Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS ODI: રોહિત 8, કોહલી 0, ટીમનો સૌથી ખરાબ પાવરપ્લે સ્કોર!

ઓસ્ટ્રેલિયા સામે પર્થ ODIમાં રોહિત શર્મા (8) અને વિરાટ કોહલી (0) નો કમબેક ફ્લોપ રહ્યો. કોહલી ઓસ્ટ્રેલિયામાં ODIમાં પહેલીવાર શૂન્ય પર આઉટ થયો અને મિચેલ સ્ટાર્કે તેને બીજીવાર ડક પર આઉટ કર્યો. રોહિત, કોહલી અને ગિલ (10) નો સંયુક્ત સ્કોર માત્ર 18 રન થયો, જે તેમનો વનડેમાં સૌથી ઓછો સંયુક્ત સ્કોર છે. આ સાથે ભારતનો પાવરપ્લે સ્કોર પણ 2023 પછીનો સૌથી ઓછો નોંધાયો.
ind vs aus odi  રોહિત 8  કોહલી 0  ટીમનો સૌથી ખરાબ પાવરપ્લે સ્કોર
Advertisement
  • ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ધબડકો (Rohit Kohli Duck Australia)
  • પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું કોઈ ખાસ યોગદાન નહીં
  • બેસ્ટમેન રોહિત શર્મા 14 બોલમાં માત્ર 8 બનાવી શક્યો
  • જ્યારે વિરાટ કોહલી 8 બોલમાં 0 રન બનાવીને મિચેલ સ્ટાર્કનો નિશાન બન્યો

ઓસ્ટ્રેલિયા સામે પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહેલી વનડે સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે ધબડકો કર્યો છે. આ મુકાબલામાં અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી, પરંતુ તેમનો કમબેક નિરાશાજનક રહ્યો.

રોહિત-કોહલીનો ફ્લોપ કમબેક (Rohit Kohli Comeback Failure)

ટીમની આશા સમાન રોહિત શર્મા અને વિરાટ કોહલી (ROKO) બંને ખેલાડીઓ કંઈ ખાસ યોગદાન આપી શક્યા નહીં.

Advertisement

  • રોહિત શર્મા (8 રન, 14 બોલ) ને જમણેરી ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે સૉર્ટ ઑફ લેન્થ બૉલ પર સેકન્ડ સ્લિપમાં મેથ્યુ રેનશૉના હાથે કેચ આઉટ કરાવ્યો. રોહિતનો શૉટ ટાઇમિંગ સચોટ નહોતું.
  • વિરાટ કોહલી (0 રન, 8 બોલ) ને ડાબોડી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે શિકાર બનાવ્યો. ઑફ સ્ટમ્પની બહારના બૉલ પર ડ્રાઇવ મારવાનો કોહલીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને બૅટની કિનારી લઈને બૉલ કૂપર કૉનોલીના હાથમાં ગયો.

Advertisement

કોહલીના નામે શરમજનક રેકોર્ડ (Virat Kohli Duck Record Australia)

આ શૂન્ય રન સાથે વિરાટ કોહલીના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ઑસ્ટ્રેલિયાની ધરતી પર તે વનડે આંતરરાષ્ટ્રીયમાં પહેલીવાર શૂન્ય રને આઉટ થયો છે. ઑસ્ટ્રેલિયામાં આ તેની 30મી ODI ઇનિંગ્સ હતી. રસપ્રદ વાત એ છે કે, મિચેલ સ્ટાર્ક વનડેમાં કોહલીને બે વાર ડક પર આઉટ કરનાર બીજો બોલર બન્યો છે. આ પહેલા માત્ર ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન જ આ કારનામું કરી શક્યા હતા.

ટોપ-3 બેટ્સમેનનું સંયુક્ત ન્યૂનતમ પ્રદર્શન (India Lowest Top 3 Score ODI)

કેપ્ટન શુભમન ગિલ (10 રન) પણ વધુ ટકી શક્યો નહીં અને નાથન એલિસના બોલ પર વિકેટકીપર જોશ ફિલિપને કેચ આપી બેઠો. રોહિત (8), ગિલ (10) અને કોહલી (0) ત્રણેયે મળીને માત્ર 18 રન બનાવ્યા. આ ત્રણેય ખેલાડીઓએ બેટિંગ કરી હોય તેવી વનડે ઇન્ટરનેશનલ મેચમાં આ તેમનો સૌથી ઓછો સંયુક્ત સ્કોર છે. અગાઉનો ન્યૂનતમ સ્કોર 25 રન હતો, જે 2023માં પાકિસ્તાન સામે પલ્લેકેલે વનડેમાં બન્યો હતો (રોહિત 11, ગિલ 10, કોહલી 4). વળી, આ મેચમાં ભારતનો પાવરપ્લે સ્કોર 27/3 રહ્યો, જે 2023 પછી ભારતે બનાવેલા સૌથી ઓછા સંયુક્ત પાવરપ્લે સ્કોર (India Lowest Powerplay Score) માંથી એક છે.

બોલરોનો શાનદાર દેખાવ – Mitchell Starc Josh Hazlewood

મેચસ્કોર (પાવરપ્લે)વર્ષ
વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ27/32023
વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, પર્થ27/32025
વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લખનઉ35/22023
વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, દુબઈ37/32025
વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, વાનખેડે39/32023

આ પણ વાંચો : IND vs AUS: મેદાન પર ઉતરતા જ રોહિતએ રચ્યો ઇતિહાસ, 500 મેચ રમનાર 5મો ભારતીય બન્યો

Tags :
Advertisement

.

×