વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 2031 સુધી ઇંગ્લેન્ડમાં રમાશે, ICCએ આપી મંજૂરી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 2031 સુધી ઇંગ્લેન્ડમાં રમાશે, ICCએ યજમાની કરવાની આપી મંજૂરી
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા રવિવારે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં પુષ્ટી કરવામાં આવી છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ હવે 2031 સુધી ઇંગ્લેન્ડમાં જ આયોજિત થતી રહેશે. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટની મેજબાની આની શરૂઆતથી જ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) કરી રહ્યું છે અને હવે આગામી ત્રણ સંસ્કરણો 2027, 2029 અને 2031 માટે પણ આ સિલસિલો યથાવત રહેશે.
ICC એ જણાવ્યું હતું કે ECB દ્વારા છેલ્લી ત્રણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને સફળ આયોજન અને ઉનાળાની શરૂઆતમાં ઇંગ્લેન્ડમાં ઇવેન્ટનું આયોજન કરવાની લોજિસ્ટિક સુવિધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. WTC ફાઇનલ અત્યાર સુધી ઇંગ્લેન્ડના ત્રણ અલગ અલગ મેદાનો પર રમાઈ છે:
- સાઉધમ્પ્ટન (2021)
- ધ ઓવલ (2023)
- લોર્ડ્સ (2025)
ICC પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડે 2027, 2029 અને 2031 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના યજમાની અધિકારોની પુષ્ટિ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને કરી છે, જે તાજેતરની સફળ આયોજનોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જો કે, અગાઉ એવા રિપોર્ટ હતા કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ ફાઇનલનું યજમાની ભારતમાં લાવવા માટે ઉત્સુક છે, પરંતુ હાલમાં તે શક્ય બન્યું નથી.
આ બેઠકમાં અન્ય કેટલાક અન્ય મુદ્દાઓને પણ આપવામાં આવી સંમતિ
વિસ્થાપિત અફઘાન મૂળની મહિલા ક્રિકેટરો માટે સમર્થન ચાલુ રાખવામાં આવશે. ICC, BCCI, ECB અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સહયોગથી, ઉચ્ચ-પ્રદર્શન તાલીમ, સ્થાનિક મેચોમાં તકો અને મહિલા વર્લ્ડ કપ 2025 (ભારત) અને T20 વર્લ્ડ કપ 2026 (ઇંગ્લેન્ડ) માં ભાગીદારી સહિતની પહેલ કરી રહી છે.
યૂએસ ક્રિકેટને ત્રણ મહિનાની ચેતવણી
આઈસીસીએ યૂએસ ક્રિકેટને ત્રણ મહિનામાં નિષ્પક્ષ પસંદગી કરવા અને પ્રશાસનિક માળખામાં સુધાર લાવવા પડશે, નહીં તો કડક કાર્યવાહી થઈ શકે છે.
CEC માટે ત્રણ નવા એસોસિયેટ સભ્ય પ્રતિનિધિઓ ચૂંટાયા
* ગુરુમૂર્તિ પલાની (ક્રિકેટ ફ્રાન્સ)
* અનુરાગ ભટનાગર (ક્રિકેટ હોંગકોંગ)
* ગુરદીપ ક્લેર (ક્રિકેટ કેનેડા)
બે નવા એસોસિએટ સભ્ય બોર્ડ સામેલ
આઈસીસીએ બે નવા દેશોને એસોસિએટ સભ્યોનો દરજ્જો આપ્યો છે. આમાં તિમોર-લેસ્તે ક્રિકેટ ફેડરેશન અને જામ્બિયા ક્રિકેટ યૂનિયનનું નામે સામેલ છે. હવે આઈસીસીના કુલ સભ્ય દેશોની સંખ્યા 110 થઈ ગઈ છે.
આ પણ વાંચો- ભારત-પાકિસ્તાન લિજેન્ડ મેચ રદ, શિખર ધવને કહ્યું- 'આજે પણ તે પગલાં ઉપર અડગ છું


