IND vs AUS : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 265 રનનો લક્ષ્યાંક આપ્યો, ટોપ ઓર્ડરની નિષ્ફળતા વચ્ચે રોહિત-ઐયરની લડાયક બેટિંગ
- IND vs AUS : શરૂઆતમાં સંગર્ષ બાદ ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
- ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 265 રનનો લક્ષ્યાંક આપ્યો
- ટોપ ઓર્ડરની નિષ્ફળતા વચ્ચે રોહિત-ઐયરની લડાયક બેટિંગ
IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે શ્રેણીની બીજી અને અત્યંત મહત્ત્વપૂર્ણ મેચ આજે એડિલેડના મેદાન પર રમાઈ રહી છે. પ્રથમ મેચ હારીને શ્રેણીમાં 0-1થી પાછળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયા માટે આ મુકાબલો 'કરો યા મરો' જેવો છે, કારણ કે આ મેચમાં હારનો અર્થ શ્રેણી ગુમાવવો હોઈ શકે છે. ટોસ હાર્યા બાદ ભારતે પહેલા બેટિંગ કરીને યજમાન ઓસ્ટ્રેલિયાને જીત માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
ટોસ અને ટીમમાં ફેરફાર
ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં 3 ફેરફાર કર્યા હતા, જ્યારે ભારતીય ટીમે તેની પ્રથમ મેચની ટીમ પર જ વિશ્વાસ મૂક્યો હતો અને કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. યુવા કેપ્ટન શુભમન ગિલ માત્ર 8 રન બનાવીને જ આઉટ થયો હતો. જોકે, ટીમ માટે સૌથી ચિંતાજનક બાબત ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલીનું સતત બીજી વખત શૂન્ય (ડક) પર આઉટ થવું હતું, જેણે ટીમને શરૂઆતમાં જ મોટો ઝટકો આપ્યો. જોકે, ત્યારબાદ સિનિયર બેટ્સમેન રોહિત શર્મા અને શ્રેયસ ઐયરે બાજી સંભાળી હતી. રોહિત શર્માએ લડાયક 73 રન બનાવીને ટીમને સ્થિરતા આપી. શ્રેયસ ઐયરે પણ 61 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું. નીચલા ક્રમમાં અક્ષર પટેલે 44 રનની ઉપયોગી ઇનિંગ રમીને ટીમને સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. આ 3 બેટ્સમેનોની લડાયક ઇનિંગ્સના કારણે ભારત 264 રનના સ્કોર સુધી પહોંચી શક્યું.
Innings Break!
A 118-run partnership between Rohit Sharma and Shreyas Iyer propels #TeamIndia to a total of 264/9.
Scorecard - https://t.co/q4oFmXx6kr #TeamIndia #AUSvIND #2ndODI pic.twitter.com/o5dN2FGhtA
— BCCI (@BCCI) October 23, 2025
ઓસ્ટ્રેલિયાનું શાનદાર બોલિંગ પ્રદર્શન (IND vs AUS)
ઓસ્ટ્રેલિયા તરફથી બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતીય બેટિંગ લાઇન-અપને નિયંત્રણમાં રાખી હતી. સ્પિનર એડમ ઝમ્પાએ 4 વિકેટ ઝડપીને ભારતીય મિડલ ઓર્ડરને ધ્વસ્ત કર્યો. નવા બોલર ઝેવિયર બાર્ટલેટે 3 વિકેટ લઈને ટોપ ઓર્ડરને જલદીથી આઉટ કરવામાં મદદ કરી. ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 2 વિકેટ લઈને શરૂઆતમાં જ દબાણ બનાવ્યું. ઉલ્લેખનીય છે કે, ભારતીય બેટ્સમેનોની લડાયક ઇનિંગ્સને કારણે ઓસ્ટ્રેલિયાને 265 રનનો પડકારજનક લક્ષ્યાંક મળ્યો છે. જોકે, ટોપ ઓર્ડર, ખાસ કરીને કોહલીની નિષ્ફળતા, ચિંતાનો વિષય છે. હવે મેચનો આધાર ભારતીય બોલરો પર રહેશે કે શું તેઓ એડિલેડના મેદાન પર ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇન-અપને નિયંત્રિત કરીને શ્રેણી બરાબર કરી શકે છે કે નહીં.
આ પણ વાંચો : IND vs AUS : બીજી મેચમાં પણ Virat Kohli શૂન્ય પર આઉટ, શું હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો આવ્યો સમય?


