Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC champions trophy: પાકિસ્તાન પાસેથી છિનવાશે મેજબાની, સામે આવી મોટી અપડેટ

ICC champions trophy 2025 : પાકિસ્તાનમાં હજી પણ 3 સ્ટેડિયમનું કામ પૂર્ણ થઇ શક્યું નથી. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે કોઇતૈયારી નહી
icc champions trophy  પાકિસ્તાન પાસેથી છિનવાશે મેજબાની  સામે આવી મોટી અપડેટ
Advertisement

ICC champions trophy 2025 : પાકિસ્તાનમાં હજી પણ 3 સ્ટેડિયમનું કામ પૂર્ણ થઇ શક્યું નથી. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનના 3 સ્ટેડિયમોનું નિર્માણ કામ ઓગસ્ટ 2024 માં શરૂ થયું હતું, જેને 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવાનું હતું.

Champions Trophy 2025 in Pakistan : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલી મોટી માહિતી સામે આવી રહી છે. પાકિસ્તાનથી ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની છીનવાઇ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર હજી સુધી પાકિસ્તાનના 3 સ્ટેડિયમોનું કામ પૂર્ણ નથી થઇ શક્યું. આ સ્ટેડિયમોનું નિર્માણ કામ ચાલું જ છે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનના 3 સ્ટેડિયમોમાં નિર્માણ કામ ઓગસ્ટ, 2024 માં શરું થયું હતું. જેમાં 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરી લેવાનું હતું. જો કે તસ્વીરો પાકિસ્તાન અને પીસીબીની ગેરવ્યવસ્થાને દેખાડવા માટે પુરતી છે.

Advertisement

આ પણ વાંચો : Mehsana: RTO નો અનોખો પ્રયાસ, રોડ પર વાહન ચાલકોને યમરાજ જોવા મળ્યા

Advertisement

ભારે ગેરવ્યવસ્થા જોવા મળી રહી છે

આ ગેરવ્યવસ્થાનું પરિણામ પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ભોગવવું પડી શકે છે. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની ગુમાવવી પડી શકે છે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં માત્ર 35 દિવસો જ સમય બાકી છે. જો કે તેની પહેલા પાડોશી દેશમાંથી ચોંકાવનારી તસ્વીરો સામે આવી રહી છે.

સંયુક્ત અરબ અમીરાત (UAE) ને મળી શકે છે મેજબાની

એવું માનવામાં આવી રહ્યું છે કે, જો પાકિસ્તાનથી ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની છિનવાય છે તો સંયુક્ત આરબ અમીરાતને મેજબાનીની તક મળી શકે છે. જો કે તેની પહેલા આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોલ્ડને અલ્ટીમેટમ આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, કોઇ પણ સ્થિતિમાં અધુરા સ્ટેડિયમના કામોને 25 જાન્યુઆરી સુધી પૂર્ણ કરી લેવું પડશે. ત્યાર બાદ આઇસીસીના અધિકારી આ સ્ટેડિયમની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ પોતાના રિપોર્ટમાં જણાવશે કે સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટનું આયોજન તૈયાર થઇ શકશે કે નહીં. ...

આ પણ વાંચો : Union Budget 2025: 15 લાખની વાર્ષિક આવક પર મળી શકે છે ટેક્સમાં મોટી છૂટ, શું બજેટમાં થશે જાહેરાત?

ભારત પાકિસ્તાન ખાતે રમવા નહી જાય

અત્રે ઉલ્લેખનીય છે કે, આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી થઇ રહી છે. પહેલા મેચમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમો સામસામે હશે. બીજી તરફ ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત બાંગ્લાદેશની વિરુદ્ધ કરશે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે મેચ 22 ફેબ્રુઆરીથી રમાશે.

આ પણ વાંચો : Chhota Udepur: વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવતા શાળાના આચાર્યને મળી સજા!

Tags :
Advertisement

.

×