Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વર્લ્ડકપ દરમિયાન જ ICC એ આપી જસપ્રિત બુમરાહને આ ભેટ, વાંચો અહેવાલ

આ વખતે ભારત વિશ્વકપની યજમાની કરી રહ્યું છે, અને પોતાના ઘરઆંગણે ભારતનું પર્ફોમન્સ અત્યાર સુધી અદ્વિતીય રહ્યું છે. આ વિશ્વકપમાં હજી સુધી ભારત એક પણ મેચ હાર્યું નથી, બેટિંગથી લઈને બોલિંગ અને ફિલ્ડિંગમાં ટીમ ઈન્ડિયા દરેક પાસાઓમાં વિરોધી ટીમથી આગળ...
વર્લ્ડકપ દરમિયાન જ icc એ આપી જસપ્રિત બુમરાહને આ ભેટ  વાંચો અહેવાલ
Advertisement

આ વખતે ભારત વિશ્વકપની યજમાની કરી રહ્યું છે, અને પોતાના ઘરઆંગણે ભારતનું પર્ફોમન્સ અત્યાર સુધી અદ્વિતીય રહ્યું છે. આ વિશ્વકપમાં હજી સુધી ભારત એક પણ મેચ હાર્યું નથી, બેટિંગથી લઈને બોલિંગ અને ફિલ્ડિંગમાં ટીમ ઈન્ડિયા દરેક પાસાઓમાં વિરોધી ટીમથી આગળ છે. તમને જણાવી દઈએ કે, આ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલરોની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. શમી, સિરાજ અને બૂમરાહની તિકડીએ આ ટુર્નામેન્ટમાં તરખાટ મચાવીને રાખ્યો છે.

ખાસ કરીને જસપ્રીત બુમરાહની બોલિંગથી તમામ દેશોના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પ્રભાવિત થયા છે. જસપ્રીત બુમરાહે ઈજા બાદ જે રીતે પુનરાગમન કર્યું છે તેનાથી દરેક લોકો ખૂબ જ પ્રભાવિત છે. હવે ICC પણ બુમરાહને તેના શાનદાર પ્રદર્શન માટે મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે.

Advertisement

બુમરાહ આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ

Advertisement

ICC વર્લ્ડ કપ 2023માં તબાહી મચાવી રહેલા ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, દક્ષિણ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોક અને ન્યૂઝીલેન્ડના યુવા ખેલાડી રચિન રવિન્દ્રને ઓક્ટોબર 2023ના ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

બુમરાહે વર્લ્ડ કપ 2023માં 15 વિકેટ લીધી છે

જસપ્રીત બુમરાહ લાંબા સમયથી તેની ગંભીર ઇજાના કારણે ક્રિકેટથી દૂર હતો. હમણાં વિશ્વકપના થોડા સમય પહેલા જ બૂમરાહે મેદાન ઉપર કમબેક કર્યું હતું. ઈજા બાદ જસપ્રીત બુમરાહ લગભગ એક વર્ષ સુધી ટીમની બહાર હતો પરંતુ હવે તેણે વર્લ્ડ કપમાં વાપસી કરી છે અને તમામ ટીમોના બેટ્સમેનોના નાકમાં દમ કરીને રાખ્યો છે.

આ વિશ્વકપમાં બુમરાહનું પ્રદશન શાનદાર રહ્યું છે, દરેક મેચમાં તે ટીમ માટે મહત્વની વિકેટ લઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી બુમરાહે આ ટૂર્નામેન્ટમાં 15 વિકેટ પોતાના નામે કરી છે. ભારતે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરી હતી. આ મેચમાં બુમરાહે 10 ઓવરમાં માત્ર 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો -- સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડાને હરાવી પંજાબ પ્રથમ વખત બન્યું ચેમ્પિયન, અનમોલપ્રીત બન્યો જીતનો નાયક 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×