકા કોણ છે? તેની '33' નંબરના ટેટૂની અટકળો સાચી ઠરી. સંપૂર્ણ માહિતી જાણો.
09:07 AM Oct 11, 2025 IST | Mihir Solanki
જન્મદિવસના એક દિવસ પહેલાં હાર્દિક પંડ્યાએ મૉડલ માહિકા શર્મા સાથેનો સંબંધ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કર્યો. માહિકા કોણ છે? તેની '33' નંબરના ટેટૂની અટકળો સાચી ઠરી. સંપૂર્ણ માહિતી જાણો.
Hardik Pandya Girlfriend

Hardik Pandya Girlfriend : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 11 ઑક્ટોબરે તેમનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ દિવસે, હાર્દિકે આખરે ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા સંબંધને અધિકારિક જાહેર કરીને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત લાવી દીધો છે. પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થયાના લગભગ બે વર્ષ બાદ, હાર્દિકે મૉડલ માહિકા શર્માને પોતાના જીવનસાથી તરીકે દુનિયા સમક્ષ રજૂ કરી છે.

તસવીર શૅર કરીને સંબંધ જાહેર કર્યો (Hardik Pandya Girlfriend)

10 ઑક્ટોબર 2025ના રોજ, હાર્દિકે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર માહિકા સાથે દરિયા કિનારેની એક રોમેન્ટિક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં બંને ખૂબ જ ખુશ અને શાંતિપૂર્ણ માહોલમાં જોવા મળી રહ્યા હતા. હાર્દિકે ઓવરસાઇઝ્ડ જેકેટ અને શૉર્ટ્સ પહેર્યા હતા, જ્યારે માહિકા વ્હાઇટ શર્ટ ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. હાર્દિકે પ્રેમપૂર્વક પોતાનો હાથ માહિકાના ખભા પર મૂક્યો હતો અને તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીને ટૅગ કરીને આ સંબંધને જાહેર કર્યો હતો.

Hardik Pandya Mahika Sharma

કેમેસ્ટ્રીએ ફેન્સનું ખેંચ્યુ ધ્યાન (Hardik Pandya Girlfriend)

ત્યારબાદ અન્ય એક પોસ્ટમાં, હાર્દિકે આ કપલની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરી, જેમાં માહિકા બ્લેક લેધર મિની ડ્રેસમાં સુંદર દેખાઈ રહી હતી. આ પોસ્ટમાં હાર્દિકે સુરક્ષા અને શુભતાના પ્રતીક રૂપે વાદળી રંગની 'નજર' (Evil-eye) ઇમોજી પણ મૂકી હતી. આ તસવીરોમાં તેમની જોડીની કેમિસ્ટ્રીએ તરત જ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું.

Hardik Pandya with Girlfriend

કોણ છે માહિકા શર્મા?

અટકળોનો અંત: '33' નંબરનો ટૅટૂ બની ગયો સંકેત

છેલ્લા કેટલાક મહિનાઓથી માહિકા અને હાર્દિકના સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી. ભૂતકાળમાં, માહિકાએ પોતાની આંગળી પર '33' નંબરનો ટૅટૂ ફ્લૉન્ટ કર્યો હતો, જે હાર્દિક પંડ્યાની જર્સીનો નંબર છે. હવે હાર્દિકની લેટેસ્ટ પોસ્ટથી આ બધી અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. હાર્દિક પંડ્યાએ સત્તાવાર રીતે માહિકા શર્માને એ મહિલા તરીકે રજૂ કરી છે, જે હવે તેમના દિલની માલિક છે.

આ પણ વાંચો : લગ્નના બે મહિનામાં જ ચિટિંગ અંગેના ધનશ્રીના આરોપ અંગે ચહલનો જવાબ, જાણો શું કહ્યું?

Tags :
Cricket Celebrity DatingHardik Pandya girlfriendHardik Pandya Mahika SharmaHardik-Natasha DivorceIndian Fashion AwardsMahika Sharma Model
Next Article