Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS : બીજી મેચમાં પણ Virat Kohli શૂન્ય પર આઉટ, શું હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો આવ્યો સમય?

વિરાટ કોહલીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ નિરાશાજનક શરૂ થયો છે. એડિલેડમાં રમાઈ રહેલી બીજી ODIમાં પણ કોહલી શૂન્ય પર આઉટ થતા ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. બેક-ટુ-બેક 'ડક' તેના ODI કરિયરમાં પ્રથમ વખત બન્યું છે, જે ટીમ ઇન્ડિયાના માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યું છે.
ind vs aus   બીજી મેચમાં પણ virat kohli શૂન્ય પર આઉટ  શું હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો આવ્યો સમય
Advertisement
  • એડિલેડમાં Virat Kohli બીજી વાર 'ડક' પર આઉટ
  • કોહલી બેક-ટુ-બેક શૂન્ય પર આઉટ, ચાહકો નિરાશ
  • કોહલીનું ખરાબ ફોર્મ, ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી!
  • વિરાટ કોહલીની કારકિર્દી ક્યારેય આટલી ખરાબ રહી નથી

Virat Kohli Back to Back Duck : ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેન અને સુપરસ્ટાર વિરાટ કોહલી માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી છે. દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી આજે (23 ઓક્ટોબર) એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં સતત બીજીવાર ખાતું ખોલાવ્યા વિના આઉટ થતાં ક્રિકેટ ચાહકો નિરાશ થયા છે. વિરાટ કોહલી (Virat Kohli) ના આ ખરાબ પ્રદર્શને ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધારી છે, જે શ્રેણીમાં પહેલાથી જ 0-1 થી પાછળ છે. ત્યારે આ મેચ જીતવી ભારત માટે અત્યંત જરૂરી છે.

પર્થથી એડિલેડ સુધી નિષ્ફળતાનો સિલસિલો

પર્થમાં રમાયેલી પ્રથમ વનડેમાં મિશેલ સ્ટાર્કની બોલિંગમાં કોહલી 8 બોલનો સામનો કર્યા બાદ શૂન્ય (0) પર આઉટ થયો હતો. આ ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેની ODI કારકિર્દીનો પ્રથમ 'ડક' હતો. જોકે, કોઈને અપેક્ષા નહોતી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબા સમય બાદ પરત ફરેલો કોહલી આટલો જલ્દી બીજીવાર નિષ્ફળ જશે. જીહા, એડિલેડમાં રમાઈ રહેલી બીજી વનડેમાં પણ નિરાશા યથાવત રહી. કોહલી માત્ર 4 બોલનો સામનો કરીને શૂન્ય રને પેવેલિયન પાછો ફર્યો. આ સતત બીજી વનડેમાં 'ડક' થવું એ વિરાટ કોહલી (Virat Kohli) ની ODI કારકિર્દીમાં પ્રથમવાર બન્યું છે, જે તેના ચાહકો માટે પણ એક નિરાશાજનક રેકોર્ડ છે. આ સાથે જ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેનો 40 મો 'ડક' રહ્યો છે.

Advertisement

શું Virat Kohli નો નિવૃત્તિનો સમય આવી ગયો?

સતત બીજીવાર શૂન્ય (ડક) પર આઉટ થતાં વિરાટ કોહલી (Virat Kohli) ના ફોર્મને લઈને ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. પર્થમાં પ્રથમ વનડેમાં 'ડક' થયા બાદ એડિલેડમાં પણ કોહલી ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો, જે તેની ODI કારકિર્દીમાં સતત બીજી મેચમાં 'ડક' થવાનો પહેલો કિસ્સો છે. 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા જેવા અન્ય અનુભવી ખેલાડીઓ સાથે કોહલીનું આ પ્રદર્શન ટીમ મેનેજમેન્ટ અને ચાહકોમાં ગહન ચિંતા જગાવી રહ્યું છે. આટલા અનુભવ અને પ્રભાવશાળી રેકોર્ડ ધરાવતા ખેલાડીની આ નિષ્ફળતાએ ક્રિકેટ સમીક્ષકો અને ચાહકો વચ્ચે સવાલ ઉભો કર્યો છે કે શું કિંગ કોહલી માટે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે, જેથી યુવા ખેલાડીઓને તક મળી શકે, અથવા તો તે ફરી એકવાર ધમાકેદાર વાપસી કરશે.

Advertisement

નવા બોલર ઝેવિયર બાર્ટલેટનો કમાલ

ભારતીય ટોપ ઓર્ડરને આંચકો આપવાનું કામ ઓસ્ટ્રેલિયાના બોલર ઝેવિયર બાર્ટલેટે કર્યું. બાર્ટલેટે તેની બીજી ઓવર જ 2 મોટી વિકેટો ઝડપી. તેણે પહેલી ઓવરના પ્રથમ બોલ પર કેપ્ટન શુભમન ગિલ (9 રન) ને આઉટ કર્યો. ત્યારબાદ પાંચમા બોલ પર તેણે કિંગ કોહલીના રૂપમાં તેની બીજી વિકેટ લીધી. બાર્ટલેટે મિડ-ઓફ પર લેન્થ ડિલિવરી ફેંકી હતી, જેને કોહલી મધ્યમાં ફ્લિક કરવાનો પ્રયાસ કરતી વખતે ચૂકી ગયો અને બોલ તેના પેડ પર વાગતાં તે LBW આઉટ થયો.

મહત્વની શ્રેણીમાં ખરાબ ફોર્મ ચિંતાનું કારણ

કોહલીનું એડિલેડમાં શૂન્ય પર આઉટ થવું વધુ આશ્ચર્યજનક છે, કારણ કે આ મેદાન પર તેનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ ઘણો પ્રભાવશાળી રહ્યો છે, જ્યાં તેણે 975 રન બનાવ્યા છે. 2027ના આગામી વર્લ્ડ કપ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ માટે આ ODI શ્રેણી ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, 36 વર્ષીય કોહલીનું બેક-ટુ-બેક 'ડક' પર આઉટ થવું ટીમ મેનેજમેન્ટ તેમજ કરોડો ચાહકો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

શ્રેણીની સ્થિતિ

વરસાદથી પ્રભાવિત પ્રથમ ODI મેચમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે વિજય મેળવીને 3 મેચની આ ODI શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ બીજી ODIમાં ટીમ ઈન્ડિયા શ્રેણીમાં સ્કોર બરાબર કરવા માટે મરણિયા પ્રયાસ કરી રહી છે. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ હવે 25 ઓક્ટોબરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.

આ પણ વાંચો :  IND vs AUS 2nd ODI : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગનું આપ્યું આમંત્રણ

Tags :
Advertisement

.

×