ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ICC Champions Trophy 2025: પાકિસ્તાનમાં જ્યાં મેચ રમાવાની છે ત્યાં ગલી ક્રિકેટ પણ રમી શકાય તેમ નથી

ICC Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. ટૂર્નામેન્ટમાં 8 ટીમોનો સમાવેશ થાય છે. ટોટલ 15 મેચ રમાવાની છે.
09:00 PM Jan 06, 2025 IST | KRUTARTH JOSHI
ICC Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. ટૂર્નામેન્ટમાં 8 ટીમોનો સમાવેશ થાય છે. ટોટલ 15 મેચ રમાવાની છે.
ICC Champions Trophy 2025

ICC Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. ટૂર્નામેન્ટમાં 8 ટીમોનો સમાવેશ થાય છે. ટોટલ 15 મેચ રમાવાની છે. જો કે ચેમ્પિયન્સ ટ્રોફી જ્યાં રમાવાની છે તે મેદાનની સ્થિતિ અત્યંત દયનીય છે.

ટુર્નામેન્ટને ખુબ જ ઓછો સમય બાકી

Lahore Gaddafi Stadium Renovation Work: ચેમ્પિયન્સ ટ્રોફી માટે દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી છે, પરંતુ પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટની તૈયારીઓ હજુ પૂર્ણ થઈ નથી. હવે લાહોરનું ગદ્દાફી સ્ટેડિયમ ચર્ચામાં આવ્યું છે કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 'PCB મીડિયા'ના X હેન્ડલથી શેર કરાયેલા આ વીડિયોમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન રઝા નકવી તૈયારીઓનો જહાજ લેવા પહોંચ્યા છે. પરંતુ મેદાનની તસવીરો આશ્ચર્યજનક છે. એવા સમયે જ્યારે ગ્રાઉન્ડને ફિનિશિંગ ટચ આપવા પર ભાર મૂકવો જોઈતો હતો, ત્યારે ગ્રાઉન્ડનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી.

રિનોવેશનના નામે થાગડ થીગડા

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગદ્દાફી સ્ટેડિયમમાં ઘણું કામ થઈ ગયું છે, આધુનિક ફ્લડ લાઈટ્સ અને નવા સ્ક્રીન સ્ટેન્ડ લગાવવામાં આવી રહ્યા છે પરંતુ હજુ ઘણું કામ બાકી છે. ગ્રાઉન્ડની બહાર જર્જરિત રોડ અને ચાહકો માટે નબળી બેઠક વ્યવસ્થાને કારણે આ કામગીરી ટુર્નામેન્ટ શરૂ થતાં સુધીમાં પૂર્ણ થશે કે કેમ તે અંગે શંકા ઉભી થવી સ્વાભાવિક છે. આ મેદાન પર ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ 22 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, જે હવેથી બરાબર દોઢ મહિના દૂર છે.

પાકિસ્તાનનો દાવો ફિનિશિંગ જ બાકી છે

અહેવાલો અનુસાર, ગ્રાઉન્ડની અંદરનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે, પરંતુ સ્ટેડિયમને ફિનિશિંગ ટચ આપવાનું બાકી છે. આ સંજોગોને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દબાણમાં હોવું જરૂરી છે પરંતુ અધિકારીઓને વિશ્વાસ છે કે કામ સમયસર પૂર્ણ થશે. બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ મેદાનમાં થયેલા બાંધકામની પ્રશંસા કરી છે. મોહસીન નકવીએ કામદારો સાથે વાત કરી અને શિયાળાની મોસમ હોવા છતાં દરેકને નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ કરવા જણાવ્યું. તમને જણાવી દઈએ કે આ મેદાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ સહિત કુલ ચાર મેચ રમાશે.

Tags :
Champions Trophy 2025Champions Trophy NewsGaddafi Stadiumgaddafi stadium capacity after renovationgaddafi stadium construction work updategaddafi stadium new namegaddafi stadium pitch reportgaddafi stadium pitch report todayGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsICC CHAMPIONS TROPHY 2025lahore stadiumpakistan cricket boardPCB
Next Article