મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર! 184 રને ઓસ્ટ્રેલિયાએ જીતી મેચ
- મેલબોર્ન ટેસ્ટમાં ભારતની 184 રને હાર
- ભારતનો બીજો દાવ 155 રનમાં સમેટાયો
- ઓસ્ટ્રેલિયાએ આપ્યો હતો 340નું લક્ષ્ય
- ટોપ ઓર્ડરના બેટર્સનું ખરાબ પ્રદર્શન
- શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ
IND vs AUS 4th Test : ભારત અને ઓસ્ટ્રેલિયા 5 મેચ, બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024 ની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ. જેમા ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ 184 રને જીતી લીધી છે.
બોકિસંગ ડે ટેસ્ટમાં ભારતની હાર
ટીમ ઈન્ડિયાના ફેનને જેનો ડર હતો તે જ થયું. બોક્સિગ ડેના આજે પાંચમાં દિવસે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાની ખરાબ બેટિંગના કારણે ભારતને મેલબોર્ન ટેસ્ટમાં 184 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચના 5માં અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ જીત માટે 340 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. ભારતીય ટીમને આ ટેસ્ટ ડ્રો કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ તે 155 રનમાં જ ઓલ આઉટ થઇ હતી. યશસ્વી જયસ્વાલ (84) સિવાય કોઈ બેટ્સમેન બીજી ઇનિંગમાં રન બનાવી શક્યો નહોતો. હવે ટીમ ઈન્ડિયા 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-2થી પાછળ રહી ગઈ છે અને પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવાની હેટ્રિક પણ ચૂકી ગઈ છે. હવે તેની પાસે સિડની ટેસ્ટ જીતીને શ્રેણીમાં હાર ટાળવાની તક હશે.
Priceless #WTC25 points as Australia take a 2-1 lead over India with a tremendous win in Melbourne 👊#AUSvIND 📝: https://t.co/V3bDj8LroF pic.twitter.com/UuRprdPw6a
— ICC (@ICC) December 30, 2024
ત્રીજા સેશન બાદ ઓસ્ટ્રેલિયાને જીતનો રસ્તો મળ્યો
હવે ટીમ ઈન્ડિયા 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-2થી પાછળ રહી ગઈ છે અને પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવાની હેટ્રિક પણ ચૂકી ગઈ છે. જણાવી દઇએ કે, મેચના પાંચમા અને છેલ્લા દિવસે પ્રથમ સેશનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ભારત હારના ભયમાં હતું. પરંતુ દિવસના બીજા સેશનમાં ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે ઇનિંગ્સ પર નિયંત્રણ મેળવી મેચને ડ્રો તરફ લઇ જવાનો વિશ્વાસ અપાવ્યો હતો. બંને બેટ્સમેનોએ સમગ્ર સત્રમાં ઓસ્ટ્રેલિયાને વિકેટ લેવાની કોઈ તક આપી ન હતી. પરંતુ દિવસના ત્રીજા અને છેલ્લા સેશનમાં ઋષભ પંતે ટ્રેવિસ હેડના બોલ પર ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી અને અહીંથી ઓસ્ટ્રેલિયાને જીતનો રસ્તો મળ્યો. કાંગારૂઓએ અંતિમ સત્રના અંત પહેલા બાકીની તમામ 7 વિકેટ લઈને મેચ જીતી લીધી હતી. આ ઈનિંગમાં જયસ્વાલ અને પંત સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે 3-3 જ્યારે નાથન લાયોને 2 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક અને ટ્રેવિસ હેડે પણ 1-1 મહત્વની વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: WTCની ફાઈનલમાં Team India હજુ પણ બનાવી શકે છે જગ્યા, જાણો સમીકરણો


