Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS 2nd T20I : શ્રેણીની પહેલી મેચ રદ થઇ, શું આજે પણ..? જાણો કેવું છે Weather

IND vs AUS 2nd T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચ આજે મેલબોર્નના પ્રખ્યાત મેદાન પર રમાવાની છે. પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ જતા ચાહકોમાં નિરાશા છવાઈ હતી, પરંતુ હવે દરેકની નજર બીજી મેચ પર છે. આ મેચ માત્ર શ્રેણીમાં લીડ મેળવવા માટે જ નહીં, પરંતુ તાજેતરમાં થયેલા ODI પરાજયનો બદલો લેવા માટે પણ મહત્વપૂર્ણ ગણાય છે.
ind vs aus 2nd t20i   શ્રેણીની પહેલી મેચ રદ થઇ  શું આજે પણ    જાણો કેવું છે weather
Advertisement
  • IND vs AUS 2nd T20I : પ્રથમ મેચ બાદ બીજી મેચમાં પણ વરસાદનું સંકટ
  • ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો કર્યો નિર્ણય
  • હવામાન વિભાગ મુજબ આજે વરસાદની શક્યતા વધુ

IND vs AUS 2nd T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચ આજે મેલબોર્નના પ્રખ્યાત મેદાન પર રમાવાની છે. પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ જતા ચાહકોમાં નિરાશા છવાઈ હતી, પરંતુ હવે દરેકની નજર બીજી મેચ પર છે. આ મેચ માત્ર શ્રેણીમાં લીડ મેળવવા માટે જ નહીં, પરંતુ તાજેતરમાં થયેલા ODI પરાજયનો બદલો લેવા માટે પણ મહત્વપૂર્ણ ગણાય છે.

પ્રથમ મેચ વરસાદમાં ધોવાઇ

પહેલી T20 મેચમાં ભારતને ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટીમે 9.4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા. શુભમન ગિલ (37)* અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ (39)* ક્રિઝ પર જોરદાર રમ્યા હતા, જ્યારે અભિષેક શર્મા 19 રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ વારંવાર વરસાદ આવતા મેચ પૂરી થઈ શકી નહીં. પરિણામે શ્રેણી હાલ 0-0 પર છે. હવે બીજી મેચ બંને ટીમો માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ શકે છે. જે ટીમ આ મેચ જીતશે, તેને શ્રેણીમાં મહત્વપૂર્ણ લીડ મળશે.

Advertisement

ટોસ હાર્યા છતાં કેપ્ટન સૂર્યા પ્રથમ બેટિંગથી ખુશ (IND vs AUS)

ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20I મેચમાં, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ (સૂર્યા) ફરી એકવાર ટોસ હારી ગયા હતા, પરંતુ તેમણે સૌપ્રથમ બેટિંગ કરવાના નિર્ણયથી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ટોસ સમયે સૂર્યાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, "અમે પહેલા બેટિંગ કરવામાં ખુશ છીએ. આ પ્રકારનું ક્રિકેટ અમે રમવા માંગીએ છીએ." આ દ્વારા તેમણે ટીમની આક્રમક અભિગમ જાળવી રાખવાની ઈચ્છા દર્શાવી. ઓપનર શુભમન ગિલ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, "તે (શુભમન) જાણે છે કે રન કેવી રીતે બનાવવા." સૂર્યકુમારે એ પણ પુષ્ટિ કરી કે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે સૂચવે છે કે ટીમ મેનેજમેન્ટ તેની યુવા ટીમ પર વિશ્વાસ જાળવી રાખવા માંગે છે.

Advertisement

હવામાનનો ચિંતાજનક અનુમાન

મેલબોર્નનું હવામાન ફરી ચર્ચાનો વિષય છે. હવામાન વિભાગ મુજબ, શુક્રવારે વરસાદની શક્યતા વધુ છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 20°C રહેશે, જ્યારે લઘુત્તમ 12°C રહેવાની ધારણા છે. જો વરસાદ ફરી વિઘ્ન લાવશે, તો ચાહકો માટે નિરાશાજનક સ્થિતિ બની શકે છે.

મેદાનની પરિસ્થિતિ કેવી?

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) દુનિયાના સૌથી મોટા મેદાનોમાંનું એક છે. અહીં છગ્ગા મારવા માટે બેટ્સમેનને વધુ શક્તિ અને ટાઇમિંગની જરૂર પડે છે. લાંબી બાઉન્ડરીને કારણે બોલરોને થોડી રાહત મળે છે, પરંતુ બંને ટીમોની પાવર-હિટિંગ ક્ષમતા જોતા, ચાહકો હજી પણ રનોના વરસાદની આશા રાખી રહ્યા છે.

આંકડાઓ કહે છે — ભારતનો હાથ ઉપર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 33 T20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 20 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 11 બાકીની 2 મેચ ડ્રો રહી હતી. આ આંકડા સ્પષ્ટ બતાવે છે કે T20 ફોર્મેટમાં ભારતનું પ્રદર્શન વધુ સ્થિર રહ્યું છે.

આ પણ વાંચો :  T20I સિરીઝની શરૂઆત ખરાબ: વરસાદે પ્રથમ ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રદ કરાવી!

Tags :
Advertisement

.

×