Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે 2 ફેરફાર, આ ખેલાડી થઈ શકે છે બહાર

મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર જોવા મળી શકે છે. પ્રથમ ત્રણ મેચ રમનાર ખેલાડીનું મેલબોર્ન ટેસ્ટમાંથી પત્તુ કપાઈ શકે છે.
ind vs aus  મેલબોર્ન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે 2 ફેરફાર  આ ખેલાડી થઈ શકે છે બહાર
Advertisement
  • મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર
  • મોહમ્મદ સિરાજ થઈ શકે છે બહાર
  • ટીમ ઈન્ડિયામાં વોશિંગ્ટન સુંદરની પસંદગી
  • અશ્વિને ગાબા ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

IND vs AUS:  મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર જોવા મળી શકે છે. પ્રથમ ત્રણ મેચ રમનાર ખેલાડીનું મેલબોર્ન ટેસ્ટમાંથી પત્તુ કપાઈ શકે છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર

India vs Australia 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટ મેચ રમાઈ છે. હવે આ શ્રેણીની ચોથી મેચ મેલબોર્નમાં રમાશે. ચોથી અને પાંચમી મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં બદલાવ જોવા મળ્યો છે. જે બાદ હવે મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર જોવા મળી શકે છે. શ્રેણીની પ્રથમ ત્રણ મેચ રમનાર ખેલાડી ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.

Advertisement

મોહમ્મદ સિરાજ થઈ શકે છે બહાર

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અત્યાર સુધી આ સિરીઝની ત્રણેય મેચમાં રમતા જોવા મળ્યો છે. આ શ્રેણીમાં સિરાજનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જો કે, તેણે મોટાભાગની વિકેટો માત્ર નીચલા ક્રમના બેટ્સમેનો પાસેથી જ મેળવી છે. જસપ્રિત બુમરાહની સરખામણીમાં સિરાજ આ સિરીઝમાં ઘણો ઓછો અસરકારક સાબિત થયો છે. આવી સ્થિતિમાં ચોથી ટેસ્ટમાંથી સિરાજનું પત્તુ કપાઈ શકે છે. જો આમ થાય છે તો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણને ચોથી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. અત્યાર સુધી પ્રસિદ્ધને એક પણ મેચમાં રમવાની તક મળી નથી.

Advertisement

વોશિંગ્ટન સુંદરની પસંદગી

આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં વોશિંગ્ટન સુંદરની પણ પસંદગી કરવામાં આવી છે. જોકે તેને અત્યાર સુધી માત્ર એક જ મેચમાં રમવાની તક મળી છે. પર્થ ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદર રમતા જોવા મળ્યો હતો, આ મેચમાં સુંદરનું પ્રદર્શન સારું રહ્યું હતું. બીજી તરફ, આર અશ્વિને ગાબા ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

હવે આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા પાસે બે સ્પિન બોલર રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર બચ્યા છે. આવી સ્થિતિમાં, આશા છે કે, ટીમ ઈન્ડિયા મેલબોર્ન ટેસ્ટમાં 2 સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદર મેલબોર્ન ટેસ્ટમાં રમતા જોવા મળી શકે છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરે રચ્યો ઇતિહાસ

Tags :
Advertisement

.

×