IND-PAK મેચનો સોશિયલ મીડિયા પર ભારે ક્રેઝ, યૂઝર્સે શેર કર્યા મજેદાર મિમ્સ
- સોશિયલ મીડિયા પર ભારે ક્રેઝ
- યૂઝર્સે શેર કર્યા મજેદાર મિમ્સ
- બંને ટીમો એકબીજા સામે આવે
IND-PAK: ICC ટુર્નામેન્ટ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય બીજી કોઈ સિરિઝ રમાતી નથી. એટલા માટે જ બંને ટીમ વચ્ચેની મેચ જોનારા લોકોને આ તક વર્ષમાં ફક્ત એક કે બે વાર મળે છે. જ્યારે આ બંને ટીમો એકબીજા સામે આવે છે, ત્યારે આ મેચની રોમાંચ ઘણી વધી જાય છે. ફક્ત ખેલાડીઓ જ નહીં, પરંતુ મેચના દિવસે પણ પરિસ્થિતિ એવી હોય છે કે રસ્તાઓ પર શાંતિ છવાઈ જાય છે કારણ કે ક્રિકેટ ચાહકો માટે તે કોઈ યુદ્ધથી ઓછું નથી અને આજે પણ આવી જ મેચ થવા યોજાઈ છે.
259 દિવસ પછી બંને ટીમો આમને-સામને
તમને જણાવી દઈએ કે 259 દિવસ પછી, આજે ભારત અને પાકિસ્તાન બંને ટીમો એકબીજા સામે ટકરાઈ છે, છેલ્લી વખત બંને ટીમ 9 જૂન 2024ના રોજ T20 વર્લ્ડ કપમાં ટકરાઈ હતી, જ્યારે જો આપણે ODI ફોર્મેટની વાત કરીએ તો તેમનો છેલ્લો મુકાબલો 14 ઓક્ટોબર 2023ના રોજ ODI વર્લ્ડ કપ દરમિયાન થયો હતો અને આ બંને મેચમાં ભારતીય ચાહકોએ જીત મેળવી હતી. ભારતે બંને મેચ જીતી હતી. આવી સ્થિતિમાં, જ્યાં ભારતીય ચાહકો આ મેચમાં જીતની હેટ્રિક બનાવવાનો પ્રયાસ કરશે, ત્યાં પાકિસ્તાની ટીમ ભારતીય ટીમની જીતનો સિલસિલો રોકવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચો -IND Vs PAK: ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી મેદાનની ગયો બહાર
આ મિમ્સ જોયું કે નહીં?
🤡 #INDvsPAK pic.twitter.com/pyUyQrsOtc
— Ravi (@RaviNikkam42) February 23, 2025
Nazar na lage Virat kohli bhai 🍋🧿#INDvsPAK pic.twitter.com/GOw4uvNF5V
— Vishal (@VishalMalvi_) February 23, 2025
Sarfaraz in the commentary box😂😂#INDvsPAK#ICCChampionsTrophy pic.twitter.com/EOb81Z6iVU
— HeisenBroke (@HeisenBroke_) February 23, 2025
આ પણ વાંચો -IND vs PAK Score Live Updates પાકિસ્તાનની પાંચ વિકેટ, મોહમ્મદ રિઝવાન થયો આઉટ
અજબગજબ પ્રકારના મિમ્સ વાયરલ
આ યુદ્ધ ફક્ત મેદાન પર જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ જોઈ શકાશે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ અજબગજબ પ્રકારના મિમ્સ બનાવીને એક અલગ જ મજા લઈ રહ્યા છે. ક્રિકેટ રસીકો ક્રિકેટની સાથે સાથે સોશિયલ મીડિયા મિમ્સ જોઈને પણ મજા માણી રહ્યા છે.


