Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND VS AFG : T-20 શ્રેણી માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર કરાઇ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 થી 17 જાન્યુઆરી દરમિયાન ત્રણ મેચની T20 શ્રેણી રમાવનાર છે. ભારતે હજી સુધી આ શ્રેણી માટે પોતાની ટીમની પસંદગી કરી નથી. પરંતુ, અફઘાનિસ્તાન ટીમે શનિવારે સાંજે આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. રાશિદ...
ind vs afg   t 20 શ્રેણી માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર કરાઇ
Advertisement

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 થી 17 જાન્યુઆરી દરમિયાન ત્રણ મેચની T20 શ્રેણી રમાવનાર છે. ભારતે હજી સુધી આ શ્રેણી માટે પોતાની ટીમની પસંદગી કરી નથી. પરંતુ, અફઘાનિસ્તાન ટીમે શનિવારે સાંજે આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. રાશિદ ખાનને આ સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે પરંતુ કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાનને ટીમમાં સ્ટેન્ડ ઈન બનાવવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે તેની 19 સભ્યોની ટીમ પસંદ કરી છે.

અફઘાનિસ્તાન ટીમે તાજેતરમાં UAEમાં T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી

અફઘાનિસ્તાન ટીમમાં ઈકરામ અલીખિલની વાપસી થઈ છે. UAE સામેની છેલ્લી શ્રેણીમાં તે રિઝર્વ ખેલાડી હતો. જ્યારે મુજીબ ઉર રહેમાન છેલ્લી શ્રેણીમાં ટીમનો ભાગ ન હતો અને તેણે પણ વાપસી કરી છે. અફઘાનિસ્તાનની ટીમે તાજેતરમાં UAEમાં T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ સિરીઝ માટે ભારતીય ટીમની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે.

Advertisement

રાશિદ ખાનની હાજરી ઉપર પ્રશ્નાર્થ ચિહન 

અફઘાનિસ્તાન ક્રિકેટર - રાશીદ ખાન

અફઘાનિસ્તાન ક્રિકેટર - રાશીદ ખાન

Advertisement

રાશિદ ખાનની અફઘાનિસ્તાન ટીમમાં વાપસીને લઈને હજી સસ્પેન્સ છે. હવે તે T20 વર્લ્ડ કપ 2023 બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે. તાજેતરમાં તેની પીઠની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ તે ટીમમાં વાપસી કરશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. તેથી ઈબ્રાહિમ ઝદરાનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત થઈ શકે 

આ શ્રેણી માટે અફઘાનિસ્તાને તો પોતાની ટીમની પસંદગી કરી લીધી છે, પરંતું  ભારતે હજી સુધી આ શ્રેણી માટે પોતાની ટીમની પસંદગી કરી નથી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આવતીકાલે ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. આ ટીમમાં સુકાનીપદે રોહિત શર્મા હોય તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.

મેચ સિડ્યુલ 

11 જાન્યુઆરી- 1લી T20, મોહાલી
14 જાન્યુઆરી- બીજી T20, ઈન્દોર
17 જાન્યુઆરી- 3જી T20, બેંગલુરુ

ટીમ અફઘાનિસ્તાન

ઈબ્રાહીમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (ડબલ્યુકે), ઈબ્રાહીમ અલીખિલ (ડબલ્યુકે), હઝરતુલ્લા ઝાઝાઈ, રહેમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, કરીમ જનાત, અઝાઉલ્લાહ ઓમરઝાઈ, શરાફુદ્દી અશરફ, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક ફારૂકી, ફરીદ અહેમદ, નવીન ઉલ હક, નૂર અહેમદ, મોહમ્મદ સલીમ, કૈસ અહેમદ, ગુલબદ્દીન નાયબ, રાશિદ ખાન (સસ્પેન્સ).

આ પણ વાંચો -- David Warner હવે ટેસ્ટ જર્સીમાં નહીં મળે જોવા, અંતિમ મેચમાં કર્યો આ કરિશ્મા

Tags :
Advertisement

.

×